મોજ – નીતિન વડગામા
જેવી જેની મોજ.
કોઈ કરે છે ખાંખાંખોળાં, કોઈ કરે છે ખોજ.
કોઈ હજી હાંકે છે જાણે એમ હવામાં હોડી.
પાર ઊતરવા કરતાં કેવી ફોગટ દોડાદોડી!
મનથી માણસ ગાંગો તેલી, મનથી રાજા ભોજ.
જેવી જેની મોજ.
કોઈ જુએ છે પરપોટાના મૂળમાં રહેતું પાણી,
કાળમીંઢ પથ્થરમાં વહેતી દેખે છે સરવાણી.
દિલનો દીવો દિવાળી ઊજવતો રોજેરોજ.
જેવી જેની મોજ.
– નીતિન વડગામા
તુંડે તુંડે મતિ ભિન્ના:। હાથની બે આંગળી સરખી ન હોય એમ બે માણસ અને બે માણસની પસંદગી પણ એકસમાન ન જ હોય એ સ્વાભાવિક છે. કોઈને કેવળ ખાંખાખોળા કરવામાં, વ્યર્થ ઉત્પાત મચાવવામાં મોજ પડતી હોય તો કોઈકને સાચી ખોજ કરવામાં મજા પડતી હોય એ બનવાજોગ છે. માણસ મનથી જ ગરીબ પણ હોય ને તવંગર પણ. કોઈ પરપોટાના સૌંદર્યને- વજનશૂન્યતા, આકાર, પાણી-પ્રકાશની લીલાથી રચાતા મેઘધનુષનું સૌંદર્ય માણવાના બદલે એના બંધારણના પિષ્ટપેષણમાં રત રહે છે તો કોઈ કાળમીંઢ પથ્થરમાં પણ સરવાણી જુએ છે. આવા માણસ માટે તો રોજેરોજ દિવાળી… ખરું ને!
સાચી ખોજ અને ઉપલક ખાંખાખોળા વચ્ચે ભેદરેખા આંકીને ભીતરી મોજ માટે આહ્વાન આપતું મસ્ત મજાનું ગીત…


Vrajesh said,
March 7, 2025 @ 11:44 AM
Wah.. Wah.. મસ્તીભર્યું ગીત
Hiral Vyas said,
March 7, 2025 @ 11:44 AM
સુંદર ગીત.
“જેવી જેની મોજ” ને વધાવતા પણ આવડવું જોઈએ. મોટેભાગે લોકો એને ખોદતાં જ હોય છે.
મુદ્દે મોજમાં રહેવું.
deval said,
March 7, 2025 @ 11:45 AM
sundar rachana
Varij Luhar said,
March 7, 2025 @ 11:49 AM
વાહ.. સરસ ગીત
Nilam Roy said,
March 7, 2025 @ 11:50 AM
કંઈક નવી જ રીતે લખાયેલી અતિસુંદર રચના … અભિનંદન કવિશ્રીને🙏💐🎀
Vipul Jariwala said,
March 7, 2025 @ 11:51 AM
ખૂબ જ સરસ રચના….
Ramesh Maru said,
March 7, 2025 @ 11:59 AM
વાહ…સુંદર ગીત.
Aasifkhan Pathan said,
March 7, 2025 @ 12:05 PM
વાહ મજાનું ગીત
Jahnvi antani said,
March 7, 2025 @ 12:08 PM
પહેલી પંક્તિ વાંચીને … જાણે બધું જ એમાં આવી ગયું .. એટલી સચોટ.
DILIPKUMAR CHAVDA said,
March 7, 2025 @ 1:42 PM
વાહ સુંદર મજાનું પ્રેરણાદાયક ગીત
Shabnam Khoja said,
March 7, 2025 @ 2:41 PM
વાહ વાહ… ગીતનું મુખડું જ કેવું મસ્ત..
Lalit Trivedi said,
March 7, 2025 @ 4:53 PM
સરસ ગીત. વાહ વાહ
જયેશ ભટ્ said,
March 7, 2025 @ 5:01 PM
વાહ, સરસ ગીત
જયેશ ભટ્ said,
March 7, 2025 @ 5:02 PM
વાહ, સરસ ગીત
અસ્મિતા શાહ said,
March 7, 2025 @ 8:51 PM
સુંદર મઝાનું ગીત…હથેળીમાં દરિયો
Dhruti Modi said,
March 9, 2025 @ 4:39 AM
વાત તો સાચી ‘જેવી જેની મોજ’
દરેક વ્યક્તિની પોતાની જુદી જુદી ઘેલછા હોય છે અને એ પ્રમાણે વર્તે
કવિએ સાચું જ કહ્યું છે મનનો રાજા કે રાણી ગાંગો તેલી બને કે રાજા બને
એમાં જ ખુશી જુએ છે ! મનના રાજા પરપોટામાં પણ પાણી જુએ કે પછી વહેતી
નંદીએ જોઈ કાઢે એ મનની જ રમત છે અને ખુશી પણ છે.
મનની દુનિયા જ નિરાળી છે આનંદની દુનિયા છે મોજ માણો !
Poonam said,
March 11, 2025 @ 12:31 PM
જેવી જેની મોજ.
કોઈ કરે છે ખાંખાંખોળાં, કોઈ કરે છે ખોજ. Kya baat !
– નીતિન વડગામા –
Aaswad 😋
Kishor Ahya said,
April 7, 2025 @ 9:32 PM
કવિ કે લેખક હોવું એક પ્રતિષ્ઠા છે આજના સમયમાં ગઝલ કવિતા માટેના વિવિધ વિષયો વધ્યા છે આને લીધે ગઝલ કે કવિતા ખૂબ વિકસિત પામી છે અને સ્તર પણ ખૂબ ઊંચું ગયું છે ,એના માટે કવિતા જેવા મેગેઝીનો અને ટહુકો, લયસ્તરો અને તેના જેવા બીજા ઘણા ગુજરાતી બ્લોગ નો ફાળો નાનો સુનો નથી. એમાં જૂના જમાનાના મહાન કવિઓ અને અત્યારના સમયના જ્ઞાત અને અજ્ઞાત કવિઓની સુંદર રચનાઓથી ભરેલો પૂરો બ્લોક ભર્યો પડ્યો છે.
જૂના જમાનાના મહાન કવિઓના ફોટા જોઈએ તો આપણા બાપદાદા જેવી પાઘડીઓ પહેરેલા અને તે સમયના પહેરવેશ સાથેના મૂછો રાખેલ કવિઓ દેખાય છે પણ એમની કવિતાઓ જુઓ તો અદભુત!! શબ્દ અલંકારો થી ભરેલી,અર્થ સભર, એક કવિતામાંથી કેટલાય નવ ગુજરતી શબ્દો મળી આવે, એવી કવિતાઓ જોવા મળે છે પણ કેટલીક વાર પૂરી કવિતામાંથી એકાદ બે કડીના અર્થ પણ સામાન્ય માણસ માંડ માંડ કાઢી શકે!
અત્યારના સમયમાં ભારે અલંકાર કે ઉર્દૂ શબ્દ પ્રયોગ ઓછો જોવા મળે છે અને સરળ તુર્તજ સમજાય જાય તેવી નીતિન વડગામા ની “મોજ” જેવી કવિતા મહત્તમ બધાને ભાવે છે. મોજમાં રહેવા મનના ભાવો મહત્વના છે તેવી સમજ આપતી આ કૃતી બધાને ખૂબ જ ગમે તેવી છે. કવિ શ્રી મકરંદ દવે એ કહ્યું છે તેમ ‘આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ.(ધૂળિયે મારગ ચાલ’). આવું જ કંઈક કહેતા કવિ શ્રી નીતિન વડગામા ” જેવી જેની મોજ” મોજ જોઈતી હોય તો તણાવ રહિત જીવન જોઈએ અને તે માટે ઈશ્વર ઉપર શ્રધ્ધા જોઈએ. આજ નું ખાણું આજ આપે એ વાત સ્વીકારી લઇએ તો જીવવાની અનોખી મજા આવી જાય! બહુ સરસ રચના છે .તેમજ વિવેકભાઈ ના આસ્વાદનું તો કહેવાનું જ શું હોય! મજા આવી ગઈ.
🌹🌹