ગજું – નીતિન વડગામા
જેવું જેનું ગજું.
ગજા પ્રમાણે સૌ પોતાની જાત કરે છે રજૂ.
કોઈ અભણ આંખો કોરા કાગળના અક્ષર વાંચે.
કોઈ ભણેલો હાથ જુઓને કક્કો ઘૂંટી નાચે!
કોઈ આશરો છતનો પામે કોઈ પામતાં છજું.
જેવું જેનું ગજું.
ક્યાંક નદીનાં નીર સામટાં આવી ચરણ પખાળે.
ક્યાંક ઝરણને કાજ અભાગી જીવ વીરડા ગાળે!
એક કહે કે તજું, બીજો કહે હું તો ભાવે ભજું.
જેવું જેનું ગજું.
– નીતિન વડગામા
કેવું સુંદર ગીત!


મધુસૂદન પટેલ 'મધુ' said,
August 22, 2025 @ 12:48 PM
વાહ!!!
Hiral Vyas said,
August 22, 2025 @ 12:48 PM
Wah!
Varij Luhar said,
August 22, 2025 @ 1:01 PM
વાહ.. તજવા અને ભજવાના વિરોધી ભાવો સરસ રીતે વણી લીધા
Dr. Vrajlal Savaliya said,
August 22, 2025 @ 1:18 PM
ખુબ સરસ. અંત્યાનુપ્રાસ અર્થસભર કવિની કમાલ.
મયંક ઓઝા said,
August 22, 2025 @ 1:29 PM
વાહ . વાહ. બહુજ સરસ ગીત
🌹 🌹 🌹
શ્રીદેવી શાહ said,
August 22, 2025 @ 1:58 PM
વાહ 👌
Harihar Shukla said,
August 22, 2025 @ 3:51 PM
મોજ👌💐
કિશોર બારોટ said,
August 22, 2025 @ 4:21 PM
સરસ રચના. 👌
સુનીલ શાહ said,
August 22, 2025 @ 7:56 PM
ખૂબ સરસ..
વ્રજેશ મિસ્ત્રી said,
August 23, 2025 @ 7:11 AM
Maja padi… Wah…
લલિત ત્રિવેદી said,
August 23, 2025 @ 4:28 PM
વાહ વાહ, સરસ ગીત. રાજીપો
Ramesh Maru said,
August 23, 2025 @ 7:34 PM
વાહ…
Sejal Desai said,
August 25, 2025 @ 4:02 PM
વાહ..
કોઈ અભણ આંખો કોરા કાગળના અક્ષર વાંચે…સુંદર
Rushita said,
August 28, 2025 @ 1:27 PM
વાહ સરસ
Poonam said,
October 10, 2025 @ 7:04 PM
એક કહે કે તજું, બીજો કહે હું તો ભાવે ભજું.
જેવું જેનું ગજું. Saras sundar !
– નીતિન વડગામા