જે કંઈ પળો બચી છે, એને પૂરી ચગાવ
ગતિ મંદ થઈ પવનની, પૂરાં થયાં પચાસ.
વિવેક મનહર ટેલર

(નામ મટી સરનેમ થયો છે) – હર્ષવી પટેલ

પીડા સાથે પ્રેમ થયો છે,
કવિને એવો વહેમ થયો છે.

બાકોરાં છે જેની છતમાં,
એ જગનો હાકેમ થયો છે!

સૌ જાણે છે પાગલ છે એ,
કોઈ ન જાણે કેમ થયો છે!

મોટો થઈને શું પામ્યો એ?
નામ મટી સરનેમ થયો છે.

જેણે લોઢું ચમકાવ્યું એ
પારસ ક્યારે હેમ થયો છે?

છલકે છે હૈયામાં નદીઓ,
પાંપણ ઉપર ડેમ થયો છે.

– હર્ષવી પટેલ

આમ તો આખી ગઝલ સરસ થઈ છે, પણ મને એવું લાગ્યું કે જેમ જેમ એ આગળ વધે છે એમ વધુ જામતી જાય છે. છેલ્લા ત્રણ શેર સવિશેષ સ્પર્શી ગયા… અન્ય એક ગઝલના એક શેરમાં ગાલિબના નિવાસસ્થાન બલ્લીમારાં અને પોતાના વતન બિલીમોરા વચ્ચે કવયિત્રીએ જે રીતે શબ્દક્રીડાની મદદથી ગઝલસંબંધ પ્રસ્થાપિત કરી બતાવ્યો છે એ આ સાથે માણવાની લાલચ જતી કરી શકાય એમ નથી-

નીકળી તું બલ્લીમારાંથી, દુનિયા ઘૂમી, ગઝલ!
તું આવે બિલ્લીમોરા, હજુ શક્યતા ખરી…

34 Comments »

  1. Shabnam khoja said,

    May 22, 2025 @ 11:30 AM

    વાહ, મસ્ત ગઝલ છે ✨💐

  2. Mayank Oza said,

    May 22, 2025 @ 12:01 PM

    વાહ . . વાહ . .⚘️⚘️⚘️

  3. Hitesh Jhala said,

    May 22, 2025 @ 12:27 PM

    હર્ષવીબેન પટેલ દાદાગીરી વાળા કવિયત્રી છે. એ કહે જ છે કે, આ હર્ષવીની આંખ છે, કોઈ ઉત્તરવહી નથી. અને એમ પણ કહ્યું કે, જિંદગી ટ્રેન માં મળતી ભરૂચની ખારીસીંગ જેવી છે, બેચાર ખોરી હોય. હોય જ ને. દુકાનથી ટ્રેન સુધી પહોંચે તો કઈક ભેળસેળ થાય. આમ તો જિંદગી દુકાનમાં મળતી ભરૂચની ખારીસીંગ જેવી છે, નિર્મળ.
    બેનને ખોબલે ખોબલે શુભેચ્છાઓ.

  4. Shailesh Gadhavi said,

    May 22, 2025 @ 12:32 PM

    Superb!!

  5. Sejal Desai said,

    May 22, 2025 @ 12:33 PM

    વાહ સુંદર ગઝલ…નામ મટી સરનેમ થયો છે….વાહ

  6. Parbatkumar nayi said,

    May 22, 2025 @ 12:38 PM

    વાહ
    સરસ ગઝલ છેલ્લા ત્રણ શેર તો
    મજાના

  7. નિરાલી શાહ 'સ્વસા' said,

    May 22, 2025 @ 12:39 PM

    વાહહહ મસ્ત ગઝલ

  8. JiTendra M Patel said,

    May 22, 2025 @ 1:33 PM

    Nice One

  9. Dipak Ahir said,

    May 22, 2025 @ 1:37 PM

    વાહ… ખૂબ સુંદર રચના…. જીવનની કડવી વાસ્તવિકતાને ગઝલમાં ખૂબ સરસ રીતે કંડારી છે… અભિનંદન સહ શુભેરછાઓ….💐💐

  10. Ritesh Patel said,

    May 22, 2025 @ 1:38 PM

    ઉમદા ગઝલ…….”પાંપણ ઉપર ડેમ થયો છે”……વાહ… વાહ…

  11. Dimpal patel said,

    May 22, 2025 @ 1:38 PM

    ખુબ સરસ હર્ષવીબેન પીડા સાથે પ્રેમ થયો છે પાપણ ડેમ થયો છે શું ગઝલ છે વાહવા

  12. Barin Dixit said,

    May 22, 2025 @ 1:45 PM

    ખૂબ સરસ ગઝલ.
    નામ મટી સરનેમ થયો છે એ વાત જાણે નરેન્દ્ર મોદી સાહેબ માટે કહેવાઈ હોય એમ લાગ્યું !
    ખોટો હોઈ શકું 😃
    પણ એકંદરે મજા પડી

  13. દીના છેલાવડા said,

    May 22, 2025 @ 2:05 PM

    વાહ વાહ..

  14. Lalit Trivedi said,

    May 22, 2025 @ 2:24 PM

    વાહ વાહ

  15. Diptibahen Rameshbhai Patel said,

    May 22, 2025 @ 2:37 PM

    વાહ ખૂબ સુંદર ગઝલ – નામ મટી સરનેમ થયો છે.

  16. Barin Dixit said,

    May 22, 2025 @ 3:38 PM

    સરસ ગઝલ
    સરનેમ થયો છે ને પાંપણ પર ડેમ થયો છે વાળા શેર
    વધારે ગમ્યા

  17. Kishor Ahya said,

    May 22, 2025 @ 5:04 PM

    કવયિત્રી સૂ.શ્રી. હર્ષવી પટેલ એ (નામ મટી સરનેમ થયો છે) હળવા કટાક્ષ સાથે સરસ ગઝલ મૂકી છે.

    બાકોરાં છે જેની છતમાં,
    એ જગનો હાકેમ થયો છે!

    મોટો થઈને શું પામ્યો એ?
    નામ મટી સરનેમ થયો છે.

    જેણે લોઢું ચમકાવ્યું એ
    પારસ ક્યારે હેમ થયો છે?
    વાહ !

    મોટો થઈને શું પામ્યો એ?
    નામ મટી સરનેમ થયો છે.
    લોકો મોટા થવા એટલેકે પ્રખ્યાત થવામાટે કેટકેટલી મહત્વકાંક્ષા રાખે છે , હમેશા આજ ને બદલે કાલમાં જીવી આજનો આનંદ ગુમાવે છે, અને મોટા થઇ જઇએ ત્યારે મળે છે શું? નામ સાથે સરનેમ!

    કવયિત્રીનો આ શેર આંખ ઉઘાડનારો અને સાધુઓના ઉપદેશ જેવો છે.

    બધાજ શેર ખૂબ સરસ બન્યા છે. આસ્વાદમાં વિવેકભાઈ એ દર્શાવેલ બીલીમોરાવાળો શેર પણ સરસ છે. સૂ.શ્રી. હર્ષવી પટેલની બ્લોકમાં નવ રચનાઓ છે, બધી રચના એક એક થી ચડિયાતી અને વાંચતા મોજ આવી જાય એટલી સુંદર અને સરળ.તેમનો ગઝલ સંગ્રહ ‘તારી ન હો એ વાતો’ ઍમાંની એક ગઝલ . (અલગ છે)
    ધાર્યા કરતાં સાવ અલગ છે
    આવ્યો પણ બદલાવ અલગ છે

    તમે લીધો એ દાવ અલગ છે,
    અમે ગણ્યા એ ઘાવ અલગ છે.

    શબ્દ જુદા છે હોઠ ઉપર ને,
    આંખોમાં પ્રસ્તાવ અલગ છે.

    તારી વાણી, તારું વર્તન,
    તું જાતે સરખાવ, અલગ છે.

    જાવું છે એ ઘાટ જુદો છે,
    બેઠા છો એ નાવ અલગ છે.

    સહુના માથે સૂરજ એક જ,
    ધૂપ અલગ છે, છાંવ અલગ છે.

    પહેલાં ભાવસભર મળતાં’તાં,
    હમણાંનો સદભાવ અલગ છે!

    – હર્ષવી પટેલ.

    🌹🌹

  18. Atul Dave said,

    May 22, 2025 @ 5:07 PM

    વાહ વાહ. મજાની ગઝલ. બધા જ શેર જબરદસ્ત 👌. કવયિત્રીને ખૂબ ખૂબ અભિનંદન 👍💐

  19. Atul Dave said,

    May 22, 2025 @ 5:08 PM

    વાહ વાહ. મજાની ગઝલ.
    બધા જ શેર જબરદસ્ત 👌.
    કવયિત્રીને ખૂબ ખૂબ અભિનંદન 👍💐

  20. DILIPKUMAR CHAVDA said,

    May 22, 2025 @ 6:20 PM

    Ahaaaaa adbhut અવિસ્મરણીય ગઝલ

  21. જયેશ ભટ્ટ said,

    May 22, 2025 @ 6:44 PM

    એક પછી એક શેર લાજવાબ

  22. Rashmi Agnihotri said,

    May 22, 2025 @ 7:26 PM

    વાહ, ખૂબ સુંદર ગઝલ 👌💐

  23. પ્રકાશ સોજીત્રા said,

    May 22, 2025 @ 7:45 PM

    તમે લીધો એ દાવ અલગ છે… વાહ.. મોટો થઇને શું પામ્યો.. બંને ગઝલ ખૂબ સરસ છે, આ બે મિસરા મને ખૂબ જ ગમી ગયા.

  24. Neha Patel said,

    May 22, 2025 @ 8:14 PM

    સુંદર ગઝલ…. વાહ વાહ

  25. પ્રજ્ઞા વશી said,

    May 23, 2025 @ 1:21 AM

    ખૂબ જ સરસ ગઝલ , ખૂબ અભિનંદન
    બસ આવી સરસ ગઝલો લખાતી રહે .
    ફરી અભિનંદન.

  26. હર્ષવી પટેલ said,

    May 23, 2025 @ 11:41 AM

    સૌનો આભાર 🙏

  27. Mitaben Ranchhodsinh Rathod said,

    May 23, 2025 @ 12:02 PM

    વાહ
    કવયિત્રીને સલામ

    બાકોરાં છે જેની છતમાં,
    એ જગનો હાકેમ થયો છે!

    સમાજમા જોવા મળતી વાસ્તવિકતાનું સચોટ દર્શન.
    ખૂબ સરસ
    આપની કલમ સમૃદ્ધિ માટે શુભેચ્છાઓ.

  28. Ramesh Maru said,

    May 23, 2025 @ 12:51 PM

    વાહ…

  29. Neela sanghavi said,

    May 23, 2025 @ 11:33 PM

    સરસ ગઝલ.હર્ષવીબેનને અભિનંદન.

  30. Varij Luhar said,

    May 29, 2025 @ 11:23 AM

    સરસ ગઝલ

  31. Varij Luhar said,

    June 20, 2025 @ 5:16 PM

    વાહ.. સરસ ગઝલ

  32. MANISH PATEL said,

    August 12, 2025 @ 2:49 PM

    સરસ ગઝલ…..હર્ષવીબેનને અભિનંદન…

  33. હર્ષવી પટેલ said,

    September 7, 2025 @ 1:48 PM

    સૌનો આભાર…

  34. પંકજ વસાણી said,

    September 8, 2025 @ 11:01 AM

    વાહ વાહ જોરદાર વાત કરી

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment