ખાસ કેટલાં? – શૈલેશ ગઢવી
કેવી રીતે કહું કે તમે ખાસ કેટલાં?
આવ્યાં કરો છો યાદ અનાયાસ કેટલાં!
બારી ખૂલી સહેજ અને બંધ થઈ ગઈ,
કાઢી રહ્યા છે લોક હવે ક્યાસ કેટલા!
એકાંતમાં ન એકલો પડવા દે એ મને,
મળતાં નથી ને તોય રહે પાસ કેટલાં!
એકસામટા પ્રસંગ અને એકલું હૃદય!
બિંદુ ઉપર પસાર થતા વ્યાસ કેટલા!
વર્તુળ જુઓ તો એક નહીં પણ અનેક છે,
રમવા પડે છે રોજ અહીં રાસ કેટલા!
– શૈલેશ ગઢવી
ગઝલ એક જમાનામાં ઉમદા કાવ્યકળા અને દીર્ઘ સાધનાનું ફરજંદ હતી. આજે સૉશ્યલ મિડિયાના અતિક્રમણના યુગમાં સંઘેડાઉતાર ગઝલોની સરખામણીમાં કારખાનેબંધ તુકબંધીનું ઉત્પાદન ઘાસના ખડમાં પળભરમાં ફેલાઈ વળતા દાવાનળ જેવું છે. સારા ગઝલકારો પાસેથી હજીય મળતી રહેતી સારી ગઝલોએ કવિતાના ધોવાણને હજી અટકાવી રાખ્યું છે એ ભાષાનું સદનસીબ. પ્રસ્તુત રચના આજની સારી ગણાતી ગઝલોમાંય અલગ અને આગવી તરી આવે છે. દરેક શેર આસ્તેથી અને આરામથી મમળાવવા જેવા.


Sejal Desai said,
May 31, 2025 @ 11:59 AM
વાહ..સરસ ગઝલ
વ્યાસ..વર્તુળ..બિંદુ..સુંદર કલ્પનો
અભિનંદન
Vinorai said,
May 31, 2025 @ 12:07 PM
Saras
આર બી રાઠોડ said,
May 31, 2025 @ 12:33 PM
વાહ 💐
ખૂબ સરસ ગઝલ
Shailesh Gadhavi said,
May 31, 2025 @ 1:14 PM
ખૂબખૂબ આભાર ♥️💐
કિશોર બારોટ said,
May 31, 2025 @ 1:28 PM
બિંદુ ઉપર પસાર થતાં વ્યાસ કેટલા?
ખૂબજ સુંદર. 👌
કિશોર બારોટ said,
May 31, 2025 @ 1:30 PM
ખૂબ જ સુંદર. 👌
Hardik Vyas said,
May 31, 2025 @ 2:49 PM
ખૂબ સરસ ગઝલ 🌹
વ્રજેશ મિસ્ત્રી said,
May 31, 2025 @ 5:00 PM
સાચે જ.. સંઘેડાઉતાર
રિયાઝ લાંગડા (મહુવા) said,
May 31, 2025 @ 5:03 PM
વાહ
રિયાઝ લાંગડા (મહુવા) said,
May 31, 2025 @ 5:03 PM
વાહ…
રિયાઝ લાંગડા (મહુવા) said,
May 31, 2025 @ 5:03 PM
વાહ…ખૂબ સરસ
Kishor Ahya said,
May 31, 2025 @ 5:20 PM
ખાસ કેટલા? કવિ શ્રી શૈલેષ ગઢવી ની ગઝલ વાચતા ઉર્દૂ શાયર અહમદ ફરાઝ નો શેર યાદ આવી જાય છે…
अब और क्या किसी से मरासिम बढ़ाएँ हम
ये भी बहुत है तुझ को अगर भूल जाएँ हम
બીજા કોઈ સાથે હવે અમે શું સંબંધ ગાઢ કરીએ ? – તને ભૂલી જઈએ એ જ બહુ છે !
પ્રેમ જેવા સુંદર અનુભવ બીજો કોઈ આ દુનિયામાં ભાગ્યેજ હશે, એ ભાગ્યશાળી હોય છે, પણ તેની આડ અસર ઘણી અસરદાર છે, એ એકવાર થઈ જાય પછી ભૂલાતો નથી ! જુઓ આ શેર…
કેવી રીતે કહું કે તમે ખાસ કેટલાં?
આવ્યાં કરો છો યાદ અનાયાસ કેટલાં!
એકાંતમાં ન એકલો પડવા દે એ મને,
મળતાં નથી ને તોય રહે પાસ કેટલાં!
કવિ કહે છે ’બારી ખૂલી સહેજ અને બંધ થઈ ગઈ’, પ્રેમ થયો પણ …
શાયર શ્રી અહમદ ફરોઝ નો એક સરસ શેર…
इश्क़ भी खेल है नसीबों का
ख़ाक हो जाएँ कीमिया हो जाएँ
એકસામટા પ્રસંગ અને એકલું હૃદય!
બિંદુ ઉપર પસાર થતા વ્યાસ કેટલા!
વર્તુળ જુઓ તો એક નહીં પણ અનેક છે,
રમવા પડે છે રોજ અહીં રાસ કેટલા
કવિ અહી દુનિયાદારીની વાત કરે છે રમવા પડે છે રોજ અહીં રાસ કેટલા? ’એકસામટા પ્રસંગ અને એકલું હૃદય!’ કવિએ અહી બનેલા પ્રસંગો અને યાદોની હદયપર થતી અસર માટે ’એકલું હૃદય¡’ શબ્દ પ્રયોજ્યો છે . ખુબ સરસ.
ખૂબ સરસ ગઝલ. વિવેકભાઈ એ આસ્વાદમાં કહ્યું છે તેમ’ સારી ગઝલોએ કવિતાના ધોવાણને હજી અટકાવી રાખ્યું છે’ એ એક હકીકત છે…
🌹🌹
લલિત ત્રિવેદી said,
May 31, 2025 @ 9:03 PM
સરસ ગઝલ.. એક વધુ અને સરસ ગઝલ… કવિએ આવી ઘણી સરસ ગઝલો આપી છે.. આશાસ્પદ નવોન્મેષ…
Kishor Ahya said,
May 31, 2025 @ 11:36 PM
કવિ શ્રી લલિતભાઇએ કહ્યું તેમ કવિએ આવી ઘણી સરસ ગઝલો આપી છે. બીજી ગઝલો મને પણ બહું ગમી, તેમની બ્લોગ પર પાંચ ગઝલો છે ,એમની એક.
ઓક્ટોબર 2024 સાંજ બે અર્થમાં ઢળી ગઈ છે…
****
સાંજ બે અર્થમાં ઢળી ગઈ છે,
એ બહુ દૂર નીકળી ગઈ છે.
માત્ર વીંટીનો પ્રશ્ન ક્યાં છે અહીં?
હાથની એક આંગળી ગઈ છે.
નીકળી ગઈ છે ચિત્રમાંથી એ-
વ્યક્તિ બીજી તરફ વળી ગઈ છે.
એ જ દેખાય છે બધી બાજુ,
લાગે છે પ્રાર્થના ફળી ગઈ છે!
એકધારો પ્રવાસ કરવાની,
ઝંખના જિંદગી કળી ગઈ છે.
શોધતાં હાથ લાગી એકલતા,
એ પછી સાંત્વના મળી ગઈ છે.
– શૈલેશ ગઢવી
વિવેકભાઈ એ બહુ સરસ આસ્વાદ આપ્યો છે, તેમના શબ્દો.,
”આમ તો આખી ગઝલ બહુ મજાની થઈ છે, પણ હું તો માત્ર મત્લા પર જ સમરકંદો-બુખારા ઓવારી બેઠો… પ્રિયતમના પહોંચ બહાર ચાલ્યા જવાની વાતને સાંજના ઢળવા સાથે સાંકળીને કવિએ જે કમાલ કરી છે, એ દીર્ઘકાળ સુધી સ્મૃતિપટલ પરથી દૂર થઈ શકનાર નથી… ઓછામાં ઓછા શબ્દોમાં અને સાવ સરળતમ સહજ ભાષામાં કવિએ સાચે જ જાદુ કરી દેખાડ્યો છે…”
🌹🌹
suresh parmar said,
June 1, 2025 @ 4:33 AM
👍🌹🙏 ખૂબ સરસ.
Tanu patel said,
June 1, 2025 @ 8:53 AM
દરેક શેર સ-રસ,ફરી ફરી વાંચવી ગમે એવી ગઝલ…