સદીઓ બાદ મારા ખાલીપાનું પાત્ર ખખડ્યું છે,
આ ઘટના સત્ય છે કે ભ્રમ હતી, સમજાય તો સમજાય.
વિવેક મનહર ટેલર

(સ્થાપી જો મને) – ત્રિલોક મહેતા

લાવ, તારો હાથ આપી જો મને,
તું હૃદયમાં ક્યાંક સ્થાપી જો મને.

પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું,
લે, ઉખેડી કે ઉથાપી જો મને.

તું નસેનસમાં વહે છે રક્તવત્,
કોઈ પણ છેડેથી કાપી જો મને.

આભને પણ હું નયનમાં સંઘરું,
જો ઉઠાવી આંખ માપી જો મને.

આમ તો હું કોઈને જડતો નથી
મન કરીને સ્થિર જાપી જો મને.

– ત્રિલોક મહેતા

કવિના નામ સાથે આ મારો પ્રથમ પરિચય છે, પણ ગઝલ વાંચતાવેંત ગમી ગઈ. સરળ બાનીમાં સહજ પણ સાદ્યંત મનનીય રચના. વચ્ચેના ત્રણ શેર તો અદભુત થયા છે.

17 Comments »

  1. Asmita shah said,

    October 19, 2024 @ 12:01 PM

    ખૂબ સુંદર

  2. Nilam Roy said,

    October 19, 2024 @ 12:24 PM

    અદભુત ! અંત સચોટ સજ્જડ કવિને અભિનંદન 💐

  3. Shailesh Gadhavi said,

    October 19, 2024 @ 1:21 PM

    વાહ, સરસ ગઝલ 💐

  4. Vinod Manek 'Chatak' said,

    October 19, 2024 @ 1:32 PM

    ખૂબ ચોટદાર ગઝલ

  5. Aasifkhan Pathan said,

    October 19, 2024 @ 1:40 PM

    વાહ્ સરસ ગઝલ

  6. SANJAY PATEL said,

    October 19, 2024 @ 1:47 PM

    વાહ… વાહ …ક્યા બાત હૈ…!!!
    ખુબ સુંદર 👌👌👌

  7. Ramesh Maru said,

    October 19, 2024 @ 1:51 PM

    વાહ…

  8. તખ્ત said,

    October 19, 2024 @ 2:06 PM

    વાહ કવિ ખૂબ સુંદર ગઝલ…

  9. HARSHADA PATEL said,

    October 19, 2024 @ 2:39 PM

    વાહ ખુબ જ અદભુત રચના. . પ્રેમની સાથે મક્કમતાનો અદભુત સમન્વય

  10. HARSHADA PATEL said,

    October 19, 2024 @ 2:39 PM

    વાહ . . પ્રેમની સાથે મક્કમતાનો અદભુત સમન્વય

  11. tanu patel said,

    October 19, 2024 @ 9:28 PM

    સરળ શબ્દોમાં અર્થસભર રચના….

  12. Nisha Mayavanshi said,

    October 19, 2024 @ 9:48 PM

    ખૂબ જ સુંદર ગઝલ કવિશ્રી

  13. Dhrutimodi said,

    October 20, 2024 @ 3:01 AM

    પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું,
    લે, ઉખેડી કે ઉથાપી જો મને.

    આમ તો હું કોઈને જડતો નથી
    મન કરીને સ્થિર જાપી જો મને .

    મનની મક્કમતા અને મક્તામાં તો ઈશ્વરની ચેલેન્જ છે .

  14. Dr margi doshi said,

    October 20, 2024 @ 8:42 AM

    વાહ! સરસ ગઝલ 👌

  15. VIPUL DILIPKUNAR JARIWALA said,

    October 20, 2024 @ 2:26 PM

    વાહ અદભુત

  16. Sejal Desai said,

    October 22, 2024 @ 11:50 AM

    સુંદર ગઝલ

  17. Poonam said,

    November 6, 2024 @ 11:31 AM

    આમ તો હું કોઈને જડતો નથી
    મન કરીને સ્થિર જાપી જો મને. (Antarmukhi)
    – ત્રિલોક મહેતા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment