વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
આદિલ મન્સૂરી

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ત્રિલોક મહેતા

ત્રિલોક મહેતા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(સ્થાપી જો મને) – ત્રિલોક મહેતા

લાવ, તારો હાથ આપી જો મને,
તું હૃદયમાં ક્યાંક સ્થાપી જો મને.

પ્રેમ જેનું મૂળ છે એ વૃક્ષ છું,
લે, ઉખેડી કે ઉથાપી જો મને.

તું નસેનસમાં વહે છે રક્તવત્,
કોઈ પણ છેડેથી કાપી જો મને.

આભને પણ હું નયનમાં સંઘરું,
જો ઉઠાવી આંખ માપી જો મને.

આમ તો હું કોઈને જડતો નથી
મન કરીને સ્થિર જાપી જો મને.

– ત્રિલોક મહેતા

કવિના નામ સાથે આ મારો પ્રથમ પરિચય છે, પણ ગઝલ વાંચતાવેંત ગમી ગઈ. સરળ બાનીમાં સહજ પણ સાદ્યંત મનનીય રચના. વચ્ચેના ત્રણ શેર તો અદભુત થયા છે.

Comments (17)