હું તો જીવી રહ્યો છું ફક્ત તારા દર્દથી,
આ તારી સારવાર તો મને મારી નાંખશે.
બરકત વિરાણી ‘બેફામ’

ફણગો ફૂટે – શબનમ ખોજા

બીજ ભીનું થાય ને ફણગો ફૂટે,
એમ મારી આંખને દૃશ્યો ફૂટે!

માના સપનાને મળે પાંખો નવી,
દીકરાને મૂછનો દોરો ફૂટે!

છોડ સાથે પીંછું મેં વાવી દીધું,
શક્ય છે કે ડાળને ટહુકો ફૂટે!

એમ સપનું સ્હેજમાં તૂટી ગયું-
જેમ અડતાંવેંત પરપોટો ફૂટે.

એ પછી બહુ જોખમી થઈ જાય છે,
માનવી કે કાચ જો અડધો ફૂટે.

મારા લોહીનું એ ગુજરાતીપણું,
ટેરવાની ટોચ ૫૨ કક્કો ફૂટે!

– શબનમ ખોજા

આખી ગઝલ સંઘેડાઉતાર પણ આપણે કેવળ મત્લાની વાત કરીએ. મત્લા વાંચીએ અને જૉન કિટ્સ યાદ આવે: “If poetry comes not as naturally as leaves to a tree, it had better not come at all.” (જે સાહજિકતાથી ઝાડને પાંદડાં ફૂટે, એ જ રીતે કવિતા આવતી ન હોય તો બહેતર છે કે એ આવે જ નહીં.) અહીં જો કે વાત અલગ છે. અહીં બીજમાંથી ફણગો ફૂટે એ સાહજિકતાથી આંખોને દૃશ્યો ફૂટવાની વાત છે, જો કે ભીનું શબ્દ ચૂકી જવાય તો આખો શેર હાથમાંથી સરી જવાની ભીતિ પણ રહે છે. આખો શેર આ એક શબ્દના જોર પર ઊભો રહ્યો છે. બીજ ભીનું થાય અને ફણગાય એ રીતે આંખ ભીની થાય ત્યારે જાણે કે આંખ ફણગાય છે. આંખ ભીની થતાવેંત આંખ ભીની થવા પાછળનાં કારણો આંખ સમક્ષ આવી જાય છે…

30 Comments »

  1. સુનીલ શાહ said,

    July 28, 2022 @ 11:20 AM

    ઉમદા અભિવ્યક્તિ

  2. કમલ પાલનપુરી said,

    July 28, 2022 @ 11:27 AM

    વાહહહહ
    આખીય રચના લાજવાબ…
    ખૂબસરસ…

  3. Beena Goswami said,

    July 28, 2022 @ 11:32 AM

    ખૂબ સુંદર રચના.

  4. અરવિંદ ગડા said,

    July 28, 2022 @ 11:34 AM

    પાચમો શેર અદ્ભૂત છે, આજની રીબાવનારી માંદગીના સંદર્ભમાં. આ જ ચર્ચા ઘરમાં ચાલે છે અને ઘરનું વાતાવરણ પણ બોઝીલ છે. માણસને મોત આંબી જાય તે તો નસિબદાર, પણ, અડધો ફુટે ત્યારે? આજની ડોક્ટરી વિદ્યા દરદીને સુખેથી જીવવા ય ન દે અને મરવા તો ન જ દે તેની અને તેના પરિવારની વ્યથા શબનમ ખોજાએ આબેહૂબ વર્ણવી છે. સરસ ગઝલ.

  5. લવ સિંહા said,

    July 28, 2022 @ 12:34 PM

    વાહ

  6. રાધિકા ઠક્કર said,

    July 28, 2022 @ 12:45 PM

    ખૂબ જ સુંદર રચના… એ પછી બહુ જોખમી થઈ જાય માણસ કે કાચ જો અડધો ફૂટે… …. જબરદસ્ત

    As Always.. શબનમ 👌👌

  7. દક્ષા સંઘવી said,

    July 28, 2022 @ 1:46 PM

    વાહહ સરસ ગઝલ

  8. રવિ દવે 'પ્રત્યક્ષ' said,

    July 28, 2022 @ 1:58 PM

    ખૂબ સરસ ગઝલ…

  9. મોહંમદ હનીફ ખત્રી said,

    July 28, 2022 @ 2:05 PM

    માં ના સપના ને મળે પાંખો નવી…….
    અદભુત અવલોકન છે. 👍🏻🙏🏻✅

  10. Aasifkhan.aasir said,

    July 28, 2022 @ 2:30 PM

    Khub saras

  11. હસમુખ અબોટી 'ચંદન' said,

    July 28, 2022 @ 2:39 PM

    શબનમી ગઝલ કાબિલે દાદ છે. પ્રત્યેક શેર ચમત્કૃતિ સર્જે છે. વાહ, આનંદ ભયો.

  12. HINA JANI said,

    July 28, 2022 @ 2:49 PM

    સકારાત્મક – નકારાત્મક અનુભૂતિનું સુંદર મિશ્રણ… 👍👌

  13. DILIPKUMAR CHAVDA said,

    July 28, 2022 @ 2:50 PM

    વાહ બધા શેર અદ્ભુત થયા છે…

  14. Naseem Khoja said,

    July 28, 2022 @ 2:58 PM

    વાહ ખુબ સરસ

  15. Shah Raxa said,

    July 28, 2022 @ 3:17 PM

    વાહ..વાહ..ખૂબ સરસ..

  16. Harihar Shukla said,

    July 28, 2022 @ 3:36 PM

    સરસ ગઝલ 👌

  17. Param palanpuri said,

    July 28, 2022 @ 3:45 PM

    વાહ! જોરદાર ગઝલ.

  18. Pravin Shah said,

    July 28, 2022 @ 3:48 PM

    વાહ ! વાહ ! અને વાહ !

  19. મયૂર કોલડિયા said,

    July 28, 2022 @ 4:55 PM

    ખૂબ સુંદર ગઝલ…. દરેક શેર પર વાહ…

  20. pragnajuvyas said,

    July 28, 2022 @ 5:19 PM

    સરસ ગઝલ
    સરસ આસ્વાદ

  21. PAYEL RAJESH M said,

    July 28, 2022 @ 5:53 PM

    ખુબજ સરસ

  22. Poonam said,

    July 28, 2022 @ 6:10 PM

    “ બીજ ભીનું થાય ને ફણગો ફૂટે,
    એમ મારી આંખને દૃશ્યો ફૂટે ! “ kyaa baat !
    – શબનમ ખોજા –

    Aaswad mast !

  23. PATEL RAJESHKUMAR M said,

    July 28, 2022 @ 8:45 PM

    ખૂબ ખૂબ અભિનંદન કવિતા માટે ખુબજ સરસ

  24. Dr. Bhuma Vashi said,

    July 28, 2022 @ 9:39 PM

    Beautiful Ghazal and aswaad. Kya baat…

  25. Anjana Bhavsar said,

    July 28, 2022 @ 10:42 PM

    મસ્ત ગઝલ..ખૂબ ગમતા કવયિત્રીની

  26. Sharmistha said,

    July 28, 2022 @ 11:06 PM

    ખૂબ સુંદર ગઝલ

  27. શબનમ ખોજા said,

    July 29, 2022 @ 12:11 PM

    લયસ્તરો, આદરણીય વિવેકસર અને સર્વે મિત્રો તેમજ વડીલોનો ખૂબ ખૂબ આભાર 💐🙏💐

  28. દક્ષા મહેશ્વરી said,

    July 29, 2022 @ 8:43 PM

    વાહ… ખુબ સુંદર ગઝલ… બધા જ શેર કાબિલેદાદ છે….

  29. Dr Sejal Desai said,

    July 30, 2022 @ 10:26 AM

    વાહ..ખૂબ સરસ ગઝલ….

  30. લલિત ત્રિવેદી said,

    August 4, 2022 @ 9:47 PM

    સરસ ગઝલ…. વાહ વાહ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment