ગીતને તું સાંભળે પૂરતું નથી?
વાયરા લખતા નથી કાગળ ઉપર
– સ્વાતિ નાયક

(જીવન છે) – મયૂર કોલડિયા

મંજિલો નહીં પ્રવાસ જીવન છે,
માર્ગની આસપાસ જીવન છે.

તૃપ્ત થઇ જાવ તો મજા ન રહે,
જ્યાં સુધી છે આ પ્યાસ, જીવન છે.

અંતે જળ હાથ લાગવાનું નથી,
ઝાંઝવાની તપાસ જીવન છે.

મૃત્યુ નિશ્ચિત છે -જીવ જાણે છે
તોય જીવનની પ્યાસ! જીવન છે

સુખની જેમ જ જે દુઃખને ઉજવે છે,
એમને બારેમાસ જીવન છે.

આખરે એટલું સમજ આવ્યું,
ફળ નહીં પણ પ્રયાસ જીવન છે

શક્યતાના તું દ્વાર ખોલી દે
આવશે જે ઉજાસ, જીવન છે.

-મયૂર કોલડિયા

જીવન વિશે તો સંતો, મહાપુરુષો, વિચારકો ગ્રંથોના ગ્રંથ લખી ગયા છે, પણ તોય જીવન વિશે જાણવામાં કઈં ને કઈં બાકી જ રહી જતું હોવાનું અનુભવાતું રહે છે. પ્રત્યક્ષ પળેપળ અનુભવાતું હોવા છતાં જીવન કદીય પૂરેપૂરો ન ઉકેલાય એવો કોયડો જ છે. એટલે જ કવિઓ જીવન વિશે ગાતા અટકતા નથી…

મત્લા જ કેવો અદભુત! જીવનમાં સઘળા ઉધામા મંજિલ મેળવવા માટેના છે પણ મંજિલ મળતાવેંત થાકી જવાય છે. પ્રગતિની ઈચ્છા અવસાન પામે છે. વાત નવી નથી પણ કવિની માવજત કમાલ છે. ખરું જીવન મંજિલ માં નથી, પ્રવાસમાં – માર્ગમાં છે. બીજો શેર પણ આ જ વાતનું પુનર્કથન છે પણ ફરી એકવાર અભિવ્યક્તિની તરેહ કાબિલે દાદ થઈ છે. પ્યાસ હશે ત્યાં સુધી જ જળપ્રાપ્તિની કિંમત રહેવાની. પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે? કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે. લ્યો સાહેબ, જુઓ તો જરા ! ત્રીજો શેર પણ પહેલા બે શેરની જ પ્રતિકૃતિ નથી ? મંજિલ મળી જવાનો અહેસાસ કેવળ ભ્રમણા છે… જીવન આખું મૃગજળ ફંફોસવામાં જ વ્યય થઈ જાય છે. બધા જ શેર ઉત્તમ થયા છે પણ ક્યાંક તો અટકવું પડશે ને….!

26 Comments »

  1. Sandip Pujara said,

    May 14, 2022 @ 8:59 AM

    વાહ કવિ… બહુ સરસ…

  2. Chirag Amipara said,

    May 14, 2022 @ 9:05 AM

    અરે પણ…જીવનમાં મોજ લાવી દીધી…

  3. Harihar Shukla said,

    May 14, 2022 @ 9:07 AM

    અફલાતૂન મત્લા! મંજિલ પહોંચ્યા કે (જીવનનો) પ્રવાસ પૂરો, જીવન તો રસ્તાની (જીવાતી ક્ષણોની) આસપાસ જ છે, માણી લેવા માટે. Hats off Sir👌

  4. Harihar Shukla said,

    May 14, 2022 @ 9:10 AM

    જીવન એટલે જ એક મુસલસલ ગઝલ💐

  5. Chirag shah said,

    May 14, 2022 @ 9:19 AM

    બહુ જ સરસ ભાઈ, જીવન સમજણ….સફર કરતા રહો…..

  6. Meet said,

    May 14, 2022 @ 9:26 AM

    Just like a peacock..Mayur..keep it up!!

  7. Krishna Mehta said,

    May 14, 2022 @ 9:37 AM

    બહુ સરસ…

  8. HKPatel said,

    May 14, 2022 @ 9:44 AM

    Mayur
    This one of the best from your creation. You are reaching greater height in your deep thinking.

  9. Hardik gamit said,

    May 14, 2022 @ 9:59 AM

    અદ્ભૂભૂત કવ્ય રચના.. જીવનની વાસ્તવિકતા નો પરિચય આપતી રચના.. ખૂબ સુંદર

  10. Jayshree Bhakta said,

    May 14, 2022 @ 10:23 AM

    Amazing…

  11. Naresh Kapadia said,

    May 14, 2022 @ 10:23 AM

    પૂર્ણ રીતે સહમત કવિ. આપણે મંઝીલ પાછળ એટલાં ઘેલા બનીએ છીએ કે સફરની મઝા ચૂકી જઈએ છીએ. થોડાં ધીમા પાડીને જીવન કાવ્યને સમજીએ, તેની તરજ ગુનગુનાવીએ.. સરસ રચના..

  12. Poonam said,

    May 14, 2022 @ 10:55 AM

    મંજિલો નહીં પ્રવાસ જીવન છે,
    માર્ગની આસપાસ જીવન છે… Sanatan Satya !
    -મયૂર કોલડિયા –
    Aaswad 👌🏻

  13. Varij Luhar said,

    May 14, 2022 @ 11:14 AM

    જીવન વિશે સરસ નિદાન

  14. આનંદ કોલડિયા said,

    May 14, 2022 @ 11:27 AM

    વાહ મયુરભાઈ 👌👌👌

  15. રિયાઝ લાંગડા (મહુવા). said,

    May 14, 2022 @ 2:15 PM

    વાહ…..ખૂબ સરસ ગઝલ👌👌

  16. જયેશ ધારીયા said,

    May 14, 2022 @ 6:25 PM

    વાહ… ખુબ સરસ રચના.., જીવન શું છે.. જીવનની કેટલી બધી ફિલસૂફી એક રચનામાં આવરી લીધી..
    ઓ હો.. અદભૂત

  17. જય કાંટવાલા said,

    May 14, 2022 @ 6:29 PM

    Waah

  18. pragnajuvyas said,

    May 15, 2022 @ 12:05 AM

    કવિશ્રી મયૂર કોલડિયાની સુંદર ગઝલ
    ડૉ વિવેકના સ રસ આસ્વાદમા લખ્યું છે-‘ મત્લા જ કેવો અદભુત! જીવનમાં સઘળા ઉધામા મંજિલ મેળવવા માટેના છે’
    સાચી મજા મંજિલની નહીં, પણ સફરની હોય છે. મંજિલ પહેલાં જેટલા મુકામ આવે છે, એ જ જિંદગીના ઉમદા અનુભવો છે. માગો એ મળી જાય એ વ્યક્તિને નસીબદાર સમજી લેવાની ભૂલ કરવા જેવું નથી. એ કદાચ કમનસીબ હોય છે. ઇચ્છાઓ ફટ દઈને પૂરી થઈ જાય તો કોઈ રોમાંચ રહેતો નથી. તરસ લાગી હોય ત્યારે જ પાણી વધુ મીઠું લાગે છે. તરસ જેટલી તીવ્ર, તૃપ્તિ એટલી વધુ. જમવાની મજા ભોજન કરતાં ભૂખમાં વધુ છે. જિંદગીમાં તરસ અને તડપ ઉગ્ર અને સક્રિય રહેવી જોઈએ. જિંદગીમાં યોગ્ય સમયે જ યોગ્ય વસ્તુ અને સફળતા મળે એમાં મજા છે.
    કોઈ પણ સફળ માણસને પૂછશો તો ખબર પડશે કે એ ધીમે ધીમે જ આગળ વધ્યો અને અહીં સુધી પહોંચ્યો છે. સપનાને સાકાર થતાં જોવાની પણ એક અનોખી મજા છે. આપણને એવું લાગવું જોઈએ કે મેં એક એક પળ જીવી છે. મારા સંઘર્ષને મેં જીવ્યો છે. સફળ થઈ ગયા પછી જેની પાસે કહેવા માટે જે કથાઓ હોય છે એ કથા જ તેની કક્ષા બતાવતી હોય છે.
    મજા આ સ્થળે પહોંચી જવામાં નથી, મજા આ સ્થળ સુધી પહોંચવામાં છે. જે સૌંદર્ય છે એ તો છવાયેલું છે, એ અનુભવવા માટે તો એની નજીકથી પસાર થવું પડે. મજા માત્ર ફરવાની કે જોવાની નથી, મજા લોકોની સંવેદનાને નિહાળવાની છે.

  19. preetam lakhlani said,

    May 15, 2022 @ 11:43 PM

    ઘણી સરસ નવોદિતની ગઝલ મુકો છો, ખુશી આનંદ થાય છે, ગમે છે રોજ ડાળમાં નવા ફૂલ જોવા!

  20. વિવેક said,

    May 16, 2022 @ 11:41 AM

    પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…

  21. જયેન્દ્ર ઠાકર said,

    May 18, 2022 @ 3:09 AM

    સરસ ગઝલ છે! આ સાથે ન.ભો. દિવેટીયાની બે પંકતિ યાદ આવી ગઈ…
    છે આશામાં મધુર સુખ તે ત્રુપ્તિમાં કેમ છેના
    નેતોયે સઉ મનુજ ધરતાં ત્રુપ્તિની કેમ આશ?
    તો વળી “ફળ નહીં પણ પ્રયાસ જીવન છે”…આ વાત ગીતાના સંદેશની યાદ આપે છે!..कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन.
    અંતે જેમ વિ.ટે. કહ્યું…પણ ક્યાંક તો અટકવું પડશે ને….પણ ગઝલ કહે છે…મંજિલો નહીં પ્રવાસ જીવન છે.

  22. shriya said,

    May 18, 2022 @ 4:41 AM

    અદ્ભભુત!! મંજિલો નહીં પ્રવાસ જીવન છે,
    માર્ગની આસપાસ જીવન છે.

    તૃપ્ત થઇ જાવ તો મજા ન રહે,
    જ્યાં સુધી છે આ પ્યાસ, જીવન છે.

    અંતે જળ હાથ લાગવાનું નથી,
    ઝાંઝવાની તપાસ જીવન છે.

  23. Vineschandra Chhotai 🕉 said,

    May 18, 2022 @ 5:47 AM

    Mayurbhai
    સરસ congratulations

    Enjoyed 😉 very nice presentations
    Keep it up

  24. dilip shah said,

    May 18, 2022 @ 7:26 AM

    પળ પળ જીવી લેવામાં જ જીવન છે.
    જે આવે જીવન માં તેને સ્વીકારી લેવાનું.
    પ્રયત્નો ને માણતા રેહવાનું.
    ….અદભુત !! મયુરભાઈ,સરળ શબ્દો માં સાચી સમજણ.!
    ..ખૂબ ખૂબ અભિનંદન !!

  25. મયૂર કોલડિયા said,

    May 22, 2022 @ 9:04 PM

    આટલા સરસ આસ્વાદ માટે વિવેકભાઈ અને પ્રતિભાવ પાઠવનાર તમામનો આભાર….

  26. GIRISH POPAT said,

    August 24, 2022 @ 3:22 PM

    khub saras mayur bhai

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment