પ્રેમ-સરિતાના તરવૈયા જાણે છે એ ભેદ વધારે;
આછું પાણી નાવ ડુબાડે, ઊંડું પાણી પાર ઉતારે.
શૂન્ય પાલનપુરી

(પી જાઉં) – રશીદ મીર

જામની ખાલી ક્ષણને પી જાઉં,
આમ, તારા સ્મરણને પી જાઉં.

હું ચસોચસ પીવાનો આદી છું,
બુંદ હા કે ઝરણને પી જાઉં.

મારા હોવાપણામાં તું રજરજ,
તારા એક એક કણને પી જાઉં.

જેમાં તારા બદનની ખુશબૂ હો,
એવા વાતાવરણને પી જાઉં.

તે જે મળવાની શકયતા આપી,
એવા પ્રત્યેક પણને પી જાઉં,

ઝાંઝવાને નીચોવી જાણું છું,
‘મીર’ ધગધગતા રણને પી જાઉં.

– રશીદ મીર

સાચે જ કોઈ ચસોચસ પીવાના આદીની ગઝલ… એક-એક શેર આકંઠ પી જવા ગમે એવી…

4 Comments »

  1. હરીશ દાસાણી. said,

    September 4, 2021 @ 6:17 AM

    ખૂબસૂરત નશીલી ગઝલ

  2. - સિકંદર મુલતાની said,

    September 4, 2021 @ 8:09 AM

    ‘હું ચસોચસ પીવાનો આદી છું,
    બુંદને..’ને ઝરણને પી જાઉં!’
    શે’ર વિશેષ ગમ્યો..

  3. pragnajuvyas said,

    September 4, 2021 @ 9:45 AM

    જામની ખાલી ક્ષણને પી જાઉં,
    આમ, તારા સ્મરણને પી જાઉં.
    મસ્ત મત્લા
    સ રસ ગઝલ
    યાદ
    ખાતો પિતો રે’જે મારા વાલા ,
    તેજી મન્દી તો આઇવા કરે

  4. Jay said,

    September 4, 2021 @ 12:46 PM

    ઝાંઝવાને નીચોવી જાણું છું,
    ‘મીર’ ધગધગતા રણને પી જાઉં.
    લાજવાબ, બેમીશાલ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment