(ટહુકામાં એની ટપાલ) – મયૂર કોલડિયા
એના ઘરેથી એક પંખી આવ્યું છે લઈ ટહુકામાં એની ટપાલ,
સહેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ.
રેતીને થાય કે હું અક્ષર થઈ જાઉ અને ફળિયાને થાય કે હું કાગળ,
ટહુકાને થાય કે હું મૂંગે મો નીકળી જાઉં અર્થોની ભીડમાંથી આગળ.
ટહુકાનો મતલબ જ્યાં મારામાં ઉતર્યો ત્યાં મારાયે ગાલ લાલ લાલ….
સહેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ
આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, એને ક્યાં સૂંઘી શકાય છે!
ટહુકાનો અર્થ આમ ઇન્દ્રિયાતીત તોય મારામાં ઉતરતો જાય છે.
ટહુકાવું કાંઈ નથી ઘટનાનું નામ, અલ્યા ટહુકો તો વાલમનું વ્હાલ….
સહેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ
– મયૂર કોલડિયા
સદીઓ પહેલાં કવિ કાલિદાસે વાદળ મારફતે પ્રિયાને સંદેશો મોકલાવ્યો હતો. આજે પ્રિયાના ઘરેથી એક પંખી ટહુકામાં એની ટપાલ લઈને આવ્યું છે અને એક ટહુકા માત્રમાં ફળિયાની રેતી રેતી મટીને પ્રણયફાગનો ગુલાલ બની ગઈ. આખું ફળિયું પ્રિયજને પાઠવેલ પત્ર બની ગયું છે અને ગુલાલ જેવી રેતી એમાં અક્ષરો થઈને સોહી રહી છે. રેતી અક્ષરો બની જાય તો લખાણ કેવું ભીડભાડવાળું બની જાય! પણ આ તો પ્રેમનો ટહુકો છે, એ શબ્દો અને અર્થથી આગળ અહેસાસ સુધી પહોંચે છે. અને પ્રેમનો મતલબ સમજાતાવેંત લાલિમા પ્રસરી જાય છે. ટહુકો ઇન્દ્રિયગમ્ય છે પણ એનો અર્થ તો ઇન્દ્રિયાતીત જ ને?! આ ઘટના ઘટમાં ઊતરે એ જ સાચું વહાલ… સાચો પ્રેમ…
સુનીલ શાહ said,
April 24, 2021 @ 3:29 AM
બહુ મજાનું ગીત.
કવિને અભિનંદન
Lata Hirani said,
April 24, 2021 @ 3:39 AM
સરસ મજાનું ગીત
Guman said,
April 24, 2021 @ 3:41 AM
Wah mayurbhai
કિશોર બારોટ said,
April 24, 2021 @ 3:49 AM
મસ્ત, મજાનું ગીત.
કવિને અઢળક અભિનંદન 🌹
Ankit kamani said,
April 24, 2021 @ 3:51 AM
Khub j umda
Khub j prasansniy rachana
Khub lakhta raho khub agal vadho
Hardik-The Artist said,
April 24, 2021 @ 3:55 AM
વાહ..! ખૂબ સરસ અને સુંદર શબ્દોનો અને લાગણીઓનો ગુલાલ… વાહ મયુરભાઈ…!
Sandip Pujara said,
April 24, 2021 @ 4:14 AM
વાહ ….ટહુકો તો વાલમનું વ્હાલ… ક્યા બાત
Anjana bhavsar said,
April 24, 2021 @ 4:20 AM
વાહ..સરસ ગીત..અભિનંદન મયુરભાઈ
Jayant Dangodara said,
April 24, 2021 @ 4:24 AM
Wah… Abhinandan
JAY said,
April 24, 2021 @ 4:39 AM
વાહ મયુરભાઈ મજાનુ ગીત
મયૂર કોલડિયા said,
April 24, 2021 @ 4:41 AM
સૌ કવિમિત્રોનો ખૂબ ખૂબ આભાર….
Harihar Shukla said,
April 24, 2021 @ 4:48 AM
ઓહો!👌
ટહુકો ને ટહુકામાં “એની” ટપાલ 👌💐
Axita said,
April 24, 2021 @ 4:52 AM
વાહ… સરસ મજાનો ટહુકો છે મયુર ભાઈ
Kavita shah said,
April 24, 2021 @ 5:12 AM
વાહ ખૂબ સરસ
Poonam said,
April 24, 2021 @ 5:22 AM
ટહુકાવું કાંઈ નથી ઘટનાનું નામ, અલ્યા ટહુકો તો વાલમનું વ્હાલ….
સહેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ
– મયૂર કોલડિયા – Waah re Vahaal…!
Kajal said,
April 24, 2021 @ 5:53 AM
વાહહ ટહુકાએ તો કમાલ કરી મજાનું ગીત…અભિનંદન 💐
Pravin Shah said,
April 24, 2021 @ 7:22 AM
આટલા સરસ ટહુકા પચ્હિ ………. ???????
DILIPKUMAR CHAVDA said,
April 24, 2021 @ 8:44 AM
મસ્ત મજાનું ગીત
અભિનંદન મયૂર
DILIPKUMAR CHAVDA said,
April 24, 2021 @ 8:45 AM
મસ્ત મજાનું ગીત
રેતીને થાય કે હું અક્ષર થઈ જાઉ અને ફળિયાને થાય કે હું કાગળ
વાહ વાહ કવિ
અભિનંદન મયૂર
pragnajuvyas said,
April 24, 2021 @ 9:59 AM
એના ઘરેથી એક પંખી આવ્યું છે લઈ ટહુકામાં એની ટપાલ,
સહેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ.
સાંપ્રત સમયે આવી ઘટનાએ આનંદ આનંદ થાય
ખૂબ સ રસ
ધન્યવાદ કવિશ્રી મયૂર કોલડિયા અને ડૉ વિવેક આસ્વાદ માટે
મિત્ર રાઠોડ said,
April 24, 2021 @ 12:16 PM
વાહ ખૂબ સરસ
અભિનંદન મ્યુરભાઈ
💐💐💐💐💐
praheladbhai prajapati said,
April 24, 2021 @ 7:05 PM
વાહ વાહ તહુકામા રેતિ ગુલાલ્
Maheshchandra Naik said,
April 25, 2021 @ 10:50 PM
સરસ ગીત, કવિશ્રીને અભિનદન,
આસ્વાદ પણા એટલો જ સ-રસ….