ગઝલ – પંકજ વખારિયા
(‘લયસ્તરો’ માટે ફરી એકવાર પંકજ વખારિયાના હસ્તાક્ષરમાં એક અક્ષુણ્ણ ગઝલ)
*
છીએ પરસ્પર સૌ નિર્ભર,
આપ, અમે ને સચરાચર
ઊઠે શ્વાસો ને સંયોગ
છંદોના પર્ણે મર્મર
શબ્દો સ્વાહા સ્વાહા થાય
કાગળ પ્રગટ્યો વૈશ્વાનર
ઝૂક, બરાબર ઝૂક અને –
સાંભળ કીડીનાં ઝાંઝર
મારો ‘હું’ પોઢી જાશે
તું વિસ્તર ને થા બિસ્તર
– પંકજ વખારિયા
પંકજની ગઝલો અમરપટો લખાઈને આવેલી ગઝલો છે. દરરોજ એક નવો ગઝલકાર ગુજરાતી કાગળ પર ફર્લાંગ ભરવી શરૂ કરે છે પણ મોટાભાગના સમયની ખીણમાં લુપ્ત થઈ જશે. પંકજ આ આખી ભીડમાં એક સુખદ અપવાદ છે. એની ગઝલો લોકો સુધી પહોંચે એ માટે આજે મિત્રોએ એને ધક્કો મારવો પડે છે પણ એટલું નક્કી છે કે આ ગઝલો એકવાર લોકો સુધી પહોંચી જશે પછી એ પંકજ પાસે નહીં આવે… એ લોકોની બની જશે!!
હેમંત પુણેકર said,
October 8, 2010 @ 2:44 AM
સુંદર ગઝલ! બધા શેર ગમી ગયાં.
પંકજભાઈની ગઝલોમાં રૂપકોની તાજગી અને કલ્પનોનું નાવિન્ય ઊડીને આંખે વળગે છે.
બીજા શેરમાં “છંદાસિ યસ્ય પર્ણાનિ મારફતે” ગીતાનો ગઝલ પ્રવેશ થયો એમ કહેવું પડે. મનોજ ખંડેરિયાની એક ગઝલનો મત્લા પણ ઉર્ધ્વમૂલઃ પર આધારિત હોવાનું યાદ આવે છે.
પંકજભાઈને અભિનંદન!
desigujju said,
October 8, 2010 @ 6:02 AM
hello editor,
kem cho?
hu desigujju boy chu http://www.desigujju.com mathi…aathi vishesh ma apne janavanu ke ame darvakhat ni jem aa vakhate pan live garba sponser karel che.
ame online garba amara videsh ma vasta bhaio ke je navaratri ne miss kare che temna mate kariye chiye.amaro ekaj snkalp che ke ame aapni gujarati sanskruti ne pan online thi felava mangiye chiye.
ame live garba karva vada pehla chiye..amaro concept gaya varshe ghana media vada e nondh lidhi hati…jem ke “divya bhaskar”, “sandesh”,”ahmedabad mirror”.je article tamne amari site na media room ma jova malse…ame dar vakhate kaik navu karvano prayatna kariye che….bija badha loko have live karta thaya che pan ame aa vakhate navi technology thi work kariye che.ame amara potana server paraj ene telecast kariye che….aa rite ahmedabad ane teni ajubaju na vistar ma amari company pehli che ke je aa rite concept laya chiye…
“”narendra modi” saheb shri e pan amari nondh lidhi hati ane emna tarafthi amne aprreciate karvama avya hata.kemke gamdao ma,ke jya internet bahuj ocha prman ma hoy che ane ame tya live garba karvano sahas sau pehla karelo hato..
aa sathe hu apne etluj keva mangu chu ke aap amara kam ni nondh lo ane videsh ma vasta apna gujarati bhaio ne navaratri ni maja manvano moko apso….
aap thaki hu etluj kahu chu ke ,aap shrii amne support karo.ane amri fakt ek article aap apni website par tatha apna newspaper ma pragat karo ane swarnim gujarat ne aagad vadhvama madad karso…
jay jay garvi gujarat
jay gujarat.
from,
desigujju boy
(www.desigujju.com)
pragnaju said,
October 8, 2010 @ 7:56 AM
ઊઠે શ્વાસો ને સંયોગ
છંદોના પર્ણે મર્મર
શબ્દો સ્વાહા સ્વાહા થાય
કાગળ પ્રગટ્યો વૈશ્વાનર
ખૂ બ સુંદર
સ્વાહા શબ્દનો અર્થ છે સુ+ આ+હા, એટલે કે સારા લોકોને આપવામાં આવ્યું. અગ્નિ પ્રગટાવી તેમાં ઘી અને ફળોની આહુતિ આપવામાં આવે છે. દેવતાઓના નામના ઉચ્ચારણની સાથે પાછળ સ્વાહા બોલવામાં આવે છે. જેમ કે ઇન્દ્રાય સ્વાહા, આમ બોલવા પાછળનો હેતુ એ છે કે હવન કુંડમાં હોમવામાં આવેલી તમામ સામગ્રી ઇન્દ્ર દેવતાને ધરવામાં આવી રહી છે.
pragnaju said,
October 8, 2010 @ 7:57 AM
ઊઠે શ્વાસો ને સંયોગ
છંદોના પર્ણે મર્મર
શબ્દો સ્વાહા સ્વાહા થાય
કાગળ પ્રગટ્યો વૈશ્વાનર
વાહ
તો સ્વાહા શબ્દનો અર્થ છે સુ+ આ+હા, એટલે કે સારા લોકોને આપવામાં આવ્યું. અગ્નિ પ્રગટાવી તેમાં ઘી અને ફળોની આહુતિ આપવામાં આવે છે. દેવતાઓના નામના ઉચ્ચારણની સાથે પાછળ સ્વાહા બોલવામાં આવે છે. જેમ કે ઇન્દ્રાય સ્વાહા, આમ બોલવા પાછળનો હેતુ એ છે કે હવન કુંડમાં હોમવામાં આવેલી તમામ સામગ્રી ઇન્દ્ર દેવતાને ધરવામાં આવી રહી છે.
rekha sindhal said,
October 8, 2010 @ 10:15 AM
સુઁદર ગઝલ માટે ખરેખર ધન્યવાદ !
Bharat Trivedi said,
October 8, 2010 @ 11:07 AM
શબ્દો સ્વાહા સ્વાહા થાય
કાગળ પ્રગટ્યો વૈશ્વાનર
સાવ સરળ જણાતી વાત અહીં એટલી સરળ છે ખરી? મનહર મોદીનો એક શેર યાદ આવે છેઃ
હું ક્યાં ? હું ક્યાં ? શબ્દ પૂછે છે
અર્થો કહે છેઃ આગે આગે
-ભરત ત્રિવેદી
ધવલ said,
October 8, 2010 @ 5:45 PM
ઊઠે શ્વાસો ને સંયોગ
છંદોના પર્ણે મર્મર
– સરસ !
વિહંગ વ્યાસ said,
October 9, 2010 @ 5:05 AM
સાદ્યંત સુંદર ગઝલ. કીડીનાં ઝાંઝરે કબીરની યાદ અપાવી.
preetam lakhlani said,
October 9, 2010 @ 11:22 AM
તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી,
કાવ્યોને મારા જાણે પવન-પાવડી મળી.
વિવેક મનહર ટેલર
સરસ્….બહુજ સરસ્…………..
Nayan Shah (Anami) said,
October 11, 2010 @ 1:16 PM
મારો ‘હું’ પોઢી જાશે
તું વિસ્તર ને થા બિસ્તર
ક્યા બાત હૈ…
Pinki said,
October 12, 2010 @ 12:13 PM
અદ્…ભૂત !
ઇન્દુ શાહ said,
October 16, 2010 @ 6:57 PM
સ્ંદર ગઝલ
ઝુક બરાબર ઝુક્
સાંભળ કીડીના ઝાંઝર્
મારો હું પોઢિ જાસે
તુ વિસ્તર ને થા બિસ્તર
ઇન્દુ