સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
બેફામ

વચ્ચે – પ્રશાંત સોમાણી

કોણ પડે ઝઘડાની વચ્ચે?
સત્ય અને ભ્રમણાની વચ્ચે.

સાચું પણ દેખાશે તમને,
શંકા ને અફવાની વચ્ચે.

કંકર ને શંકર છે એક જ,
ફર્ક પડે શ્રદ્ધાની વચ્ચે.

પોતાને ભીતર શોધું ત્યાં,
દેખાયો રસ્તાની વચ્ચે.

બહુ મોટું અંતર છે, વ્હાલા,
કરશું ને કરવાની વચ્ચે

– પ્રશાંત સોમાણી

ટૂંકી બહેર અને ટૂંકી ગઝલ. પણ બધા જ શેર દમદાર. સાચું શું છે અને ભ્રમણા શી છે એના ટંટામાં પડ્યા વિના જીવન જીવી લેવામાં જ ખરી મજા છે. હજાર શંકાઓ અને અફવાઓની વચ્ચે પણ સત્ય છૂપાવ્યું છૂપાતું નથી, એ નજરે ચડે જ છે. કંકર અને શંકરની વચ્ચે એકમાત્ર ફરક શ્રદ્ધાનો છે. શ્રદ્ધા હોય તો કંકર શંકર છે અને શ્રદ્ધા જ ન હોય એને મન તો શંકર પણ કંકર છે. આખી દુનિયા માણસને પોતાની ભીતર ઉતરીને જોવાની સલાહ આપતી આવી છે પણ કવિ જરા હટ કે ફિલસૂફી લઈ આવ્યા છે. દુનિયાની ચાલે ચાલીને કવિ પોતાને ભીતર શોધવા મથતા હતા ત્યાં જાત તો રસ્તાની વચ્ચે નજરે ચડી. ગઝલનો શેર રેશમ જેવું નાજુક પોત ધરાવે છે. એ બહુ વજનદાર વાત ખમી ન શકે એટલે મોટામાં મોટી વાત પણ ગઝલમાં કહેવી હોય તો નજાકતથી જ કહેવી પડે. આ શેરમાં બે પંક્તિ વચ્ચેના અવકાશમાં દુનિયાની ચાલે ન ચાલીને પોતાનો રસ્તો ખુદ પ્રશસ્ત કરવાની વાતનો રણકો ઊઠતો સંભળાય છે. અને ગઝલનો આખરી શેર પણ અદભુત થયો છે. એના વિશે તો આટલું જ કહી શકાય કે सीधी बात, नो बकवास

30 Comments »

  1. Sandip Pujara said,

    December 17, 2020 @ 12:44 AM

    સરસ – ટૂંકી બહેરમાં સરસ ગઝલ છે 

  2. Harihar Shukla said,

    December 17, 2020 @ 12:50 AM

    વાહ નકરું મોજ 👌

  3. Vipul pandya said,

    December 17, 2020 @ 1:07 AM

    વાહહ PS

  4. Kajal kanjiya said,

    December 17, 2020 @ 1:14 AM

    Wahhh

  5. Dilip Chavda said,

    December 17, 2020 @ 1:15 AM

    બહુ મોટું અંતર છે, વ્હાલા,
    કરશું ને કરવાની વચ્ચે

    બહુ ઉમદા શેર
    આખી ગઝલ ગમી

  6. Bakulesh Desai said,

    December 17, 2020 @ 1:19 AM

    સરસ ગઝલ..સરસ મીમાંસા

  7. Shabnam said,

    December 17, 2020 @ 1:25 AM

    Waaaaah waaaah..

    Khub j saras gazal thai chhe

  8. Poonam said,

    December 17, 2020 @ 1:27 AM

    કંકર ને શંકર છે એક જ,
    ફર્ક પડે શ્રદ્ધાની વચ્ચે….
    Sahaj Sundar 😊

  9. Kiran Chavan said,

    December 17, 2020 @ 2:16 AM

    Saras Gazal

  10. Shah Raxa said,

    December 17, 2020 @ 2:38 AM

    વાહ..ખૂબ સુંદર ગઝલ..

  11. મુકેશ પરમાર "મુકુંદ" said,

    December 17, 2020 @ 3:18 AM

    અદભૂત ગઝલ…

    છેલ્લો શેર….તો👌

  12. નેહા પુરોહિત said,

    December 17, 2020 @ 3:19 AM

    વાહ… કંકર શંકર પણ મસ્ત શેર છે.. મસ્ત ગઝલ…

  13. મિત્ર રાઠોડ said,

    December 17, 2020 @ 3:21 AM

    આહા મજેદાર ગઝલ

  14. Aasifkhan said,

    December 17, 2020 @ 3:39 AM

    વાહ સરસ ગઝલ થઈ છે

  15. મયંક ત્રિવેદી said,

    December 17, 2020 @ 4:16 AM

    અમને તો સત્ય અને સાચું જ દેખાય છે, કોઈ ભ્રમણા નથી 👍🙏
    ખૂબ ખૂબ અભિનંદન 👍🙏

  16. Hiteshkumar 'Tapsvi' said,

    December 17, 2020 @ 4:45 AM

    વાહ અચ્છી ગઝલ

  17. Bhavesha hardik patelia said,

    December 17, 2020 @ 6:16 AM

    વાહ,ખૂબ સરસ ગઝલ

  18. parulnayak said,

    December 17, 2020 @ 8:05 AM

    ખૂબ સરસ છે! ટૂંકી બહરમાં લખવું એક પડકાર છે ઓછા શબ્દો અને ઊંડી વાત કરવાની હોય છે, કરશું ને કરવાની વચ્ચે! ઉત્તમ છે, કવિ! અભિનંદન!

  19. pragnajuvyas said,

    December 17, 2020 @ 9:25 AM

    ટૂંકી બહેરમાં અદભૂત ગઝલ છે
    બહુ મોટું અંતર છે, વ્હાલા,
    કરશું ને કરવાની વચ્ચે
    વાહ
    ડૉ વિવેકજી કહે છે તેમ સટિક વાત
    सीधी बात, नो बकवास

  20. સુષમ પોળ said,

    December 17, 2020 @ 10:35 AM

    વાહ ! પ્રશાંતભાઈ ખૂબ સરસ રચના
    અભિનંદન 🌹

  21. સુષમ પોળ said,

    December 17, 2020 @ 10:38 AM

    વાહ ! પ્રશાંતભાઈ ટૂંકી બહરની સરસ રચના

  22. preetam lakhlani said,

    December 17, 2020 @ 12:27 PM

    શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’ એટલે
    આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ.
    – ‘શૂન્ય’ પાલનપુરી

  23. Himanshu Jasvantray Trivedi said,

    December 17, 2020 @ 1:41 PM

    બહુ મોટું અંતર છે, વ્હાલા,
    કરશું ને કરવાની વચ્ચે

    ખુબ સરસ્ કોઇએ જુમલા કહેતા કરવુ જોઇએ, Walking the talk is the most difficult thing, talking is very easy. Politicians and those who elect such politicians, note this.

    A very well expressed small poem. Vaah.

  24. Maheshchandra Naik said,

    December 17, 2020 @ 3:55 PM

    સરસ ગઝલ,કવિશ્રીને અભિનદન
    બહુ મોટુ અંતર છે, વ્હાલા,
    કરશું અને કરવાની વચ્ચે, અફલાતુન શેર
    ડો.વિવેક્ભાઈનો આસ્વાદ પણ એટલો જ રસદાયી…..

  25. Kiran Jogidas said,

    December 18, 2020 @ 2:29 AM

    ખૂબ સરસ ગઝલ અને આસ્વાદ પણ

  26. આરતીસોની said,

    December 18, 2020 @ 2:35 AM

    સાચે જ ખૂબજ સુંદર ગઝલ છે
    સીધી બાત નો બકવાસ .. માફક

  27. yogesh shukla said,

    December 18, 2020 @ 10:53 AM

    એક એક શેર દમદાર ,
    વાહ કવિ શ્રી વાહ

  28. LOVE SINHA said,

    December 20, 2020 @ 12:06 AM

    વાહ સરસ ગઝલ છે

  29. Sharmistha. said,

    December 20, 2020 @ 10:04 AM

    વાહ.. વાહ.. ખૂબ જ મસ્ત..👌🏽👌🏽👌🏽

  30. yogesh shukla said,

    December 24, 2020 @ 2:43 PM

    સુંદર ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment