એક ગીત – હેલન મારિયા વિલિયમ્સ (અનુ. વિવેક મનહર ટેલર)
૧
નાના અમથા ખજાનામાંથી,
પ્રિયતમ મારો લાવે શું?
દિલ દઈ દીધું આખું, આથી
વધી અવર વર ભાવે શું?
૨
દિલનો દોલો, એની દોલત
કંપ જગાવે હૈયામાં,
મેં ચાહી’તી ફક્ત મહોબત
દુનિયાનું સુખ માંગ્યું જ્યાં.
૩
કંઈક લાવવા મારા માટે
કાંઠે કાંઠે ભટકે છે,
શાને રખડે ને શા સાટે?
પ્યાર બધાથી હટ કે છે.
૪
ભોંય તળાઈ, સસ્તું ભોજન,
ધન્ય થાય તુજ સોબતથી!
કૃપા નજીવી આ મારે મન,
વધુ છે હર કોઈ દોલતથી.
૫
કરે છે એ સર દુર્ગમ દરિયા,
આંસુ મારાં વૃથા વહે,
દયા હશે શું દ્રોહી લહરમાં,
મુજ ઉર જેમાં વ્યથા લહે?
૬
રાત છે ઘેરી, જળ ઊંડાં છે,
પણ, મોજાં ઊઠે હળવાં:
હાય! રડું હર વાયુલહરે —
છે આંધી મુજ ભીતરમાં.
– હેલન મારિયા વિલિયમ્સ
(અનુ. વિવેક મનહર ટેલર)
પ્રેમથી ચડિયાતી બીજી કોઈ સંપત્તિ છે જ નહીં એ જાણવા છતાં, સમજવા છતાં, ને વારે-તહેવારે બીજાને કહેવા-સમજાવવા છતાં આપણામાંથી મોટાભાગનાનું જીવન ભૌતિક સંપત્તિ પાછળ દોડવામાં જ પૂરું થઈ જતું હોય છે. ‘જગતની સૌ કડીમાં સ્નેહની સર્વથી વડી’ એ વાત પાઠ્યપુસ્તકના પાનાં વળોટીને જીવનપોથીમાં કેમ કદી પ્રવેશતી નથી એને કદાચ યક્ષપ્રશ્ન ગણી શકાય.
રચના સવિસ્તર આસ્વાદ માટે અહીં ક્લિક કરશો : http://tahuko.com/?p=18941
A Song
I
No riches from his scanty store
My lover could impart;
He gave a boon I valued more —
He gave me all his heart!
II
His soul sincere, his generous worth,
Might well this bosom move;
And when I asked for bliss on earth,
I only meant his love.
III
But now for me, in search of gain
From shore to shore he flies;
Why wander riches to obtain,
When love is all I prize?
IV
The frugal meal, the lowly cot
If blest my love with thee!
That simple fare, that humble lot,
Were more than wealth to me.
V
While he the dangerous ocean braves,
My tears but vainly flow:
Is pity in the faithless waves
To which I pour my woe?
VI
The night is dark, the waters deep,
Yet soft the billows roll;
Alas! at every breeze I weep —
The storm is in my soul.
– Helen Maria Williams
pragnajuvyas said,
September 5, 2020 @ 10:09 AM
Helen Maria Williamsનુ A Son મધુરું ગીતનો ડૉ વિવેક દ્વારા સુંદર ભાવાનુવાદ અને અફલાતુન આસ્વાદ
યાદ આવે કવિશ્રી પરમાણંદ મણીશંકર ભટ્ટ ‘ત્રાપજકર’નુ ગીતઃ
સૌથી ઊંચી પ્રેમસગાઈ
પ્રેમ પ્રભુનું મંદિર જાણો
પ્રેમની થઈ છે જીત
મીટ મળી ત્યાં તો અણધાર્યું ચોર્યું મારું ચિત્ત
આપણી છે પરભવની પ્રીત…
હરિહર શુક્લ said,
September 8, 2020 @ 7:06 AM
આકાંક્ષા (કડી ૧ થી ૪) છે પણ આશા (કડી ૫ થી ૬) નથી 👌💐
વિવેક said,
September 8, 2020 @ 9:13 AM
આભાર