દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો;
રહે જો દૃશ્ય એનું એ જ તો બારી નવી નાખો.
ભાવિન ગોપાણી

પહેલી શરત – દક્ષા બી. સંઘવી

હર ઘડી પર કર ખુશીના દસ્તખત,
લાગશે સુંદર પછીથી આ જગત.

દિલ નિરાકારે જુએ આકારને;
શિલ્પી માટે હોય એ પહેલી શરત.

તું સુગંધિત, ફૂલને પીંખ્યા વિના,
હે હવા! હુન્નર તને એ હસ્તગત!

શ્વાસ ઊભા હરક્ષણે તહેનાતમાં,
રાજવી તું, જિંદગી આ સલ્તનત!

વ્યગ્ર થઈને શોધતી’તી હું મને;
આંખ એની આયનો થઈ ગઈ તરત!

કૈં ઉકેલે, કૈં રહસ્યો ગોપવે;
જિંદગી જાણે પુરાણી હસ્તપ્રત!

– દક્ષા બી. સંઘવી

ભીતર ખુશી ન હોય તો જગતમાં કશું પણ સુંદર લાગતું નથી. પણ દિલમાં આનંદ હોય તો દુનિયા આખી ખુબસૂરત લાગે છે એ વાત કવયિત્રીએ કેવી સરસ રીતે રજૂ કરી છે! વધા જ શેર સુંદર અને અર્થગહન થયા છે.

8 Comments »

  1. મયંક પટેલ said,

    April 11, 2020 @ 4:23 AM

    સરસ

  2. JAFFER KASSAM said,

    April 11, 2020 @ 4:30 AM

    .ભીતર ખુશી ન હોય તો જગતમાં કશું પણ સુંદર લાગતું નથી. પણ દિલમાં આનંદ હોય તો દુનિયા આખી ખુબસૂરત લાગે છે.

  3. PALASH SHAH said,

    April 11, 2020 @ 6:15 AM

    સરસ રચના છે
    એકલતા ને એકાન્ત મા બદલનાર

  4. pragnajuvyas said,

    April 11, 2020 @ 9:09 AM

    સુ શ્રી દક્ષા બી. સંઘવીની ધારદાર અને રમણીય ગઝલ .
    અને
    ડો વિવેકનો ભીતરનો ખુશી આપતો આસ્વાદ.
    હર ઘડી પર કર ખુશીના દસ્તખત,
    લાગશે સુંદર પછીથી આ જગત.
    અર્થગહન મત્લા મા સમજાય છે કે દિલમાં આનંદ હોય તો દુનિયા આખી ખુબસૂરત યાદ આવે…
    જાન લગાદી હમને “ખુશી” કો “દસ્તખત” બનાનેમેં….
    ઔર ઝમાના ફીર સે અંગૂઠે પે આ ગયા..
    પણ આ ખુશી માટે
    દિલ નિરાકારે જુએ આકારને;
    શિલ્પી માટે હોય એ પહેલી શરત.
    ખૂબ સુંદર પહેલી શરત અને સહજ સમજાય તેવુ દ્રુષ્ટાંત
    તું સુગંધિત, ફૂલને પીંખ્યા વિના,
    હે હવા! હુન્નર તને એ હસ્તગત!
    વાહ અને
    કૈં ઉકેલે, કૈં રહસ્યો ગોપવે;
    જિંદગી જાણે પુરાણી હસ્તપ્રત!
    અફલાતુન મક્તા ‘…
    ‘રહસ્યો ગોપવે.’ આ ચાલી શકે? અને પ્રેમની પહેલી શરત છે વરસી જવું. ભીતરનો ગોરંભો ખાલી ન કરે અને ચાલી નીકળે એવા પ્રેમસંબંધ કઈ રીતે ‘ચાલી‘ શકે ?

  5. હરિહર શુક્લ said,

    April 12, 2020 @ 7:27 AM

    વાહ વાહ મોજ 👌

  6. Kajal kanjiya said,

    April 13, 2020 @ 5:07 AM

    વાહહહ મજાની ગઝલ

  7. મહેન્દ્ર એસ.દલાલ. said,

    April 13, 2020 @ 10:56 AM

    અતિ સુંદર

  8. Dr Heena Mehta said,

    April 18, 2020 @ 12:20 PM

    ખૂબ મીઠાશ ભરી છે !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment