મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.
વિવેક મનહર ટેલર

હાજર છે – જયંત ડાંગોદરા

પટોળામાં ભરેલી ભાત જેવી રાત હાજર છે,
ત્વચામાં કંઈક ગમતા સ્પર્શનો વૃત્તાંત હાજર છે.

તમારી હાજરી વિના સતત એવું થયા કરતું,
બધાની હાજરી વચ્ચે સતત એકાંત હાજર છે.

નયનમાં ઘેન છે ઘેઘૂર ગળતી રાતના જેવું,
અને સામે લચેલું એક પારિજાત હાજર છે.

પછી આરાધના સઘળીય મેં પડતી મૂકી દીધી,
તમોને જોઈ લાગ્યું કે ખુદાની જાત હાજર છે.

જરા શી આંખ મીંચું ત્યાં જ વચ્ચેથી હટે પડદો,
પછી એવું સતત લાગ્યા કરે, સક્ષાત્ હાજર છે.

– જયંત ડાંગોદરા

‘જરા હટ કે’ બયાનીસભર ગઝલ…

3 Comments »

  1. Jayant Dangodara said,

    December 19, 2019 @ 3:41 AM

    Thankq so much vivekbhai

  2. pragnajuvyas said,

    December 19, 2019 @ 7:56 AM

    સ રસ ગઝલના મક્તા પર આફ્રીન
    જરા શી આંખ મીંચું ત્યાં જ વચ્ચેથી હટે પડદો,
    પછી એવું સતત લાગ્યા કરે, સક્ષાત્ હાજર છે.
    જાણે અધ્યાત્મિક પ્રક્રિયાઓ પૈકી શામ્ભવી મહામુદ્રાની અનુભવવાની વાત !
    . આજના વિશ્વમાં મોટેભાગના લોકો દિવાસ્વપ્ન જોયા વિના આંખો બંધ કરીને બેસી જ નથી શકતા. શામ્ભવી એ ઉર્જાઓણો વ્યય થયા બાદ તમે એને પાછી મેળવી કરી શકો. … તમારા જનીન કહે છે કે નેવું દિવસ સતત શાંભાવી ક્રિયા કર્યા બાદ કોષિકાઓના સ્તર પર તમે ૬.૪ વર્ષ જેટલા યુવાન અનુભવો!
    ધન્યવાદ ડૉ વિવેકભાઇ જરા હટ કે’ બયાનીસભર ગઝલ…બદલ

  3. વિનય ખત્રી said,

    December 19, 2019 @ 11:36 PM

    સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment