માત્ર માણસજાતની વસ્તી વધે નહીં
હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ વધે છે
ભરત વિંઝુડા

આટલો સંબંધ છે? – પીયૂષ ચાવડા

તું મને ભૂલી ગઈ એ રંજ છે,
આપણો બસ આટલો સંબંધ છે!?

વાત મીરાંની બધા કરતા રહ્યા,
એક રાણાની પીડા અકબંધ છે.

ક્યાં જીવાતું સાવ હળવાફૂલ થઈ?
શ્વાસ પર પીડાનો મોટો ગંજ છે.

ધાબળા તારા કશા ના કામના,
ભીતરેથી લાગતી આ ઠંડ છે.

કેટલા આઘાત તું આપીશ મને?
યાર.. આ પથ્થર નથી કૈં, પંડ છે.

– પીયૂષ ચાવડા

મીરાંની પીડાનું ગાન સકિઓ અનવરત કરતા આવ્યા છે… પણ રાણાના પૉઇન્ટ ઑફ વ્યૂથી આખી ઘટનાને જોઈએ તો? રાણાને કોઈ તકલીફ જ નહીં થઈ હોય? શા માટે એ મીરાંબાઈને ઝેરનો પ્યાલો આપવા તૈયાર થયો હશે? વિચારવા જેવું કે નહીં?

લયસ્તરોના આંગણે કવિ પીયૂષ ચાવડા તથા એમના ગઝલ સંગ્રહ ‘હાથ સળગે છે’ – બંનેનું સહૃદય સ્વાગત છે…

4 Comments »

  1. SANDIP PUJARA said,

    September 20, 2018 @ 4:37 AM

    વાહ …. ખુબ સરસ

  2. Pravin Shah said,

    September 20, 2018 @ 6:37 AM

    વાહ, વાહ.

    ‘એક રાણાની પીડા અકબન્ધ ……..!

    નવો દ્ર્શ્ટીકોણ, નવો વિચાર !

  3. vimala said,

    September 20, 2018 @ 5:41 PM

    “વાત મીરાંની બધા કરતા રહ્યા,
    એક રાણાની પીડા અકબંધ છે.”

    વાહ… ને કૃષ્ણ્ની પીડા????

  4. Shriya said,

    September 20, 2018 @ 6:46 PM

    વાહ, વાહ…..

    વાત મીરાંની બધા કરતા રહ્યા,
    એક રાણાની પીડા અકબંધ છે….

    ધાબળા તારા કશા ના કામના,
    ભીતરેથી લાગતી આ ઠંડ છે…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment