શાંત થા ને એક હોડીની હવે ચિંતા ન કર,
એક દરિયો શું કરી શક્શે વલોવાની ક્ષણે ?
ચિનુ મોદી ‘ઈર્શાદ’

(ત્રિપદી પ્રયોગ ગઝલ) – જગદીપ નાણાવટી

મૃગજળમાંથી મૃગજળ પી તું
મૃગજળમાંથી મૃગ જળ પીતું
કેવું અા સૂઝ્યું અોચિંતુ !!

સમજણ સરરર સર સરકી તું
સમજણ સરરર સર સર, કિંતુ
હરદમ અાડો અાવે ‘કિંતુ’

સારેગમ પધનીસા ની ઝણણ ઝટ
સારેગમ પધની શાની ઝંઝટ?
મારે ક્યાં ગાવા છે ગીતુ ??

દર્પણ સામે દર્પણ લાગે
દર્પણ સામે ડર પણ લાગે
માણસ થઈ માણસથી બ્હી તું?

શતરંજોમાં જીવતું પ્યાદું
શત રંજોમાં જીવતું પ્યાદું
હારીને અંતે હું જીતું

– જગદીપ નાણાવટી

અચાનક વૉટ્સ-એપના એક ગ્રુપમાં આ ગઝલ રમતી જડી આવી. કવિ આને ત્રિપદી પ્રયોગ ગઝલ તરીકે ઓળખાવે છે, જેમાં દરેક શેરની પહેલી બે કડી આંતર્પ્રાસ મેળવીને ચાલે છે અને ત્રીજી પંક્તિ હમરદીફ હમકાફિયાનો હાથ ઝાલીને ચાલે છે… પહેલી બે પંક્તિ વાંચતા જ સ્તબ્ધ થઈ જવાયું. ચિત્રકાર રંગોની એમ કવિ શબ્દોની રમત શરૂથી કરતો આવ્યો છે પણ એક જ પંક્તિમાં શબ્દો વચ્ચેના અવકાશની જગ્યાની ફેરબદલી અને નાની અમથી જોડણીની હાથચાલાકી કરીને અર્થસભર શેર નિપજાવવા એ કેટલું મોટું કામ કહેવાય! કુશાગ્ર બુદ્ધિમતા વિના આ કામ શક્ય જ નથી… ગઝલ વાંચતાવેંત હું તો આફરીન-આફરીન પોકારી ગયો… આપણી ભાષામાં આવી ઉત્તમ શબ્દ-ચમત્કૃતિવાળી રચના ભાગ્યે જ જોવા મળશે…

11 Comments »

  1. Chitralekha Majmudar said,

    March 22, 2018 @ 2:05 AM

    Something very new and interesting ! It is playing with letters and words meaningfully ! Thanks for the same.

  2. Atul Dave said,

    March 22, 2018 @ 3:58 AM

    વાહ ! મઝા આવી ગઈ.

  3. રાજુલ said,

    March 22, 2018 @ 7:10 AM

    મસ્ત મસ્ત..

  4. Sandhya Bhatt said,

    March 22, 2018 @ 8:53 AM

    સાચે જ અદભુત…ભઈ વાહ…તમે અહીં લઈ આવ્યા તે માટે પણ…

  5. કૌશિક પટેલ said,

    March 22, 2018 @ 10:46 AM

    ખરેખર બુધ્ધિશાળી ભાવકો માટેની ગઝલ… વાહ..

  6. vimala said,

    March 22, 2018 @ 5:32 PM

    આપણી ગુજરાતીભાષાનો આ શબ્દફેર માત્રનો અદ્ભુત ચમ્ત્કાર જ્.”સ્ત્બ્ધ્’ ન થવાય તો જ નવાઈ!!!!.

  7. ketan yajnik said,

    March 22, 2018 @ 7:35 PM

    શબ્દલીલા કરતી અર્થલીલા અંતે સ્તબ્ધલીલાં ,અભિનન્દન્

  8. જગદીપ નાણાવટી said,

    March 22, 2018 @ 10:18 PM

    અાભાર મિત્રો

  9. જગદીપ નાણાવટી said,

    March 22, 2018 @ 10:27 PM

    અાભાર મિત્રો…..

  10. Chetna said,

    March 23, 2018 @ 1:46 AM

    Mast.

  11. Pravin Shah said,

    March 23, 2018 @ 12:30 PM

    Wah wah… Abhinandan …

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment