એક મિસરો તું બને,
એક મિસરો આ જગત.
હર્ષ બ્રહ્મભટ્ટ

(આભાસી મૃત્યુનું ગીત) – રાવજી પટેલ (Translated by 1. Pradip Khandwala, 2. Dileep Jhaveri)

મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

ગુજરાતી કવિતાના કર્ણફૂલ સમું આ લગ્નગીતના ઢાળમાં મૃત્યુને પોંખતું અમર ગીત આગળ લયસ્તરો પર મૂક્યું હતું અને ભાવકમિત્રોને એનો આસ્વાદ કરાવવાનું કામ આપ્યું હતું અને લગભગ ત્રણ ડઝન વાચકોએ આ ગીતનો પોતપોતાની રીતે આસ્વાદ કરાવ્યો હતો.

બીજા દિવસે સુરેશ દલાલ અને હરીન્દ્ર દવેના આસ્વાદ સાથે મારા વિચારોને સેળભેળ કરીને સવિસ્તાર સમજૂતી રજૂ કરી હતી.

આજે આ અમર કવિતાના બે અંગ્રેજી અનુવાદ આપ સહુ માટે રજૂ કરીએ છીએ:

Swan song

Vermilion suns have set in my eyes…
adorn my nuptial wagon brother, adjust the flame
O breaths on feet are restive, attired in lights !
Vermilion suns have set in my eyes…

Green stallions drowned in yellowed leaves
sank gay kingdoms, sank gay deeds
O I heard such neighing scent !
Vermilion suns have set in my eyes…

A shadow restrains me in the courtyard
holds me half by words, half by anklets
O I am wounded by a live tenderness !
Vermilion suns have set in my eyes…

– Ravji Patel
(Translated by Pradip Khandwala)

*

The Song of Illusive Death

Vermilion suns have set in my eyes
Deck my litter, brother, trim the wick
Oh, the breaths await draped in brilliance
Vermilion suns have set in my eyes

Verdant stallions have drowned in ochre leaves
Vast dominions drowned, drowned joyous deeds
Oh, I have heard the neighing scent
Vermilion suns have set in my eyes

By a shadow I am halted in the square
Held partly by an utterance, partly by anklet
A living tenderness nudges me
Vermilion suns have set in my eyes.

– Ravji Patel
(Translated by Dileep Jhaveri)

14 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    May 14, 2016 @ 1:24 AM

    https://youtu.be/O9EAMKvZfSM

    No words ..!

  2. NAREN said,

    May 14, 2016 @ 3:10 AM

    ખુબ સુન્દર

  3. Suresh Shah said,

    May 14, 2016 @ 3:17 AM

    ભાષાંતર ને બદલે ભાવાનુવાદ વધારે સારુ થયું હોત! ઘણી વખત અંગ્રેજી ભાષામાં ઉચિત શબ્દો નથી જડતા.

    – સુરેશ શાહ, સિંગાપોર

  4. KETAN YAJNIK said,

    May 14, 2016 @ 3:59 AM

    the matter supersedes

  5. ભરત ત્રિવેદી said,

    May 14, 2016 @ 8:04 AM

    એક વાત તો સ્પસ્ટ છે કે ગુજરાતી ગીતનો યોગ્ય અનુવાદ અંગ્રેજીમાં કરવો અઘરો જ નહીં પણ લગભગ અશક્ય છે . કદાચ ભાવાનુવાદ એકજ રસ્તો છે. તો, સારા સારા સ્વરકારોને માટે પણ તે ચેલેન્જ હોય છે અને ગણા વધારે પડતા ભાવુક થઈ જતા લાગે છે. આદિલજીની ખૂબ જાણીતી ગઝલની બાબતમાં પણ એવું જ થયું લાગે છે. કોઇ યોગ્ વ્યક્તિદ્વારા થતું પઠન કદાચ સૌથી સારો ન્યાય આપી શકે.

    રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
    કે

    રે હણહણતી મેં સાંભળી સુવાસ !

    જેવી અભિવ્યતિ વિસ્વસાહિત્યમાં પણ દુર્લભ હશે.

  6. ભરત ત્રિવેદી said,

    May 14, 2016 @ 8:15 AM

    આદિલજીની નદીની રેતમાં રમતું નગર ગઝલની વાત છે.

  7. Darshana Bhatt said,

    May 14, 2016 @ 11:22 AM

    વાત સાચી છે.ગુજરાતી અભિવ્યક્તિની સચોટતા ભાષાંતરમાં ન આવે.

  8. shubhechchhak said,

    May 15, 2016 @ 2:49 PM

    ભાવાનુવાદનો એક પ્ર્યત્ન તમારી પરવાનગીની યાચના સહિત ઃ

    Ode to conjured death

    The last of the vermillion Suns fades from my eyes
    Deck up my carriage, steady the lamp
    My breath stands upright to leave in luminous garbs
    The last of the vermillion Suns fades from my eyes

    Green horses of union have wilted with the yellow leaves
    Festive regalia are in wane, the din of celebrations drowning away
    I hear neighing of impatient fragrance
    The last of the vermillion Suns fades from my eyes

    Tis a shadow in the courtyard holds me back
    By half a syllable, half by the anklet on my step
    A blow to me gentle and so vivid it strikes
    The last of the vermillion Suns fades from my eyes

  9. jAYANT SHAH said,

    May 17, 2016 @ 10:09 AM

    આ ગેીતનુ ભાવોનુવાદ કરવો જોઈએ . મહેનત ઘણી કરી હશે ,ધન્યવાદ .પણ
    સચોટતા આવી નહી .ગેીતના કલમની કમાલ ન આવી .

    તમે આ ગેીત સમજાવી શકોતો ભાવાનુવાદ કદાચ સારી રીતે આપી શકે ,સૂચન ફક્ત .

  10. વિવેક said,

    May 19, 2016 @ 2:01 AM

    @ શુભેચ્છક :

    સરસ મજાનો ભાવાનુવાદ…

    આભાર

  11. વિવેક said,

    May 19, 2016 @ 2:02 AM

    @ જયંત શાહ :

    આભાર… આ ગીતની સમજૂતી આપ અહીં જોઈ શકશો: https://layastaro.com/?p=2732

  12. વિવેક said,

    May 19, 2016 @ 2:08 AM

    @ સુરેશ શાહ, ભરત ત્રિવેદી:

    આપની વાત સાથે આંશિક સહમતિ… અનુવાદનું વિજ્ઞાન જ ખૂબ અટપટુ છે અને વિશ્વની કોઈ પણ ભાષાના સાહિત્યકારો અનુવાદ બાબતમાં એકમત થઈ શકતા નથી, થઈ શકે પણ નહીં. અનુવાદ કેવો કરવો, કેવી રીતે કરવો એ કામ અનુવાદકની વિવેકબુદ્ધિ પર જ છોડી દેવું ઘટે.

  13. shubhecchak said,

    May 19, 2016 @ 4:12 AM

    @ વિવેક્ભાઈ ઃ ઃ સરાહના માટે આભાર

    મારા મતે આની પાછળ્ મૂળ લોકગીત પ્ણ હોવું જોઇએ.
    ઝાડ પર લીલા ઘોડા તે લગ્ન સમયનું શુકનનું વાનું ( રમકડું) હોય તેમ જણાય છે.
    રાજ અને કાજ વિગેરે પણ આ લોક પ્રથામાં કરાતી કોઈ વિધિ કે ઉત્સવનું ઈંગિત જણાય છે.

    થાકેલા રોગીને દેખાતાં લાલ અંધારાંને નવા સુહાગના ચિહ્ન સાથે
    અને અંતિમ ક્રિયાના ધૂપને ચંચળ બનતા ઘોડાઑ સાથે રુપક દ્વારા સાંક્ળવાં તે
    જિનિઆસ કવિની પોતાની સ્થિતિથી પરે પોતાની કલા મૂકવાની ધગશ પ્રસ્થાપિત કરે છે.

    આટલાં બધાં સાંસ્કૃતિક ચિહ્નો અને બે પ્રકારના પ્રસંગોને એકત્ર કર્યા હોવાથી ભાષાંતર નિરર્થક છે
    છતાં આ પ્રતિભાને વિષ્વ સમક્ષ પ્રસ્તુત કરવાની જરૂરિયાત ભાવાનુવાદ કરવા પ્રેરે છે. અસ્તુ.

  14. વિવેક said,

    May 19, 2016 @ 8:20 AM

    @ શુભેચ્છક…

    આ ગીત જ ‘લોક’ગીતની ચાલમાં ચાલતું ‘શોક’ગીત છે. લગ્નના રિવાજો અને રૂપકો વાપરીને કવિ મૃત્યુગીત લખે છે એ જ આ ગીતની વરવી-ગરવી વિશેષતા છે. પોતાના મૃત્યુને ઢૂંકડું જોતા કવિ મૃત્યુ સાથે લગ્ન જ ન કરતા હોય એમ હળવાશથી ગંભીરતાનું પાનેતર ઓઢાડે છે….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment