આત્મવંચના – બ્રહ્મોત્રી મોહંતી (ભાષા: ઉડિયા) (અનુવાદ: જયા મહેતા)
આપણાં લગ્ન પહેલા તમે કોઈને પ્રેમ કર્યો હોય
અને એની સ્મૃતિ હજીયે સળગતી હોય
અથવા
મારી આત્મીયતા છતાંયે
કોઈ આવો ઉન્મત્ત મોહ
મેઘધનુષ રચતો હોય તમારા હૃદયમાં
તોયે
એ કારણે હું દુઃખી નથી થતી
મારી ફક્ત એક જ વિનંતી છે –
એ વાત છૂપી રાખજો
તમારામાં મને વિશ્વાસ છે તે અતૂટ રહેવા દેજો
(નકામું કુતૂહલ એટલે મૃત્યુ.)
હીરામોતી નીલમની આ સોનેરી દુનિયાની
હું રાણી છું.
માંદી માનસિકતા, વિકૃત ફેંસલા, નકામી શંકાઓથી
મારે શા માટે મારા શાંત અને નિ:શંક મનમાં આગ લગાડવી?
તમે મને ખૂબ ચાહો છો –
કોઈએય કદી આટલી તીવ્રતાથી પ્રેમ કર્યો છે?
ભયાનક પાપ આચર્યા પછી
મધરાતે ઘરે પાછા આવો ત્યારે
કહેજો મને કે તમે બેઠાં હતા
‘રામાયણ’ સંભાળતા.
– બ્રહ્મોત્રી મોહંતી (ભાષા: ઉડિયા) (અનુવાદ: જયા મહેતા)
આત્મવંચના……..માત્ર સ્ત્રીની જ આ હાલત હોય છે એવું નથી……લગ્ન એક એવું મકાન છે જેમાં માત્ર Entry જ છે, Exit છે જ નહીં. divorce એ Exit નથી. એ destruction છે. પ્રેમને લગ્ન સાથે કોઈ અનિવાર્ય સંબંધ નથી અને લગ્નને પ્રેમ સાથે પણ નથી.
Girish Parikh said,
December 20, 2015 @ 11:17 AM
આ મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) વાંચતાં નીચેનું ચતુર્શબ્દ મુક્તક સ્ફૂર્યું જે તીર્થેશ તથા બ્રહ્મોત્રી મોહંતીને અર્પણ કરું છુંઃ
પ્રેમ
લગ્ન
એક
થાય ?
http://www.GirishParikh.wordpress.com પર આ વિશે વધુ લખવા પ્રયત્ન કરીશ.
–ગિરીશ પરીખ
vimala said,
December 20, 2015 @ 1:43 PM
વાસ્તવિક આત્મવંચના…..
M.D.Gandhi, U.S.A. said,
December 20, 2015 @ 7:55 PM
લગ્ન ટકાવી રાખવા માટે ભારતજ નહીં, આ દરેક દેશની સ્ત્રીઓની કરૂણતા છે.
KETAN YAJNIK said,
December 20, 2015 @ 9:34 PM
बस एक चुप्सी लगी है, नहीं उदास नहीं,
अस एक चुप्सी लगी है
DINESH MODI said,
December 20, 2015 @ 10:14 PM
કાવ્યો મનનશિલ હોય જ . તે સાથે તમારા અને વાચકોના આભિપ્રાય, કાવ્યોને વધારે સારિ રિતે સમજાવિ, આનન્દ કરાવે .
વિવેક said,
December 21, 2015 @ 1:50 AM
આગ લગાડે એવી રચના…
Darshana said,
December 21, 2015 @ 11:47 AM
આત્મદાહ!!!