આ વિશેષણના વળી શણગાર શા ?
રૂપ છે નીતર્યુઁ તે અડવું જોઈએ !
– રતિલાલ ‘અનિલ’

કરામત કરી છે – પ્રશાંત સોમાણી

કહો કોણે કોની સજાવટ કરી છે ?
ધરા સાથ આભે કરામત કરી છે.

હા, મેં છંદ સાથે શરારત કરી છે,
છતાં મારી ગઝલે કરામત કરી છે.

અમીરી ગરીબી બઘું જોઈ લીઘું,
પછી આજ સાથે પતાવટ કરી છે.

હતા સત્યને ચાહનારા, છતાં પણ
તમે મારી સાથે બનાવટ કરી છે.

ઉદાસી નથી આવતી કઈ અમસ્તી,
ખુશીએ જ નક્કી બગાવત કરી છે.

– પ્રશાંત સોમાણી

સહજ-સરળ અને મજાની ગઝલ. છંદ સાથેની શરારતવાળો શેર મારા જેવા દુરાગ્રહી માટે જ લખાયો હોય એમ લાગે.
🙂

20 Comments »

  1. MAheshchandra Naik said,

    October 15, 2015 @ 3:13 AM

    સરસ ગઝલ,કવિશ્રીને અભિનદન………….

  2. KETAN YAJNIK said,

    October 15, 2015 @ 3:19 AM

    રમતિયાળ ગઝલ

  3. rasikbhai said,

    October 15, 2015 @ 7:28 AM

    ખુશિ એજ નક્કિ બગાવત કરિ ચ્હે, પ્રશન્ત્ ભઐ સારિ જમાવત કરિ ચ્હે.

  4. yogesh shukla said,

    October 15, 2015 @ 10:49 AM

    સહમ્ત ,,,,રમતિયાળ ગઝલ

  5. vimala said,

    October 15, 2015 @ 3:58 PM

    “ઉદાસી નથી આવતી કઈ અમસ્તી,
    ખુશીએ જ નક્કી બગાવત કરી છે.”

    વાહ…….

  6. Prashant somani said,

    October 16, 2015 @ 12:21 PM

    આભાર મિત્રો…..

  7. Kiran Chavan said,

    October 16, 2015 @ 12:33 PM

    ખૂબ સુંદર ગઝલ..

  8. vaibhavee belani said,

    October 16, 2015 @ 1:02 PM

    Wah khu sundar karamat kari. …

  9. Smita Joshi said,

    October 16, 2015 @ 1:03 PM

    ઉબ જ સરસ્

  10. jitendra sheth said,

    October 16, 2015 @ 1:10 PM

    Prashant bhai nice very good sir dhara aabhe karamat kari che …to good words excellent

  11. Aejaz Valera said,

    October 16, 2015 @ 1:22 PM

    Adbhut Prashantbhai. Khas to makta khub sundar chhe

  12. Vilas said,

    October 16, 2015 @ 1:52 PM

    વાહ.. ખૂબ સરસ..

  13. Manisha patel said,

    October 16, 2015 @ 2:09 PM

    Wag wah

  14. Manisha patel said,

    October 16, 2015 @ 2:11 PM

    Wah wah

  15. hemshila maheshwari said,

    October 16, 2015 @ 2:25 PM

    મને બાનમાં લઇ, તું સ્વપ્ને સતાવે
    લે મે ઉંઘ આપી જમાનત કરી છે

    હેમશીલા માહેશ્વરી. . . શીલ. . .

  16. pritesh Thakkar said,

    October 17, 2015 @ 5:37 AM

    Are wahhhh khubj srs rchna shomani ji

  17. pritesh Thakkar said,

    October 17, 2015 @ 5:39 AM

    Are wahhhh khubj srs rchna shomani ji Khrekhr wahhh

  18. Prashant Bhatt said,

    October 17, 2015 @ 5:46 AM

    Very nice Somani sir
    Plz keep it up

  19. Prashant Bhatt said,

    October 17, 2015 @ 5:53 AM

    ઉદાસી નથી આવતી કઈ અમસ્તી,
    ખુશીએ જ નક્કી બગાવત કરી છે.
    – પ્રશાંત સોમાણી
    Very nice words Somani sir

  20. Harshad said,

    October 18, 2015 @ 11:17 AM

    Very nice, like it.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment