નગ્ન ઊભું છે યુગોથી એ અહીં,
સત્ય કોઈ વસ્ત્રથી ઢંકાય ના.
– જુગલ દરજી

મહેંદીમાં નામ લખ્યું છે – સ્નેહા પટેલ

મહેંદીમાં એક નામ લખ્યું છે,
કેવું ખુલ્લેઆમ લખ્યું છે !

ચિઠ્ઠીમાં શરૂઆત લખી તેં,
એમાં મેં અંજામ લખ્યું છે.

દીવો પ્રગટાવ્યો છે ઘરમાં,
આંગણમાં આરામ લખ્યું છે.

પાંપણ નીચે વાંચી લેજો,
જલ્દી આવો રામ લખ્યું છે.

દ્રાક્ષાસવ જેવું જિહ્વા પર,
ને હોઠો પર જામ લખ્યું છે.

જાવું’તું મંઝિલ પર મારે,
ઘટનામાં મુકામ લખ્યું છે.

– સ્નેહા પટેલ

અમદાવાદના લેખિકા-કવયિત્રી સ્નેહા પટેલ પોતાનો પ્રથમ કાવ્યસંગ્રહ “અક્ષિતારક” લઈને પધાર્યા છે. કવયિત્રીનો મિજાજ પ્રસ્તુત ગઝલમાં સુપેરે પકડી શકાય છે.

સુસ્વાગતમ્, સ્નેહા !

18 Comments »

  1. નિનાદ અધ્યારુ said,

    October 8, 2015 @ 12:44 AM

    એક સામ્ય :

    જયારે-જયારે હાથમાં મહેંદી રચે,

    નામ મારું ક્યાંક તો લખતી હશે !

    – નિનાદ અધ્યારુ

  2. નિનાદ અધ્યારુ said,

    October 8, 2015 @ 12:46 AM

    દીવો પ્રગટાવ્યો છે ઘરમાં,
    આંગણમાં આરામ લખ્યું છે.

    વિશેષ ગમ્યું

  3. rajul said,

    October 8, 2015 @ 1:32 AM

    મસ્ત ગઝલ..

  4. Rina said,

    October 8, 2015 @ 3:13 AM

    Waahhh

  5. CHENAM SHUKLA said,

    October 8, 2015 @ 5:48 AM

    સરસ ગઝલ …..બીજા શેરમાં કદાચ અંજામ લખ્યો એમ થાય …..અંજામ લખ્યું આવે ???

  6. KETAN YAJNIK said,

    October 8, 2015 @ 8:08 AM

    સરસ

  7. સુનીલ શાહ said,

    October 8, 2015 @ 8:46 AM

    nice gazal

  8. vimala said,

    October 8, 2015 @ 8:51 PM

    “પાંપણ નીચે વાંચી લેજો,
    જલ્દી આવો રામ લખ્યું છે.”
    મસ્ત-મસ્ત…

  9. yogesh shukla said,

    October 8, 2015 @ 9:50 PM

    મહેંદીમાં એક નામ લખ્યું છે,
    કેવું ખુલ્લેઆમ લખ્યું છે !
    બહુજ સુંદર રચના

  10. વિવેક said,

    October 9, 2015 @ 1:56 AM

    @ ચેનમ શુક્લ:

    અંજામ પુરુષવાચક સંજ્ઞા હોવાથી સામાન્યરીતે અંજામ આપ્યો એમ આપણે કહીએ છીએ એ વાત બરાબર છે. પણ અહીં કવયિત્રીને ચિઠ્ઠીનો અંજામ નથી લખવો, ચિઠ્ઠીમાં ‘અંજામ” એમ લખવું છે એટલે વાત બરાબર છે…

  11. mahendrasinh parame said,

    October 9, 2015 @ 1:37 PM

    Sneha Patel madam Ni kavita kharekhar bauj such hoy che…ane Jo man thi vaachi ne vicharo to kharekhar samajava jevi hoy che..bus Prem and laganio thi bharpur kavitao amni askhitarak book ma…buaj mast..nd emni short story thi bauj badhu jivan ma sikhava jevu hoy che…jenathi ek vykti potanu and bija nu pan jivan sudhari sake che..ane mukt Thai ne Prem Kari sake che…

  12. Poonam said,

    October 10, 2015 @ 4:49 AM

    પાંપણ નીચે વાંચી લેજો,
    જલ્દી આવો રામ લખ્યું છે.
    – સ્નેહા પટેલ – Mast… Seha D…

  13. sneha patel said,

    October 10, 2015 @ 7:42 AM

    આ ગઝલના મત્લા પાછળ એક સરસ મજાની વાત છુપાયેલી છે. કોલેજકાળમાં મનગમતું નામ ડાબાહાથની હથેળીમાં ડાબી બાજુ સંકેતમાં લખવાની ટેવ હતી. એ વખતે મનમાં એક જ ઇ્ચ્છા પનપતી કે આ નામ આમ છુપાઈને ક્યાં સુધી લખવાનું …ને પછી જ્યારે જમાનાએ નામ લખવાની મંજૂરી આપી ત્યારે મહેંદી રચાયેલા હાથમાંથી કોઇ એનું નામ શોધી લે એ રમતિયાળ હેતુથી સરસ મજાના વળાંકમાં મનગમતું નામ લખાવેલું ને એ વખતે મનોમન બોલાઈ ગયેલું..અહાહા…રોજ દુવાઓમાં મંગાતી મુક્તિ મળી જાય એની કેવી મજા..હથેળીમાં કેવું ખુલ્લે આમ મનગમતું નામ લખ્યું છે !
    વિવેકભાઈએ મને વર્ષોથી છંદ લખવા માટે પ્રોત્સાહન આપ્યું છે ને એમના જેવા અમુક મિત્રોના કારણે જ હું આજે ‘અક્ષિતારક’ પુસ્તક લઈને આપની સમક્ષ આવી શકી છું.

    આપ સૌનો ખૂબ ખૂબ આભાર !

  14. વિવેક said,

    October 10, 2015 @ 8:15 AM

    મત્લાની કેફિયત બદલ આભાર, સ્નેહા !

  15. Girish Parikh said,

    October 10, 2015 @ 11:40 PM

    Posted on http://www.GirishParikh.wordpress.com :
    મહેંદીમાં લખ્યું છે નામ !

    વિવેકે સ્નેહા પટેલની ગઝલ “મહેંદીમાં નામ લખ્યું છે” પોસ્ટ કરી છે.

    મક્તા (ગઝલના પહેલા શેરને મક્તા કહે છે) વાંચતાં આફરીન થઈ જવાયું! આ રહ્યો એ શેરઃ

    મહેંદીમાં એક નામ લખ્યું છે,
    કેવું ખુલ્લેઆમ લખ્યું છે !

    સ્નેહાબહેનની મક્તા વિષેની કેફિયત પણ જરૂર વાંચો.

    સ્નેહાબહેનના પ્રગટ થયેલા પ્રથમ કાવ્યસંગ્રહ “અક્ષિતારક”માંથી આ ગઝલ લેવામાં આવી છે. પુસ્તકને સફળતા ઇચ્છું છું.

    “શ્રેષ્ઠ શેરો” પુસ્તકનું જો હું સંપાદન કરતો હોઉં તો એમાં આ શેર જરૂર લઉં.

    સ્નેહા પટેલની ગઝલની લીંકઃ
    https://layastaro.com/?cat=1057

  16. Narendrasinh Chudasama said,

    October 31, 2015 @ 11:56 AM

    મહેંદીમાં એક નામ લખ્યું છે,
    કેવું ખુલ્લેઆમ લખ્યું છે !

    પાંપણ નીચે વાંચી લેજો,
    જલ્દી આવો રામ લખ્યું છે.

    વાહ સરસ ગઝલ….

  17. Amit Chavda said,

    January 20, 2016 @ 1:21 AM

    મહેંદીમાં એક નામ લખ્યું છે,
    કેવું ખુલ્લેઆમ લખ્યું છે !

    ખુબ જ સરસ સ્નેહાબેન.

  18. BHADRESH JOSHI said,

    May 16, 2019 @ 6:12 PM

    સુસ્વાગતમ્, સ્નેહાબેન્ અતિ સુન્દર્

    I am reminded of GHAR, link herebelow:

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment