જીવી રહ્યો છું કોની તમન્ના ઉપર હજી
આપું જવાબ એવું તો ક્યાં છે જિગર હજી
– શેખાદમ આબુવાલા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સ્નેહા પટેલ

સ્નેહા પટેલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




મહેંદીમાં નામ લખ્યું છે – સ્નેહા પટેલ

મહેંદીમાં એક નામ લખ્યું છે,
કેવું ખુલ્લેઆમ લખ્યું છે !

ચિઠ્ઠીમાં શરૂઆત લખી તેં,
એમાં મેં અંજામ લખ્યું છે.

દીવો પ્રગટાવ્યો છે ઘરમાં,
આંગણમાં આરામ લખ્યું છે.

પાંપણ નીચે વાંચી લેજો,
જલ્દી આવો રામ લખ્યું છે.

દ્રાક્ષાસવ જેવું જિહ્વા પર,
ને હોઠો પર જામ લખ્યું છે.

જાવું’તું મંઝિલ પર મારે,
ઘટનામાં મુકામ લખ્યું છે.

– સ્નેહા પટેલ

અમદાવાદના લેખિકા-કવયિત્રી સ્નેહા પટેલ પોતાનો પ્રથમ કાવ્યસંગ્રહ “અક્ષિતારક” લઈને પધાર્યા છે. કવયિત્રીનો મિજાજ પ્રસ્તુત ગઝલમાં સુપેરે પકડી શકાય છે.

સુસ્વાગતમ્, સ્નેહા !

Comments (18)