બધા અહીં જ હતા એ છતાં બધા ચુપચાપ,
અમે બધાથી અલગ ક્યાં હતા ? રહ્યા ચુપચાપ.
યુગો યુગોથી આ એક જ કહાણી ચાલે છે,
લૂંટાય કોઈ સરેઆમ ને સભા ચુપચાપ.
વિવેક મનહર ટેલર

માળો – કૃષ્ણ દવે

થોડો બાવળને આવ્યો કંટાળો.
ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ?
થોડો બાવળને આવ્યો કંટાળો.

સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ?
એક એક તરણાંની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ.
વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ, એમાં સ્હેજે ના ચાલે ગોટાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક,
ફલૅટની દીવાલ અને ધાબાં જોયાં છે ! એક ઝાપટામાં થઈ જતાં લીક,
રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને, તો જ બનતો આ માળો હૂંફાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

ક્વૉલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને ? બાવળ કહે કે ભાઈ ઑ.કે.,
ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક જાવ હવે કોઈ નહીં ટોકે.
ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે –
આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો, એમાં થોડીક શરમાય છે આ ડાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

– કૃષ્ણ દવે

સાવ સીધી લાગતી વાત પણ કવિના હાથમાં આવે એટલે કેવી અદકેરી બની જાય છે ! એક લાકડાનો ટુકડો સુથારના હાથમાં આવે ને એમાંથી ખુરશી-ટેબલ બની જાય એ કસબ આ ગીતમાં સુપેરે અનુભવી શકાય છે. (એક જમાનામાં કૃષ્ણ દવે પણ લાકડાંમાંથી ફર્નિચર બનાવવાનું કામ કરતાં હતાં, આજે સંવેદનો સાથે કામ કરીને કવિતાનું ફર્નિચર બનાવે છે)

11 Comments »

  1. nalin said,

    April 24, 2015 @ 3:41 AM

    Vaat nani parantu Kavi e bahu saras shabdo ma vani lidhi.

  2. Rajnikant Vyas said,

    April 24, 2015 @ 5:13 AM

    મજા આવી ગઇ ભાઇ!

  3. chandresh said,

    April 24, 2015 @ 5:20 AM

    કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ? એક એક તરણાંની રાખીએ ડિટેલ.
    સરસ !!!

  4. Sharad Shah said,

    April 24, 2015 @ 7:02 AM

    ખુબ જ સુંદર રચના.

  5. ari krishna said,

    April 24, 2015 @ 11:49 AM

    vasaldi.com morpichh.com hoy k pachi
    hasvu hoy to khadkhadat hasi levu,
    asu aave to luchhvanu nai, aapde to aavad ne baval ni jaat jevi darek rachna o ma dave sahebe supere kaam karyu chhe…

  6. Dhaval Shah said,

    April 24, 2015 @ 1:59 PM

    Krushna dave to krushan davej chhe

  7. Pushpakanat Talati said,

    April 25, 2015 @ 2:32 AM

    સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ?
    ફલૅટની દીવાલ અને ધાબાં જોયાં છે ! એક ઝાપટામાં થઈ જતાં લીક,
    રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને, તો જ બનતો આ માળો હૂંફાળો…

    કાશ; બિલ્ડર પણ જો આમ જ વિચારી ને મકાન બાંધે તો ! !! !!!

    સ્દરસ રચનાં – અભિનંદન – પુષ્પકાન્ત તલાટી

  8. Harshad said,

    April 25, 2015 @ 8:46 PM

    Awesome and eye opening.

  9. Manish V. Pandya said,

    April 27, 2015 @ 3:46 AM

    કૃષ્ણ દવે એ કવિતાના કૃષ્ણ છે અને તેમની રચનાઓ અલબત્ત દરેકને માણવી ગમે તે સ્વાભાવિક છે પણ તેમના અવાજમાં તેમની પોતાની રચનાઓ સાંભળવી વિશેષપણે ગમે તેવી હોય છે. આભાર કૃષ્ણ.

  10. kiran said,

    May 18, 2015 @ 8:21 AM

    બહુજ સરસ

  11. Famida Shaikh said,

    June 17, 2015 @ 1:49 PM

    Speechless. Saral bhasa ma adbhut vaat.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment