રાવ એની પણ કરો કોને તમે !
શ્વાસ જેવા શ્વાસ જ્યારે છેતરે.
– બાબુલાલ ચાવડા ‘આતુર’

શૂન્યતા – માલા કાપડિયા

મને મારો જ ડર લાગે
એટલી બધી શૂન્યતા
શા માટે
ફેલાઇ હશે અવકાશમાં?

ઉદાસ શિર
ઢાળી શકાય કોઇના
ખભા ઉપર
એવો એક
સંબંધ પણ નથી ?

અને
આથી જ
એકલવાયી સાંજે
અરીસામાં
મારા જ ખભા પર
માથું ઢાળી
હું
રડી લઉં છું.

– માલા કાપડિયા

એક સઘન અભિવ્યક્તિ……..

8 Comments »

  1. Rina said,

    January 6, 2014 @ 3:08 AM

    :(:(

  2. ravindra Sankalia said,

    January 6, 2014 @ 9:16 AM

    જીન્દગીની કેવી કરુણતા? કોઇની સાથે આત્મીયતા ક્યારે થાય? જવાબ મુષ્કેલ છે.

  3. perpoto said,

    January 6, 2014 @ 10:01 AM

    અલી ડાળીઓ
    ક્યાં સુધી ઝુરશો, લ્યો
    ઝીલો પવન

  4. Chandresh Thakore said,

    January 6, 2014 @ 11:20 AM

    પોતાનો જ “ડર લાગે” એટલી હદે શૂન્યતા “ફેલાઈ” જાય એમાં વ્યક્તિની પોતાની કંઈ જવાબદારી ખરી? અને પોતાનો જ ડર જો લાગે તો બીજા કોઈની પણ સાથે સંબંધ બંધાઈ શકે ખરો? આ એક vicious circle ની વાત છે …

  5. Pravin Shah said,

    January 6, 2014 @ 10:33 PM

    સરસ !

  6. સુનીલ શાહ said,

    January 8, 2014 @ 11:11 PM

    સરસ, સરળ, સચોટ અભિવ્યક્તિ

  7. Harshad said,

    January 11, 2014 @ 7:48 PM

    Attach your lonliness with GOD, you never need to cry.

  8. Pradip Upadhyaya said,

    April 8, 2016 @ 7:57 AM

    શુન્યતા…. એક સરસ્ અને સચોટ્………….પ્રદિપ ઉપાદ્યાય્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment