માણસ કેરા ચ્હેરાઓ છે, માણસ ક્યાં છે ?
ચ્હેરા પણ ક્યાં ? મ્હોરાઓ છે, માણસ ક્યાં છે ?
પદ પ્રતિષ્ઠા પૈસા કેરી હવા ભરીને
ખૂબ ફૂલેલા ફુગ્ગાઓ છે, માણસ ક્યાં છે ?
કિશોર બારોટ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for ઓયાકેમી

ઓયાકેમી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગોધૂલિની વેળાએ – ઓયાકેમી

ગોધૂલિની વેળાએ
રસ્તો માંડ દેખાય છે;
ચન્દ્ર ઊગે ત્યાં સુધી રોકાઈ જા,
હું તને જતી તો જોઈ શકું !

– ઓયાકેમી

 

એક અજબ અજંપો ઊભો કરી દેતી કવિતા…. સત્તર-અઢાર શબ્દોમાં એક ભાવવિશ્વ સર્જાઈ જાય છે અને ખિન્નતા કેડો નથી મૂકી…..

 

Comments (2)