શેકાયો ખુદની ગરમીથી,
સૂરજને વાદળ ઓઢાડો.
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’

ગોધૂલિની વેળાએ – ઓયાકેમી

ગોધૂલિની વેળાએ
રસ્તો માંડ દેખાય છે;
ચન્દ્ર ઊગે ત્યાં સુધી રોકાઈ જા,
હું તને જતી તો જોઈ શકું !

– ઓયાકેમી

 

એક અજબ અજંપો ઊભો કરી દેતી કવિતા…. સત્તર-અઢાર શબ્દોમાં એક ભાવવિશ્વ સર્જાઈ જાય છે અને ખિન્નતા કેડો નથી મૂકી…..

 

2 Comments »

  1. pragnajuvyas said,

    July 12, 2022 @ 9:38 PM

    વાહ્ ઓયાકેમી .દુનિયાને આ સાહિત્યિક કૃતિ અજંપો આપી જાય છે. શબ્દોના અર્થ કરતાં શબ્દોના વાતાવરણ દ્વારા કવિ ઉત્કટ ઊર્મિઓને વ્યક્ત કરવા સમર્થ છે તે તેમની યશસ્વી કૃતિઓમાંથી ફલિત થાય છે.
    શાસ્ત્રોમાં ગોધૂલીને
    नो वा योगो न मृतिभवनं नैव जामित्र दोषो।
    गोधूलिः सा मुनिभिरुदिता सर्वकार्येषु शस्ता।।ગણી છે.
    અમારા ગામને મળતો ગોધૂલિ ભર્યો સીમાડો.
    શહેરમાં રહેવું પડે સૌ વૃક્ષોએ શિસ્તબદ્ધ,
    યાદ આવે આવો અજબ અજંપોભર્યું કૃષ્ણ ભક્તિનુ ગીત
    ગોધૂલિની ઘડીઓ આવી મોહન વહેલા આવો જી
    સૂર્ય કહે છે સંધ્યા ટાણે જગને સાચવજો શ્રીનાથજી…
    ધન્યવાદ ડૉ તીર્થેશજી

  2. જયેન્દ્ર ઠાકર said,

    July 14, 2022 @ 1:30 AM

    વાહ ઓયાકેમી વાહ! કહેવું છે, “अभी ना जाओ छोड़कर कर दिल अभी भरा नहीं…”પણ બહાનું બીજું જ આપે છે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment