બોલ હે ઈશ્વર ! મને કંડારવામાં
આંગળાની ભૂલ છે કે ટાંકણાની ?
અનિલ ચાવડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for રવિ દવે ‘પ્રત્યક્ષ’

રવિ દવે ‘પ્રત્યક્ષ’ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




કાંકરી ફેંકે – રવિ દવે ‘પ્રત્યક્ષ’

ગરજ પતે ને મને એમ હરઘડી ફેંકે,
બળ્યા પછી કોઈ જાણે દીવાસળી ફેંકે.

એ એમ તાકીને ફેંકે નજર અમારા પર,
નિશાન રાખી કોઈ જેમ કાંકરી ફેંકે.

નહીં સમાવી શકું મારા ખોરડે એને,
કહો બધાને ઉદાસી ના ઘર ભણી ફેંકે.

હતાશ થઈને કદી બાળ ફેંકે દફ્તરને,
કે એવી રીતે કોઈ ક્યાંથી જિંદગી ફેંકે?

નસીબ ફેંકે તો સમજી શકાય છે, મિત્રો
પણ આદમીને અહી જોને આદમી ફેંકે.

– રવિ દવે ‘પ્રત્યક્ષ’

સરળ ભાષામાં સ્પર્શી જાય એવી વાત… વાત તો એની એ એ જ છે પણ કલ્પનો અને અભિવ્યક્તિનું નાવીન્ય સ્પર્શી જાય છે.

Comments (3)