કાંકરી ફેંકે – રવિ દવે ‘પ્રત્યક્ષ’
ગરજ પતે ને મને એમ હરઘડી ફેંકે,
બળ્યા પછી કોઈ જાણે દીવાસળી ફેંકે.
એ એમ તાકીને ફેંકે નજર અમારા પર,
નિશાન રાખી કોઈ જેમ કાંકરી ફેંકે.
નહીં સમાવી શકું મારા ખોરડે એને,
કહો બધાને ઉદાસી ના ઘર ભણી ફેંકે.
હતાશ થઈને કદી બાળ ફેંકે દફ્તરને,
કે એવી રીતે કોઈ ક્યાંથી જિંદગી ફેંકે?
નસીબ ફેંકે તો સમજી શકાય છે, મિત્રો
પણ આદમીને અહી જોને આદમી ફેંકે.
– રવિ દવે ‘પ્રત્યક્ષ’
સરળ ભાષામાં સ્પર્શી જાય એવી વાત… વાત તો એની એ એ જ છે પણ કલ્પનો અને અભિવ્યક્તિનું નાવીન્ય સ્પર્શી જાય છે.
સુનીલ શાહ said,
November 28, 2019 @ 2:01 AM
વાહ.. તાજગીસભર રચના
nayan dave said,
November 29, 2019 @ 9:27 AM
વાહ સરસ વાત ને રજુઆત આવિજ વાતપ્રસ્તુત કર્ત રહો હુ મારા ફ બ અને ગમ્તનો કરિએ ગુલલ ફે બુ પર મુકુ?
૯૦૯૯૦૩૨૮૧૧
વિવેક said,
November 30, 2019 @ 12:30 AM
@ નયન દવેઃ
કવિના નામ સાથે મૂકો તો કોઈ સમસ્યા નથી…