છે ઊછીનું તેજ તોયે ઠારતું, ના બાળતું,
લેણ-દેણીની રસમ ગર્વિત કરે છે ચાંદની.
વિવેક મનહર ટેલર

ગઝલ – વિવેક કાણે ‘સહજ’

kaThputLi

અધર ને શબ્દના મંજુલ સમાસમાં લીધી
અમે પીગળતી કોઈ ક્ષણને પ્રાસમાં લીધી

ગઝલના પાકને રેતી જ રાસ આવે છે
મરુભૂમિ અમે એથી ગરાસમાં લીધી

ભરે કોઈ જે રીતે શ્વાસ અંતવેળાના
તમે શ્વસેલી હવા એમ શ્વાસમાં લીધી

પ્રથમ ગુનો તો ‘સહજ’ છૂટછાટ લીધી એ
અને ઉપરથી એ હોશોહવાસમાં લીધી

– વિવેક કાણે ‘સહજ’

વડોદરા ‘ગઝલસભા’ દ્વારા ‘મરીઝ  યુવા પ્રતિભા ગઝલકાર’નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે એ બદલ કવિશ્રીને લયસ્તરો તરફથી ખૂબ ખૂબ અભિનંદન !!

કવિશ્રીને એમના પ્રથમ ગઝલ સંગ્રહ ‘કઠપૂતળી’ બદલ ‘લયસ્તરો’ તરફથી હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ…

21 Comments »

 1. Kiran Panchal said,

  January 1, 2011 @ 2:07 am

  બહુ જ સરસ …. ભરે કોઈ જે રીતે શ્વાસ અંતવેળાના…તમે શ્વસેલી હવા એમ શ્વાસમાં લીધી…. એ પન્ક્તિ ઘણી મરહમ જેવી લાગે છે.

 2. ડૉ.મહેશ રાવલ said,

  January 1, 2011 @ 2:32 am

  કવિશ્રીને ‘સહજ’ ને વડોદરા ‘ગઝલસભા’ દ્વારા ‘મરીઝ યુવા પ્રતિભા ગઝલકાર’નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો એ બદલ હાર્દિક અભિનંદન અને સુંદર ગઝલ અને સરસ મક્તા માટે પણ સલામ.

 3. કિરણસિંહ ચૌહાણ said,

  January 1, 2011 @ 2:42 am

  વાહ! વાહ! વાહ! શું ગઝલ છે યાર! ‘સહજ’ અભિવ્યક્તિ.

 4. અનામી said,

  January 1, 2011 @ 5:37 am

  ગઝલના પાકને રેતી જ રાસ આવે છે
  મરુભૂમિ અમે એથી ગરાસમાં લીધી

  વાહ… અદભૂત..

 5. jigar joshi 'prem' said,

  January 1, 2011 @ 6:15 am

  વાહ્…. હોશોહવાસમાઁ લીધેલી છૂટ ! અત્યંત સુઁદર…..
  કવિશ્રીને ફરી ફરી અભિનંદન

 6. pragnaju said,

  January 1, 2011 @ 8:05 am

  કવિશ્રીને ‘સહજ’ ને વડોદરા ‘ગઝલસભા’ દ્વારા ‘મરીઝ યુવા પ્રતિભા ગઝલકાર’નો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો એ બદલ હાર્દિક અભિનંદન
  અધર ને શબ્દના મંજુલ સમાસમાં લીધી
  અમે પીગળતી કોઈ ક્ષણને પ્રાસમાં લીધી
  વાહ્

 7. dHRUTI MODI said,

  January 1, 2011 @ 9:40 am

  કવિજીને અભિનંદન. નખશિખ સુંદર ગઝલ.

 8. Bharat Trivedi said,

  January 1, 2011 @ 9:43 am

  આવી સુદર ગઝલ માણ્યા પછી જ ખબર પડે કે કાચી ગઝલ કેટલી કાચી હોઈ શકે છે! આપણે જેને નખશિખ સુંદર કહી શકીયે તેવી આ ગઝલ બની છે. આ પસંદગી બદલ વિવેકભાઈનેય અભિનંદન આપવાનું નમ થઈ જાય છે. નવા વર્ષની આવી ધમાકેદાર શરુઆત અહીં લયસ્તરો પર થાય છે એટલે ધલલ મોશાયને પણ નવા વર્ષ નિમિત્તે અનેક શુભ કામનાઓ. સર્વે ભવંતુ સુખીનઃ……….

  ભરત ત્રિવેદી

 9. vijay shah said,

  January 1, 2011 @ 10:20 am

  અભિનંદન વિવેકભાઈ કાણે ને..
  અને લય સ્તરોને..પણ
  મને આ શેર ગમ્યો

  અધર ને શબ્દના મંજુલ સમાસમાં લીધી
  અમે પીગળતી કોઈ ક્ષણને પ્રાસમાં લીધી

 10. સુનીલ શાહ said,

  January 1, 2011 @ 11:23 am

  વાહ..ક્યા બાત હૈ..! સુંદર ગઝલ.
  કવિને અભિનંદન

 11. preetam.lakhlani said,

  January 1, 2011 @ 2:37 pm

  વાહ! વાહ! વાહ! શું ગઝલકાર છે!!!!!!
  સવાય ગુજરાતી ગઝલકાર્ને નવા વરસે હારદીક અભિનદન્………
  ભાઈ ધવલ જો તમને મારી આ Comment ન ગમે તો પ્રેમથી delete કરી શકો છો..

 12. preetam lakhlani said,

  January 1, 2011 @ 2:45 pm

  કવિશ્રીને એમના પ્રથમ ગઝલ સંગ્રહ ‘કઠપૂતળી’ બદલ ‘પ્રેીતમ્ લખલાણી ’ તરફથી હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ…

 13. sudhir patel said,

  January 1, 2011 @ 4:13 pm

  ખૂબ સરસ ગઝલ!
  કવિશ્રીને અભિનંદન અને શુભેચ્છાઓ!

  સુધીર પટેલ.

 14. bharat vinzuda said,

  January 1, 2011 @ 10:59 pm

  કવિશ્રીને એમના પ્રથમ ગઝલ સંગ્રહ ‘કઠપૂતળી’ બદલ અને માટૅ અભિનંદન અને શુભેચ્છાઓ….

 15. prabhat chavda said,

  January 2, 2011 @ 12:07 am

  તમે શ્વસેલી હવા એમ શ્વાસમાં લીધી,વાહ વાહ

 16. divya modi said,

  January 2, 2011 @ 3:34 am

  આ નખશિખ સુન્દર ગઝલ માટે
  ખૂબ જ સહજપણે.. હોશોહવાસ માં કવિને હાર્દિક અભિનંદન..!!

 17. kanchankumari. p.parmar said,

  January 2, 2011 @ 5:55 am

  સહજ ના શબ્દો એ તો કમાલ કરિ; ઘડી ભર તો ખરે ખર શ્વાસો ને થ્ંભાવી દીધા!!!!!

 18. Pancham Shukla said,

  January 2, 2011 @ 10:14 am

  સુંદર ગઝલ. કવિશ્રીને હાર્દિક અભિનંદન.

 19. himanshu patel said,

  January 2, 2011 @ 10:38 am

  વિવેક કાણે ‘સહજ’, હાર્દિક અભિનંદન.નખશિખ સુન્દર ગઝલ માટે અને જે સંગ્રહે ગઝલને “અધર ને શબ્દના મંજુલ સમાસમાં લીધી”છે તે માટે.

 20. KALPANA said,

  January 2, 2011 @ 3:47 pm

  વાહ.

 21. Gunvant Thakkar said,

  January 3, 2011 @ 12:34 am

  આધુનિક ગઝલમાં પોતીકો,મિજાજ ધરાવતા કવિને અભિનંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment