ઈચ્છાના કાચઘરમાં એ કેદ થાય અંતે,
માણસનું નામ બીજું રંગીન માછલી છે.
સંજુ વાળા

ચૈત્રરાતે – સુરેશ જોષી

ચૈત્રરાતે ચાંદની
એના મૃદુ કરથી લખી ગઈ
આ દેહ પર શા લેખ
તે અંગેઅંગે ફેરવીને અંગુલિ
કૂતુહલથકી ઉકેલવા બેઠો પવન ,
એ સ્પર્શસુખે આ સવારે હું મગન.

– સુરેશ જોષી

જાપાનીઝ કવિતાઓના ઋજુ સૌંદર્યની યાદ અપાવાતી કવિતા. અનુભૂતિની સચ્ચાઈથી જ કવિતાનો ગર્ભ રચાય છે. ને એ સચ્ચાઈ હોય તો કાવ્ય-સૌંદર્ય તો એની મેળી જ ખીલે ઊઠે છે. એમના જ બે સૌંદર્ય-શુદ્ધ લઘુકાવ્યો પણ જોશો.

4 Comments »

 1. વિવેક said,

  June 9, 2010 @ 7:56 am

  ટૂંકી પણ મજાની કવિતા… નિતાંત સૌંદર્યની વાત…

 2. pragnajuvyas said,

  June 9, 2010 @ 10:55 am

  આપણામાં જ બેઠેલું મીંઢું હૃદય સમય જોડે સંતલસ કર્યા કરે છે અને પછી એકાએક બન્ને કાવતરું કરીને ભાગી જાય છે. પછી રંગમંચ પર પડદા ઢળી જાય છે. એ અંતિમ ઉપસંહારના આપણે તો દ્રષ્ટા બની જ શકતા નથી. સમયનો શાશ્વતથી છેદ ઉડાડી દેવાના બાલિશ પ્રયત્નો કેટલાક ભયભીત લોકો કર્યા કરે છે
  ત્યારે કોઈક જ..
  .તે અંગેઅંગે ફેરવીને અંગુલિ
  કૂતુહલથકી ઉકેલવા બેઠો પવન ,
  એ સ્પર્શસુખે આ સવારે હું મગન.
  અનુભૂતિ કરે છે

 3. Mousami Makwana said,

  June 9, 2010 @ 10:26 pm

  અતિ સુંદર રચના…..!!! ઓછા શબ્દોમા અહેસાસની સર્વાંગ સુંદર અનુભુતિ…..!!!

 4. Pancham Shukla said,

  June 14, 2010 @ 7:04 am

  સુરેશ જોષી ભાવના અંતિમ ધ્રુવો સુધી ગતિ કરી શકે એવા રેવલ્યુશનરી સર્જક /વિવેચક હતા. આ કાવ્ય જેટલું શીતળ છે એટલું જ દાહક કાવ્ય પણ એ આપે છે. એ પણ જોવા જેવું છે.

  http://bazmewafa.wordpress.com/2010/06/13/vishadnubhonyru-sureshjosh/

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment