ચાલ, ફરીએ ! – નિરંજન ભગત
ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હૃદયનુ વ્હાલ ધરીએ !
બહારની ખુલ્લી હવા
આવે અહીં, ક્યાં લૈ જવા ?
જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !
એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !
-નિરંજન ભગત
કાવ્યની સુંદરતા તેની સરળતામાં છે. જેમ જેમ કવિનું કદ વધતું જાય તેમ તેમ તેની વાણીમાં લાઘવ અને સરળતા આવતી જાય…..
ભૂપેન્દ્ર ગૌદાણા,વડોદરા said,
January 6, 2013 @ 2:27 AM
ચાલ, ફરીએ !
માર્ગમાં જે જે મળે તેને હ્રદયનુ વ્હાલ ધરીએ !
જ્યાં પંથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !
ગાવા વિષે, ચ્હાવા વિષે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !
નિરંજન ભગતની વાત જ કંઈક અલગ !જુઓ ને આખી રચના માંથી બબ્બે લાઈન બાદ કરી તો પણ સ હેજે રસ ભંગ નથી થતો! અને ખાસ તો નિરંજન ભગતની નિખાલસ નમ્રતા સ્પર્શી ગઈ!
આપણે પણ ચાલો ને
ગાવા વિષે,ચ્હાવા વિષે; આજની ના કાલ કરીએ !
માર્ગમાં જે જે મળે તેને હ્રદયનુ વ્હાલ ધરીએ !
જ્યાં પંથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ !
વાહ!! વડોદરાની, ૬જાન્યુ. રવિવાર ની ૧૨* ઠંડીમાં ગરમાવો આવી ગયો!
એકલા રહેવું પડી ?
આ સૃષ્ટિ છે ના સાંકડી !
એમાં મળી જો બે ઘડી
ગાવા વિષે, ચ્હાવા વિષે; તો આજની ના કાલ કરીએ !
ચાલ ફરીએ !
ધ બર્નીંગ ટ્રેઈન નું ” પલ દો પલ કા સાથ હમારા.. પલ દો પલ કા યારાના..
*આમાં પલ દો પલ નો અર્થ જબ તક સાઁસ,તબ તક આશ.. સમજવો!
ચેતન મહેતા said,
January 6, 2013 @ 4:48 AM
વાહ ! જિવન આવુ જ છે. બે ઘડીમા જે મળે તેને હ્રદયનુ વ્હાલ કરી લેવામા જ મઝા છે.
ચેતન મહેતા,ચલથાણ,સુરત. said,
January 6, 2013 @ 4:51 AM
વાહ ! જિવન આવુ જ છે. બે ઘડીમા જે મળે તેને હ્રદયનુ વ્હાલ કરી લેવામા જ મઝા છે.
perpoto said,
January 6, 2013 @ 7:07 AM
ચાલ ફરીયે….આવું જ કૈંક ભગત સાહેબ ફરવા આવ્યો છું મા કરે છે(ધવલભાઇએ જેનો રસાસ્વાદ ૨૦૦૫ માં કરાવ્યો હતો)
vijay joshi said,
January 6, 2013 @ 9:37 AM
હું જગ પ્રવાસનો જગ-મિત્ર છું એટલે નિરંજનભાઈ જાણે મારી જ વાત કહી રહ્યા છે એવું લાગ્યું.
એમની આ અપ્રતિમ કવિતા પ્રેરિત મારા બે હાઇકુ મુકું છું.
તારી આંખમાં
હું, મારી આંખમાં તું,
ચાલ મળીએ!
દેશ વિદેશ
નવી ચાલ ચાલીએ,
ચાલ ફરીએ!
pragnaju said,
January 6, 2013 @ 11:54 AM
અદભૂત
ઘડીને રળીયામની બનાવવાની વાત,
અનુભવવાની વાત
તેમની મને ખૂબ ગમતી રચના
કાળની કેડીએ ઘડીક સંગ
રે ભાઈ, આપણો ઘડીક સંગ;
આતમને તોય જનમોજનમ લાગી જશે એનો રંગ !
ધરતી આંગણ માનવીના આ ઘડીક મિલનવેળા,
વાટમાં વચ્ચે એક દી નકી આવશે વિદાયવેળા!
તો કેમ કરીનેય કાળ ભૂલે ના એમ ભમીશું ભેળા !
હૈયાનો હિમાળો ગાળી ગાળીને વહશું હેતની ગંગ !
પગલે પગલે પાવક જાગે ત્યાં ઝરશું નેનની ઝારી,
કંટકપથે સ્મિતવેરીને મ્હોરશું ફૂલની ક્યારી;
એકબીજાને જીતશું, રે ભાઈ,જાતને જાશું હારી !
ક્યાંય ના માય રે આટલો આજ તો ઉરને થાય ઉમંગ !
Rekha Sindhal said,
January 6, 2013 @ 12:56 PM
કવિની “હુઁ તો બસ ફરવા આવ્યો છું. ગીત પ્રમનું પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું” રચના યાદ આવી ગઈ. સુંદર ભાવવાહી રચનાઓ.
Pravin Shah said,
January 6, 2013 @ 11:20 PM
ખૂબ જ સુંદર કવિતા !
Maheshchandra Naik said,
January 7, 2013 @ 2:10 PM
સરસ કાવ્ય, કવિશ્રી બધાને જ વહાલની વાત કરે છે……