હું જે ધારું કોઈ દિવસ થાય ના?
દર્દ ચારેકોરથી વહેરાય ના?

દમ હજી દરિયામાં ક્યાં છે એટલો!
તું ડૂબાડી દે તો કંઈ કહેવાય ના.
– જુગલ દરજી

સાંજ – વિનોદ અધ્વર્યુ

અહો ! આજ
લાગે કેવી સુંવાળી આ સાંજ !
બપોરના ન્હોર થકી ઝરડાયું તન,
તે પરે શો રેશમ શો સ્પર્શ ?
વૃક્ષ તણાં થડનેય થતો હશે હર્ષ !
પાંદડે પાંદડે કેવું મલકે છે મન !
ઊના ઊના આભ પરે
દાઝતી પૂનમ હજી ડરતાં ભરે બે ડગ,
ત્યાં તો પેલી પોયણીને
વ્યાપી ગઈ રગેરગ !
ધરતીએ ઢીલા કર્યાં કંચુકીના બંધ,
પવનને પાથરણે આળોટતી ગંધ.
હાંફતી હવાએ કેવો હેઠો મૂક્યો શ્વાસ !
અનાયાસ જાણે એક જડી ગયો પ્રાસ
‘હા…શ !’
લાગે કેવી રૂપાળી આ સાંજ !
એક ડાળે બેસી એને જોયા કરે
કપોત ને બાજ !

– વિનોદ અધ્વર્યુ

સાંજનું એક ચિત્ર થોડા દિવસો પહેલાં આપણે લયસ્તરો પર જોયું હતું. આજે આવું જ એક મજાનું બીજું શબ્દચિત્ર જોઈએ…  બપોરના તાપથી ઘાયલ પ્રકૃતિ, વૃક્ષ, આભ, પોયણી બધે જ સાંજનો સુંવાળો સ્પર્શ એમ ફરી વળે છે જાણે (ઉ)ઝરડાયેલા તનને શાતા આપવા એ આવી ન હોય ! ઉઝરડાવું માંથી ‘ઉ’ કાઢીને કવિ એક નવા જ શબ્દની નિષ્પત્તિ કરે છે. છેલ્લી પંક્તિમાં કબૂતર અને બાજ – બંનેને એક જ ડાળી પર બેસાડીને કવિ સારું અને નઠારું – કોઈ પણ સાંજની રૂપાળી અસરથી હાશકારો અનુભવ્યા વિના રહેતા નથી એ નિર્દેશીને કાવ્ય સિદ્ધ કરે છે.

11 Comments »

  1. Rina said,

    November 2, 2012 @ 12:59 AM

    beautiful….

  2. perpoto said,

    November 2, 2012 @ 1:40 AM

    સુંદર ઉર્મિચિત્ર…..
    એક હાયકુ ટપકાવું..
    .
    નાકે અટુલી
    રાહ જોતી બપોર
    ઢળવા સાંજ

  3. JASHU G. MEHTA said,

    November 2, 2012 @ 5:22 AM

    હા…શ !’
    લાગે કેવી રૂપાળી આ સાંજ !

  4. vijay joshi said,

    November 2, 2012 @ 9:17 AM

    આ સુંદર વર્ણન વાંચી મારું રચેલું એક હાઇકુ યાદ આવ્યું-

    સંધ્યા વિનવે
    ક્ષિતીજને, સજાવ
    શૈયા સૂર્યની!

  5. pragnaju said,

    November 2, 2012 @ 10:32 AM

    પ્રતિભાવમા મઝાના હાઇકુ
    વાહ
    થાય સાંપ્રત અનુભવનું હાઇકુ

    સૅંડી ઝાપટે
    ઘર ચૂરતા વૃક્ષે
    ચહેકે પંખી

  6. vijay joshi said,

    November 2, 2012 @ 10:57 AM

    હાઇકુનો માહોલ જામ્યો છે તો મુકું છું મારું એક ઔર અહીકું

    પાથર્યા સપ્ત
    રંગો, મેધધનુશ્યે
    આસમાનમાં.

  7. vijay joshi said,

    November 2, 2012 @ 2:17 PM

    મારું રચેલું એક મુક્ત-પંચિક યાદ આવ્યું- મુકું છું.

    લજ્જિત સંધ્યા

    આવી ક્ષિતીજે,

    નહાવા સૂર્ય સાથે,

    સાગર કાંઠે,

    ફરી, આ સાંજે!

  8. Maheshchandra Naik said,

    November 2, 2012 @ 3:27 PM

    સરસ અભિવ્યક્તિ અને સરસ અનુભવની આપવીતીનો અહેસા કરાવતી રચના……………..

  9. Amin Panaawala said,

    November 4, 2012 @ 1:49 AM

    સ ર સ્

  10. સંજુ વાળા said,

    November 4, 2012 @ 2:55 AM

    ખરેખર સાંજની સૌંદર્યશ્રી રણઝણે છે !!

  11. Rakesh Thakkar, Vapi said,

    November 4, 2012 @ 9:38 AM

    સ ર સ્

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment