જે સહજ રીત થી એની મેળે ગયૉ,
એ દિવસ સહુ કહે છે કે એળે ગયૉ.
મુકુલ ચોકસી

અટકળ બની ગઈ જિંદગી ! – વેણીભાઈ પુરોહિત

આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ…
બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિંદગી !

હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,
ફક્ત શ્વાસોચ્છ્વાસની અટકળ બની ગઈ જિંદગી !

સ્મિતનું બહાનું શોધતું મારું રુદન રઝળી પડ્યું,
હાસ્ય ને રુદનની ભૂતાવળ બની ગઈ જિંદગી !

વિશ્વમાં કો સાવકું સરનામું લઈ આવી પડ્યો !
કાળની અબજો અજીઠી પળ, બની ગઈ જિંદગી !

ફૂલને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો –
ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી !

દિલ ન’તું પણ વાંસનું જંગલ હતું, ઝંઝાનિલો !
આપ આવ્યા ? હાય ! દાવાનળ બની ગઈ જિંદગી !

– વેણીભા પુરોહિત

મત્લા વિનાની છતાં જાનદાર ગઝલ…  ગીતકવિ વેણીભાઈને માન્ય ગઝલકાર તરીકે પ્રસ્થાપિત કરી શકે એવી !

 

7 Comments »

  1. Rina said,

    August 10, 2012 @ 1:11 AM

    awesome…..

  2. ધવલ શાહ said,

    August 10, 2012 @ 8:29 AM

    હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં,
    ફક્ત શ્વાસોચ્છ્વાસની અટકળ બની ગઈ જિંદગી !

    -સરસ !

  3. pragnaju said,

    August 10, 2012 @ 9:21 AM

    મત્લા ન કહી શકાય તેવો પહેલો શેર વધુ ગમ્યો
    આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ…
    બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઈ જિંદગી !
    યાદ
    इमां मुजे रोके है जो खींचे है मुजे कुफ्र
    काबा मेरे पीछे है कलीसा मेरे आगे

  4. Dhruti Modi said,

    August 10, 2012 @ 3:22 PM

    સુંદર ગઝલ.

  5. Maheshchandra Naik said,

    August 10, 2012 @ 4:01 PM

    શ્રી વેણીભાઈને સ્મૃતિવંદના……………….

  6. Suresh Shah said,

    August 10, 2012 @ 10:11 PM

    Friends,

    ગુજરાતી સાહિત્યનો ખજાનો જેમની કવિતાઓથી સમૃધ્ધ છે એ માનીતા કવિ શ્રી સુરેશ દલાલ હવે આપણી વચ્ચે નથી.

    આજ રોજ, ઓગષ્ટ ૧૦, તેમનુ નિધન થયુ છે તે સૌ સહિત્યરસિક જનોને જાણ માટે.

    We prey God his soul remain in eternal peace.

    -લાંબા સમયથી બીમાર હતા
    મુંબઇ, તા.10 ઓગસ્ટ, 2012

    રણજિતરામ સુવર્ણ ચંદ્રક અને નર્મદ સુવર્ણ ચંદ્રક વિજેતા, ગુજરાતી ભાષાનાં ખ્યાતનામ કવિ સુરેશ દલાલનું મુંબઇ ખાતે તેઓના નિવાસ સ્થાને રાત્રે 9 કલાકે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેઓનાં અવસાનનાં સમાચાર વાયુ વેગે ફેલાતા સાહિત્ય જગતમાં ઊંડા શોકની લાગણી ફેલાઇ છે.

    ડો.સુરેશ દલાલનો જન્મ તા.11મી ઓક્ટોબર, 1932નાં રોજ મુંબઇ ખાતે થયો હતો. તેમણે એમ.એ., પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો. તેઓ

    એસ.એન.ડી.ટી. વિમેન્સ કોલેજનાં નિવૃત્ત ડિરેક્ટર હતા. મહારાષ્ટ્ર સરકારનો તેમને બેસ્ટ ટીચરનો એવોર્ડ મળ્યો હતો. સાહિત્ય અકાદમી દિલ્હી

    અને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા કવિ નાન્હાલાલ પારિતોષિકથી તેઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.

    અમેરિકન સરકાર દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ચેકોસ્લોવેકિયા ખાતે ડિઝાઇન ઇન્ડિયન કલ્ચરર્સ કાર્યક્રમમાં પ્રતિનિધિ

    તરીકે તેઓ ગયા હતા.

    તેઓની બાળ-કવિતા ઇટ્ટા કિટ્ટા, ચલક ચલાણું, ધીંગા મસ્તી પ્રસિદ્ધ બની હતી. તેઓની અનેક કૃતિઓ લોકજીભે છે. તેમણે નિબંધ અને

    વાર્તાઓ દ્વારા પણ ગુજરાતી સાહિત્યની સેવા કરી હતી.

    ઉપરાંત, મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેઓને શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રી જણાવ્યું હતું કે તેઓનાં અવસાનથી ગુજરાતી ભાષાનો પ્રત્યેક શબ્દ રડી રહ્યો છે.

    [source: Gujarat Samachar]

  7. Nivarozin Rajkumar said,

    September 2, 2012 @ 11:23 AM

    ફૂલને કાંટાની કુદરત છે, અરે તેથી જ તો –
    ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી !

    અરે………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment