મારું સારું બધું સહજ છે ‘મરીઝ’,
કેળવેલી આ લાયકાત નથી.
મરીઝ

ગઝલ – તોફાની ત્રિપુટી

સ્થાન એનું છે હજીયે આગવું,
સાવ સૂના આંગણામાં ઝાડવું.

એ સહજતાથી થયું મારું પતન,
બાળકોનું આંબલીને પાડવું.

એ હશે સંકેત કે બીજું કશું ?
ડાયરીનું એ જ પાનું ફાડવું.

આ નગરની સ્તબ્ધતા નીરવ નથી –
સાંભળો, સંભળાય છે એ હાંફવું?

– તોફાની ત્રિપુટી
(તાહા મન્સૂરી, સૌરભ પંડ્યા, ચિંતન શેલત)

ફેસબુક પર ત્રોફાની ત્રિપુટીના નામે તોફાન મચાવતા આ ત્રણ બિન્દાસ્ત કવિઓએ સહિયારું સર્જન કરવાનો શિરસ્તો રાખ્યો છે. એમની કેટલીક રચનાઓમાંની તરત ગમી ગયેલી એક ગઝલ લયસ્તરોના વાચકો માટે…

15 Comments »

  1. vineshchandra chhotai said,

    March 17, 2012 @ 3:12 AM

    કદાચ બિલિ પત્ર સમ , બહુજ ગમિ ગયુ ………………આબ્બ્ભાર ……..ધન્ય્વદ ….ને કવિ આઓને અભ્નન્દન્નદ …….

  2. Rina said,

    March 17, 2012 @ 3:13 AM

    વાહહ…..

  3. pragnaju said,

    March 17, 2012 @ 4:12 AM

    આ નગરની સ્તબ્ધતા નીરવ નથી –
    સાંભળો, સંભળાય છે એ હાંફવું?
    વાહ્
    ત્રિપુટિનો નીરવ રવે છે

  4. Dinesh Pandya said,

    March 17, 2012 @ 4:15 AM

    બહુ સરસ ! રમેશ પારેખ અને અનિલ જોશીની (જોડીની) એક સહિયારી રચના –
    “ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
    મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં”
    માણી હતી. ત્રિપુટીની રચના પહેલી વાર વાંચવામા આવી. આવા પ્રયોગો જ સાહિત્ય (અને કોઈ પણ કલાને જીવંત રાખી શકે.
    તોફાની ત્રિપુટી અને તમને પણ ખૂબ ખૂબ અભિનંદન !

    દિનેશ પંડ્યા

  5. rajul b said,

    March 17, 2012 @ 4:20 AM

    સુદર …

  6. rajul b said,

    March 17, 2012 @ 4:21 AM

    sorryyy…

    સુંદર..

  7. ડૉ.મહેશ રાવલ said,

    March 17, 2012 @ 5:03 AM

    હાંફવાનું સાંભળવાની વાત વાંચ્યા ભેગી જ સ્પર્શી ગઈ…..
    ત્રિપુટીને હ્રદયપૂર્વક આવકાર અને અભિનંદન.

  8. Retd.prof. v.c.sheth said,

    March 17, 2012 @ 6:58 AM

    વતનની મુલાકાત મોંઘી પડી,
    છોડ સૌ ઝાડ બની ગયા.
    રસ્તામાં મળ્યો બાબલો,
    કહેમ કેમ છે અન્કલ.
    પંછ્યુ,કોણ છે બાપ તારો,
    કહે,શુ કામ છે બાપનુ,
    મારી માનુ નામ છે જૂગનુ.

  9. himanshu patel said,

    March 17, 2012 @ 11:09 AM

    બીજો અને ચોથો શેર ભાષા અને અભિવ્યક્તિને કારણે સ્પર્શી ગયો.

  10. P. Shah said,

    March 18, 2012 @ 8:32 AM

    અતિ સુંદર ! અભિનંદન !

  11. dhaval soni said,

    March 19, 2012 @ 2:01 AM

    ખુબ જ સરસ રચના પ્રયોગ! છેલ્લો શેર ખુબ ગમ્યો..!

  12. poonam said,

    March 19, 2012 @ 5:56 AM

    આ નગરની સ્તબ્ધતા નીરવ નથી –
    સાંભળો, સંભળાય છે એ હાંફવું?

    – તોફાની ત્રિપુટી
    (તાહા મન્સૂરી, સૌરભ પંડ્યા, ચિંતન શેલત) વાહ !!

  13. HATIM THATHIA said,

    March 19, 2012 @ 2:41 PM

    ક્વઇ અને ગ્ધ્ય લેખક જુગલ જોદિ રચે ત્યરે અનેરુન સર્જન થઇ ચ્હે . પહેલેઓ પ્રોયોગ ગુજરતિ સહિત્યઆ જો ભુલ્તો ન હોઉ તો અમ્મે બધઅ જ્યોતિન્દ્ર દવે અને ધનસુખલલ મેહ્ત ૧૯૧૫ મન કર્યો હતો સુન્દર રચન અભિનન્દન હાતિમ બગસ્રરાવલા

  14. dr>jagdip said,

    March 20, 2012 @ 12:20 PM

    લ્યો અમે ચોથા બની આવી ગયા
    ત્રણથી અઘરું થશે પહોંચાડવું….!!!!!
    “ચંડાળ ચોકડી” ડો. નાણાવટી

  15. મદહોશ said,

    March 22, 2012 @ 11:05 AM

    એકદમ આગવી રચના છે. એથીયે આગવી રીત છે આ ત્રણ કવિઓ ની. વાહ…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment