મન રહ્યું બંધિયાર એમાં લપસી ગઈ સૌ ઝંખના,
વાંક પાણીનો હતો પણ આળ છે શેવાળ પર.
- વિવેક મનહર ટેલર

બોગદા – મણિલાલ ગાલા [ કચ્છી કાવ્ય ] – અનુ.-કિશોર શાહ

ધીરેધીરે હું નીકળું છું
એ બળબળતા બોગદામાંથી

અને જાઉં છું ફરી
બીજા લાંબા બોગદામાં
જેમાં અંધારાનો ઠંડો, કાળો છાંયડો હોય છે

મનને ચગદતા મારા પગ તો ચાલવાના છે
અને તે માટે રસ્તાઓના આભાસ ઊભા કરું છું
[એમ કહેવા કે પગ ફરતા રહેશે તો
બોગદા પણ આવતાં રહેશે?]

લાંબુ બોગદું વટાવીને
તેમાંથી નીકળતા બીજા બોગદામાં જવાની ઉતાવળમાં
હું બેસી જાઉં છું
અને મારા પગ નીકળી ચાલ્યા ગયા છે
બચેલી બધી ઇન્દ્રિયોના બળથી
બોગદાને કચડવાના કામમાં
આખો તણાય છે તે કોણ છે ?

મડદલનો બચેલો જીવ શોષવા
પહોંચી આવનાર ચાર ગીધવાળો મુકામ પસાર કરતાં,
ત્યાં ગબડી પડું છું જ્યાં જવાનું ફરમાન નથી.

જે ચીજ શોધવા
હું નીકળ્યો છું
એને જોઇને ત્યાં જ છોડી દઈશ અને
ઝબકતા ભડકાના
અંબારમાં આખો ખૂંપી જઈશ.

 

આખી વાત અતુપ્ત ઈચ્છાઓ-તૃષ્ણાની છે. માનવ એવા ભ્રામક ખ્યાલ સાથે જીવતો હોય છે કે આ એક ઈચ્છા પૂરી થાય પછી નિરાંત….આમ એક પછી એક ‘બોગદા’ માં તે ફસાતો રહે છે. છેવટે મૃત્યુ મ્હોં ફાડીને ઊભેલું ભાળે છે,ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. મહિમા આ ક્ષણને મનભરીને જીવવાનો છે-માણવાનો છે…..

5 Comments »

  1. pragnaju said,

    October 17, 2011 @ 7:18 AM

    મારા પગ નીકળી ચાલ્યા ગયા છે
    બચેલી બધી ઇન્દ્રિયોના બળથી
    બોગદાને કચડવાના કામમાં
    આખો તણાય છે તે કોણ છે ?
    સુંદર અભિવ્યક્તી
    દોડીને સંસારમાં એ જે કંઈ પણ મેળવે છે, એનાથી એની તૃપ્તિ નથી થતી કારણ કે તૃપ્તિનું મૂળ પ્રભુ એ બધા કરતા આગળ હોય છે જેને સંસારના વિષયોના રૂપમાં મને મેળવ્યું હોય છે. મનને મૃગ-તૃષ્ણાની જેમ દોડાવીને જીવન સમાપ્ત..આમાં પહેલી જવાળા છે તૃષ્ણાની. બીજી જવાળા છે ગુસ્સાની. જ્યારે તૃષ્ણા પ્રાપ્ત કરવામાં વિઘ્ન નડે છે ત્યારે ગુસ્સો આવે છે. ત્રીજી જવાળા છે લોભની. લોભ … તૃષ્ણા અહંકારનો ફેલાવો કરે છે

  2. himanshu patel said,

    October 17, 2011 @ 10:30 AM

    કાવ્ય સરસ છે એને ગૂઢ છે,
    સાથે કચ્છી ભાષા પણ આપી હોત તો જાણવી ગમત, આભાર.

  3. Dhruti Modi said,

    October 17, 2011 @ 4:40 PM

    સુંદર કલ્પન. ગહન વિચાર. કાવ્ય ગમ્યું.

  4. Pinki said,

    October 19, 2011 @ 7:44 PM

    જે ચીજ શોધવા
    હું નીકળ્યો છું
    એને જોઇને ત્યાં જ છોડી દઈશ. સરસ …!

    કદાચ એટલે જ વેદ કહે છે, તેન ત્યકતેન ભૂંજિથા :

  5. DINESH said,

    February 13, 2018 @ 4:45 AM

    Can You Send His Kutchi Kavy..?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment