હણો ના પાપીને, દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે વિમળ દિલના ગુપ્ત બળથી.
સુંદરમ્

તઝમીન – ‘રાઝ’ નવસારવી

ચીનુ મોદીનો પ્રખ્યાત શેર :

સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.

આ શેર પરથી રચેલ તઝમીન :

રાત દિવસ દિલથી માલિકને ભજી,
ક્યારથી બેઠો છું દુનિયાને તજી,
મારી નિષ્ઠામાં છે તમને શક હજી?
સ્વર્ગની લાલચ ન આપો શેખજી,
મોતનો પણ એક મોભો હોય છે.

‘રાઝ’ નવસારવી

તઝમીન એટલે કોઈ બે પંક્તિઓ લઈને એના અર્થને અકબંધ રાખીને ત્રણ પંક્તિઓ ઉમેરીને બનાવેલી કુલ પાંચ પંક્તિની રચના. નવસારીમાં 9 ડીસેમ્બર 1935 ના રોજ જન્મેલા, નવસારીમાં જ હાલ રહેતા અને નિવૃત્ત શિક્ષક એવા આ શાયરનું નામ છે સૈયદ સગીરઅહમદ અલીજાન. તેમણે ઉપરોક્ત તખલ્લુસથી ગઝલો, મુક્તકો અને તઝમીન લખ્યાં છે. તઝમીન તેમની ખાસ વિશેષતા છે.

1 Comment »

  1. જ્યશ્રી said,

    December 21, 2006 @ 2:20 AM

    દાદા… આજે તો તમે કંઇક નવું શિખવાડ્યું. મેં તો આ ‘તઝમીન’ શબ્દ પણ પહેલી જ વાર સાંભળ્યો.
    Thank you, Dada. !!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment