પૂર્વજન્મ – પ્રીતમ લખલાણી
બારીએ
પંખીનો ટહુકો સાંભળી
મેજ પર પડેલ
કાગળને
ક્યારેક
પૂર્વજન્મ યાદ આવતો હશે ?!
પંખીનો ટહુકો સાંભળી
મેજ પર પડેલ
કાગળને
ક્યારેક
પૂર્વજન્મ યાદ આવતો હશે ?!
-પ્રીતમ લખલાણી
અત્યંત ટચૂકડી હોવા છતાં આ રચનામાં કવિએ પ્રકૃતિપ્રેમની લાગણી એવી તીવ્રતાથી વણી લીધી છે કે લોહી અચાનક થીજી જતું જણાય. વૃક્ષમાંથી બનતી ત્રણ વસ્તુઓ બારી, મેજ અને કાગળ સાથે વૃક્ષ પર બેસનાર પંખીને સાંકળીને કવિએ ચમત્કૃતિ સર્જી છે.
જ્યશ્રી said,
December 18, 2006 @ 5:34 AM
વાહ… !!
ગાગરમાં સાગર કદાચ આવી રચનાઓને કહેવાય.
ઊર્મિસાગર said,
December 18, 2006 @ 1:56 PM
થોડા શબ્દોમાં અદભૂત આલેખન !
ખૂબ જ સુંદર….!!
મીના છેડા said,
December 19, 2006 @ 3:25 AM
મિત્ર વિવેક,
કાવ્યનો રસાસ્વાદ કરાવવાની રીત પણ ચમત્કૃતિથી ઓછી નથી.
મીના
Jigar said,
June 21, 2016 @ 3:25 AM
classic !!!