નથી તું ચાંદ તોયે રોશની તારી ફળી તો છે,
અમાસી રાતને જેવી રીતે તારા ફળે એમ જ!
સંદીપ પૂજારા

મુક્તક – નીતિન વડગામા

બંધ રોજેરોજ સઘળાં બારણાંઓ હોય છે
સાવ નિરાધાર હૈયાધારણાઓ હોય છે
એમ વાગોળ્યા કરો ને એમ એ દૂઝ્યા કરે
કેટલા કરપીણ આ સંભારણાઓ હોય છે

– નીતિન વડગામા

6 Comments »

  1. Jayshree said,

    September 19, 2006 @ 3:06 AM

    સરસ…

    આમ તો કદાચ જીવન ખાટા-મીઠા, બધી જાતના સંભારણા આપે છે. પણ ખબર નહીં કેમ, અમુક વાર દુ:ખી કરતા સંભારણા જ વધુ યાદ આવે….

  2. ઊર્મિસાગર said,

    September 19, 2006 @ 9:30 AM

    આપણા જ સ્વભાવને ચીતરતું ખૂબ જ સુંદર મુક્તક છે!

    જયશ્રીની વાત એકદમ સત્ય છે…
    માનવી સહજ સ્વભાવ મુજબ ‘દુ:ખી કરતા સંભારણા જ વધુ યાદ આવે’… અને એટલે જેટલું દુ:ખ હોય એના કરતાં પણ અનેકગણું કરી આપણે જ એને વધારતા રહીએ છીએ.

    આભાર ધવલભાઇ…

  3. વિવેક said,

    September 19, 2006 @ 11:51 AM

    ભાઈ રે! આપણા દુઃખનું કેટલું જોર ?

    નાની એવી જાતકવાતનો મચવીએ નહીં શોર….

  4. chetna said,

    September 22, 2006 @ 6:04 PM

    ghani vaar sukh na sambharna pan vartman ma dukh apta hoy chhe…karanke je pahela hatu e vartman ma apne melvi shakta nathi..!

  5. પૂર્વી said,

    September 24, 2006 @ 11:59 PM

    There is no pain so great as the memory of joy in present grief. -Aeschylus વાક્ય યાદ આવી ગયું.

  6. nehal said,

    September 26, 2006 @ 1:43 AM

    આ મુક્તક વાચતા સાથે જ જીદગી ની દરેક દુઃખદ્ ક્ષણ નજર સામે આવી ગઈ. ખરેખર….દરેક માનવી ને પોતીકો લાગે તેવો ઉત્કુષ્ટ મુક્તક…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment