ગોરખ આયા ! – રાજેન્દ્ર શુક્લ
આંગન આંગન અલખ જગાયા, ગોરખ આયા,
જાગો રે જનનીના જાયા, ગોરખ આયા !
ભીતર આકે ધૂમ મચાયા, ગોરખ આયા,
આદિ શબદ મિરદંગ બજાયા, ગોરખ આયા !
જટાજૂટ જાગી ઝટકાયા, ગોરખ આયા,
નજર સધી, અરૂ બિખરી માયા, ગોરખ આયા !
નાભિકંવરકી ખૂલી પાંખુરી ધીરે ધીરે,
ભોર ભઈ, ભૈરવસૂર ગાયા, ગોરખ આયા !
એક ઘરીમેં રૂક્યો સાંસ કે અટક્યો ચરખો,
કરમધરમની સિમટી કાયા, ગોરખ આયા !
ગગન ઘટામેં એક કરાકો, બિજરી હુલસી,
ઘિર આયી ગિરનારી છાયા, ગોરખ આયા !
લગી લેહ, લેલીન હુએ અબ ખો ગઈ ખલકત,
બિન માંગે મુગતાફર પાયા, ગોરખ આયા !
– રાજેન્દ્ર શુક્લ
બે દિવસ પર મૂકેલી કવિશ્રીની ચેત મછંદર ગઝલની સાથેની આ યુગ્મ-ગઝલ આજે મૂકવાની લાલચ છોડી શકતો નથી. ‘ગોરખ આયા’ એટલે ચેતનાનો ચમકરો થવાની ઘટના. ચેતનાની ક્ષણનું આવું સબળ વર્ણન કવિશ્રીના ઘૂંટાયેલા અંતરનાદની સાહેદી પૂરે છે.
ગોરખ-મછંદરની કથા વાંચવાની ઈચ્છા થાય તો એ અહીં મૂકી છે. ( દિનકર જોશીના પુસ્તક ગ્લિમ્પસીસ ઓફ ઈન્ડિયન હિસ્ટરીમાંથી)
(અલખ=પરમેશ્વર, અરૂ=અને, કરાકો=કડાકો, લેહ=લગની, ખલકત=આદત, સૃષ્ટિ)
અભિષેક said,
May 19, 2010 @ 11:19 PM
લયસ્તરો પર અલખ જગાયા, દેખો ગોરખ આયા.
બહુ જ સરસ કાવ્ય.
વિહંગ વ્યાસ said,
May 20, 2010 @ 12:58 AM
વાહ !
Pinki said,
May 20, 2010 @ 10:29 AM
વાહ્… તેમની કલમને શત શત વંદન !
જો સંદર્ભની જાણ ન હોય તો તેમની ગઝલ સમજવી મુશ્કેલ !
satish.dholakia said,
May 20, 2010 @ 10:33 AM
રાજેન્દ્ર શુક્લ આધ્યત્મ ના કવિ છે.અગાઊ કરતા વધુ ગહ્નન લાગ્યુ.
Pancham Shukla said,
May 21, 2010 @ 5:03 AM
ચેત મછંદર – ગોરખ આયા ગઝ્લો ગુજરતી ગઝલનું નજરાણું છે. મારું પ્રિય ગઝલયુગ્મ લયસ્તરો પર જોઈ અનંદ થયો. ધવલની પસંદગી અને શબ્દાર્થ માટેની જહેમતને દાદ આપ્યા સિવાય રહી શકાતું નથી.
વિવેક said,
May 21, 2010 @ 6:52 AM
રા.શુ.ની આ બંને ગઝલો ખૂબ જ સાચવીને વાંચવી પડે એવી છે… અર્થગહન ગઝલો ક્યારેક ભાષાની સુંદરતા જોવા અને ઉપરી અર્થો સમજવામાં પડી જવાય તો ચૂકી જવાય એવી છે…
Jitendra Bharti said,
March 25, 2023 @ 12:59 AM
બિન માંગે મુક્તાફલ પાયા……ક્યા બાત….જય હો !