હું ઈબાદત એટલે કરતો નથી
કોક એવી માંગણી તો જોઈએ
ચિરાગ ત્રિપાઠી

ચેત મછંદર ! – રાજેન્દ્ર શુક્લ

ના કોઈ બારું, ના કોઇ બંદર, ચેત મછંદર,
આપે તરવો આપ-સમંદર, ચેત મછંદર !

નિરખે તું તે તો છે નિંદર, ચેત મછંદર,
ચેતવ ધૂણો ધીખી અંદર, ચેત મછંદર !

કામરૂપણી દુનિયા દાખે રૂપ અપારા,
સુપના લગ લાગે અતિ સુંદર, ચેત મછંદર !

સૂન શિખરની આગે આગે શિખર આપણું,
છોડ છટકણા કાળની કંદર, ચેત મછંદર !

સાંસ અરૂ ઉસાંસ ચલાકર દેખો આગે,
અહાલેક ! આયા જોગંદર, ચેત મછંદર !

દેખ દિખાવા સબ ઢરતા હે ધૂરકી ઢેરી,
ઢરતા સૂરજ, ઢરતા ચંદર, ચેત મછંદર !

ચડો ચાખડી, પવનપાવડી, જયગિરનારી,
ક્યા હે મેરુ ક્યા હે મંદર, ચેત મછંદર !

– રાજેન્દ્ર શુક્લ

સ્થૂળને ઓળંગી જવાની સલાહ કવિ પોતાની લાક્ષણિક શૈલીમાં આપે એની મઝા જ કંઈ ઓર છે. જીવનની મરિચિકાઓની ચેતવણી આપીને  કવિ ‘આપ-સમંદર’ને તરવાનો સીધો રસ્તો બતાવે છે.

(ધૂણો=અગ્નિકુંડ, અપારા=અપાર, સૂન=શૂન્ય, કંદર=ગુફા, અરૂ=અને, ઉસાંસ=ઉચ્છવાસ, અહાલેક= ઈશ્વરના નામનો પોકાર, ધૂરકી ઢેરી=ધૂળની ઢગલી, ઘાસની ઢગલી, પવનપાવડી= આકાશમાં ઊડી શકાય એવી જાદુઈ પાવડી, પવન જેવી ઉતાવળી દોડ )

17 Comments »

  1. અભિષેક said,

    May 17, 2010 @ 11:44 PM

    રાજેન્દ્ર શુક્લની કવિતાઓ અનેરી જ હોય છે. બહુજ સરસ કવિતા છે.

  2. dr bharat said,

    May 18, 2010 @ 12:10 AM

    અદ્ર્ભુત સમંદર ને તરવાનો સીધો રસ્તો!

  3. dr bharat said,

    May 18, 2010 @ 12:14 AM

    અદ્ર્ભુત સમંદર ને તરવાનો સીધો રસ્તો!

  4. વિહંગ વ્યાસ said,

    May 18, 2010 @ 1:00 AM

    મારી ગમતી ગઝલ.

  5. vajesinh said,

    May 18, 2010 @ 1:30 AM

    ગોરખવાણી જેવી અગમ વાત કહેતી રાજેન્દ્ર શુક્લની ગઝલ। આત્માની જેમ અગોચર રહીને મછંદરને ચેતવતો ગોરખનાથ આપણને પણ ચેતવી જાય છે.
    ધૂરકી ઢેરીનો અર્થ ધૂળની ઢગલી થશે, અરૂનો અર્થ અથવા થાય છે, પણ અહીં અને અર્થ વધુ અર્થપૂર્ણ છે. શ્વાસ અને ઉચ્છ્વાસના અર્થમાં.પવનપાવડી- આકાશમાં ઊડી શકાય એવી જાદુઈ પાવડી..ધવલભાઈએ આપેલા શબ્દાર્થ ફરી એક વાર જોઈ જવા જેવું ખરું.

  6. વિવેક said,

    May 18, 2010 @ 1:41 AM

    સુંદર અર્થપૂર્ણ ગઝલ… આ વખતે તો ટિપ્પણીઓ વાંચવી પણ ગમી…

  7. અતુલ જાની (આગંતુક) said,

    May 18, 2010 @ 3:30 AM

    અલખ નીરંજન !

  8. yogesh pandya said,

    May 18, 2010 @ 3:38 AM

    ચેત મછંદર

  9. yamini patel said,

    May 18, 2010 @ 4:04 AM

    i completely agree with what vajesinh has written. i would also like to add that this is a translation of what gorakshanath said hundreds of years ago to warn his own guru matsyendranath and is describing the philosophy of yoga.

  10. pragnaju said,

    May 18, 2010 @ 7:22 AM

    ઘણી વાર તો ખુદ ગુરુને જગાડવા માટે ચેલાઓને મેદાનમાં ઊતરવું પડે છે – ચેત મછંદર, ગોરખ આયા… આદિનાથથી લઈને આજ પર્યંત આ જાગરણ અભિયાન નિરંતર ચાલુ જ છે
    સૌને માટે

    યાદ તેમની જ ગઝલ
    જનમજનમ કો જાન ગયા, કારાગૃહ પહેચાન ગયા,
    કાહે કો મુખ મોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

    બિખરબિખર મિટ જાઉંગા, ફિરતફિરત ફિર આઉંગા,
    નિશાન ડંકા ખોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

    સૂન્નશિખર તક પહોંચૂંગા, પાઊંગા પલમેં અપલક,
    ઐસા ત્રાટક જોડૂંગા, મૈં દરવાજા તોડૂંગા!

  11. ધવલ said,

    May 18, 2010 @ 8:36 AM

    વજેસિંગભાઈ, આભાર ! તમારી પારખી નજર અને અભ્યાસ સામે મારું જ્ઞાન બહુ જ સિમિત છે.

    અરૂનો અર્થ ‘અને’ સુધારી લીધો છે.

    ક્યા શબ્દો મૂળ સ્વરૂપે અને ક્યા શબ્દોના અપભ્રંશ વપરાયા છે એ ચોક્કસપણે કહેવું મારા માટે જરા અઘરું છે. એટલે આ પ્રકારની ભાષા મારા માટે ‘પોચી જમીન’ સમાન છે. એના પર ચાલતા હું જરા ગભરાતો હોઉં છું 🙂 ( દા.ત. ગોરખ એ ગોરક્ષનો અને મછંદર એ મત્સ્યેદંરનાથનો અપભંશ છે એ પણ મને તો ગઈ કાલે જ ખબર પડી )

    ‘ધૂર’ એ ‘ધૂળ’નું અપભ્રંશ હશે એવું તો તરત લાગ્યું. પણ અર્થ જોયો તો ધૂર શબ્દનો અર્થ ઘાસ થાય છે. અને અહીં ઘાસ પણ બંધબેસતું થાય છે એટલે એ શબ્દ અપભ્રંશને બદલે મૂળ શબ્દ હશે એવું મેં ધાર્યું અને એ અર્થ અહીં મૂક્યો.

    પવનપાવડીનો જાદુઈ પાવડી એ જાણીતો અર્થ છે. પણ બીજો અર્થ જોયો ‘પવન જેવી ઊતાવળી દોડ’. હવે, પંક્તિમાં મૂકી જોયું તો : પહેલા અર્થ પ્રમાણે ‘પહેરો ચાખડી, જાદુઈ પાવડી, ગિરનાર (તરફ)’ એવો અર્થ નીકળે. બીજા અર્થ પ્રમાણે ‘ચાખડી પહેરી ઊતાવળી દોડ (મૂકો) ગિરનાર (તરફ)’ એવો અર્થ મનમાં બેઠો. એટલે બીજો અર્થ લીધો.

    તમે સૂચવેલા બન્ને અર્થ પણ ઉપર મૂકું છું.

    ‘પારગી’ની ‘પારખી’ નજરનો લયસ્તરોને લાભ મળે છે એ અમારા માટે ગૌરવની વાત છે 🙂

    આડવાતમાં, સંશોધન કરતા ગોરખ અને મછંદરની પૂરી વાર્તા મને આ મળી છે. ( http://dhavalshah.com/Pictures/Gorakh-Machhandar%20story.pdf ) બીજા કોઈ પાસે વધારે સારી લીંક હોય તો જણાવશો.

  12. રાજની ટાંક said,

    May 18, 2010 @ 11:12 AM

    ચેત મુર્ખ માણસ

    સરસ ગઝલ

  13. Mousami Makwana said,

    May 18, 2010 @ 11:26 AM

    અતિ સુન્દર રચના…
    કવિ રાજેન્દ્ર શુક્લને ડિસા રુબરુ મળ્યા માણ્યા નુ યાદ આવી ગયુ…

  14. Pinki said,

    May 18, 2010 @ 12:12 PM

    વાહ્..

    દેખ દિખાવા સબ ઢરતા હે ધૂરકી ઢેરી,
    ઢરતા સૂરજ, ઢરતા ચંદર, ચેત મછંદર !

    સૂન શિખરની આગે, “આગે શિખર આપણું”
    છોડ છટકણા કાળની કંદર, ચેત મછંદર !

    એટલે કે આપણે જ આપણી નાવ સામે પાર – પેલે પાર ઉતારવાની છે !!

  15. sudhir patel said,

    May 19, 2010 @ 6:35 AM

    ખૂબ જાણીતી અને સૌને ચેતવતી અનોખી ગઝલ!
    સુધીર પટેલ.

  16. Kirtikant Purohit said,

    May 21, 2010 @ 1:55 AM

    vah .
    Fine Gazal

  17. SandIp said,

    August 14, 2022 @ 12:46 PM

    મંદર એટ્લે મંદાર પર્વત?

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment