યાદગાર ગીતો :૨૨: આભાસી મૃત્યુનું ગીત – રાવજી પટેલ
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
– રાવજી પટેલ
સંગીત : અજીત શેઠ
સ્વર : ભૂપિંદર
‘શબ્દ એટલે નવરાત્રિનો ગરબો’ એમ લખનાર રાવજી પટેલ (જન્મ: ૧૫-૧૧-૧૯૩૯, મૃત્યુ: ૧૦-૦૮-૧૯૬૮)નો જન્મ ડાકોર પાસે વલ્લવપુર ગામમાં. પ્રાથમિક શિક્ષણ ડાકોરમાં ને એ પછી અમદાવાદમાં માધ્યમિક શિક્ષણ અને આર્ટસ કોલેજના બે વર્ષ. આર્થિક સંકડામણને લીધે નાની વયે નોકરી શરૂ કરી દીધી. એમની પ્રતિભાને કોઈ બરાબર ઓળખે એ પહેલા તો એ ક્ષયનો ભોગ બન્યા અને 28 વર્ષે અવસાન પામ્યા. એમનો એકમાત્ર સંગ્રહ ‘અંગત’ એમના મૃત્યુના બે વર્ષ પછી પ્રગટ થયો.
આ ગીતનું આમ તો કોઈ નામ નથી. પણ મને પોતાને ગીતનું ‘અનઓફિશિયલ’ નામ – આભાસી મૃત્યુનું ગીત – બહુ ગમે છે એટલે મેં એ અહીં વાપર્યું છે. લગ્નગીતનો ફરમો અને લગ્ન સંબંધિત શબ્દો-કલ્પનો (કંકુ, વે’લ, શગ, ઘોડો, ઝાંઝર) ને લઈને મૃત્યુ(ના આભાસ)નું ગીત લખવાનું કામ કોઈ માથાફરેલ કવિ જ કરે. આ ગીત ઉપર વિવેકે વાંચકોને પોતાનો અભિપ્રાય આપવા માટે આમંત્રણ આપેલું ત્યારે વાંચકોએ અભૂતપૂર્વ પ્રતિભાવથી આ ગીતને વધાવી લીધેલું. એ પછી વિવેકે પોતાની શૈલીમાં આ ગીતનો પરિચય આપેલો એનાથી વધારે મારે ખાસ કાંઈ લખવાનું હોય નહીં.
RAJESH VYAS said,
December 16, 2009 @ 2:56 PM
khali maun thaine shabhlvu aje sachi shardhnajali ravji patel ne,
,pardeshi kavio ni pagachampi karta nahi thakta kavione.vivechako ne babuchako ne sanasanto tamacho etle ravji patel……ni kavita….
BB said,
December 16, 2009 @ 3:04 PM
No words r enough to appreciate this song. whenever I listen this song it just goes through and through. Ravjibhai had some karishma to write and that has been delivered very well by great singer Bhupinderji well , it does creat in u the emotion. Thank you.
pragnaju said,
December 16, 2009 @ 10:05 PM
આ યાદગાર ગીત વિષે અનેકોએ ખૂબ વિવેચન કર્યા છે.
આજે મૃત્યુના આભાસ અંગે વિચારીએ…
સંતો કહે છે તે પ્રમાણે મૃત્યુનો આભાસ રહેવો તે સત કર્મોનું પરિણામ છે.મૃત્યુએ તમારી ચોટી પકડી છે તે રીતે પાપથી બચવું-અને સદ કર્મો કરવા તો અહીં તો કવિને મૃત્યુ પ્રત્યક્ષ થાય છે! અને આવી અમર કૃતિનું સર્જન થાય છે.ઘણાને આભાસ થતો હશે પણ તેઓ કહેવા પામતા નથી…
સુપ્રસિદ્ધ, વિદ્વાન સંશોધનકાર તેમજ સાહિત્યકાર શ્રી કે.કા. શાસ્ત્રીનું (કેશવરામ કાશીરામ શાસ્ત્રી) ૯-૯-૦૬ બપોરે 3.30 વાગે ૧૦૨વર્ષની વયે અવસાન થયું હતું
તેમને મૃત્યુનો અણસાર આવી ગયો હતો.
તેમણે ડોકટરને બોલાવીને એક પત્ર લખ્યો હતો
અને તેમની સ્મશાનયાત્રા અમુક રસ્તેથી પસાર થાય તેવી ઈચ્છા વ્યકત કરી હતી.
આવા અણસારથી મ્ર્ત્યુ પાવન બને છે
યાદ આવ્યું
મૃત્યુનો અણસાર મળે, તોય માયા દેહના છોડે
વળગી રહી દેહને એવી,ના જગના બંધનતોડે
મોહ મમતાને માયાનો,જગમાં સંબંધછે અનેરો
જન્મ ને જીવનો છે નાતો,તેમ દેતો જીવને હેલો
ક્યાંથી ક્યાં કે ક્યારે આવે,સુખદુઃખનો અણસાર
નામાનવી જગમાં પામીશકે,કૃપાપ્રભુની અપાર
………મૃત્યુનો અણસાર મળે.
……
Taha Mansuri said,
December 16, 2009 @ 10:38 PM
જ્યારે સ્વ.રાવજી પટેલે આ ગીત લખ્યું હતું ત્યારબાદ ઘણા સામયિકોમાં તેને પ્રકાશિત કરવા મોક્લ્યું હતું, પરંતુ લગભગ બધેથી સાભાર પરત ફર્યું હતું, આખરે “રે” મિત્રોએ ( લાભશંકર ઠાકર, ચિનુ મોદી, આદિલ મન્સુરી, અનિલ જોશી વગેરે) એ રાવજી પટેલના ફોટા સાથે “કૃતિ” નો સ્પેશ્યલ અંક રજુ કર્યો હતો. અને ત્યારબાદ તો આ ગીતે સફળતાના શિખરો સર કર્યા છે.
sudhir patel said,
December 16, 2009 @ 10:51 PM
આ યાદગાર અદભૂત ગીત વિશે અગાઉ પણ અહીં પ્રતિભાવ પાઠવેલ છે.
ગુજરાતી ગીતોની પ્રથમ દશની યાદીમાં અચૂક સ્થાન પામે એવું અમર મૃત્યુ ગીત!
સુધીર પટેલ.
manhar m.mody ('mann' palanpuri) said,
December 17, 2009 @ 1:38 AM
સ્વ. રવજી પટેલની આ અમર રચના થોડાક શબ્દોમાં જે અહેસાસ કરાવી જાય છે તે ખરેખર અવર્ણનીય છે. અને એટલું જ ભાવસભર સ્વરનિયોજન કરીને આ ગીતને ખુબ જ અસરકારક બનાવે છે. આભાર.
AMRIT CHAUDHARY said,
December 17, 2009 @ 3:06 AM
રાવજીનું જ આ ઉત્તમ ગીત નથી, પણ સમગ્ર ગુજરાતી ગીતોમાં શિરમોર છે. આ ક્ષણે ઉમાશંકરના
શબ્દો યાદ આવે છેઃ ”રાવજીએ માત્ર આ એક જ ગીત લખ્યુ હોત તો પણ તે ગુજરાતી સાહિત્યમાં અમર
થઇ ગયા હોત.”
Pushpakant Talati said,
December 17, 2009 @ 6:28 AM
આ ગીત વાન્ચી ને ઘણો જ આનન્દ આવ્યો
વધુમા તો ભાઈ શ્રી વિવેકજીએ પોતાની શૈલીમાં આ ગીતનો પરિચય આપેલો છે તે જોતા આ ગીત મા સમજ પણ પડી – એટલે કે વધુ સમજ અડી અને એનાથી વધારે સારી રીતે આ ગીત ને હુ અનુભવી પણ શક્યો.
ખ રે ખ ર સ ર સ મ જા નુ ગી ત.
લયસ્તરો » પરમ સખા મૃત્યુ :૦૫: મૃત્યુ સમજમાં આવવું – રમેશ પારેખ said,
December 8, 2011 @ 10:14 PM
[…] ગીત સૌપ્રથમ તુરત જ યાદ આવે… જેને ધવલ આભાસી મૃત્યુનું ગીત પણ કહે છે. આ ગીતનાં અર્થનો આગળ […]
Lata Hirani said,
December 11, 2011 @ 8:54 AM
ઉઘડતા જીવનનુ પ્રતીક એ ઝાન્ઝરનો ઝણકાર !! કેટલી સરળતાથી એને આથમવાનુ ગીત બનાવાયુ ??
કવિ કવિતા લખે નહી પણ જીવે ત્યારે આવુ સર્જન થાય !!
Bipin Desai said,
May 6, 2014 @ 7:38 PM
આ ત્ો એક અખુત ખજાનો