એ પહેલું પહેલું આલિંગન – વિવેક મનહર ટેલર
*
એ પહેલું પહેલું આલિંગન,
એ હળવું માથા પર ચુંબન,
હજી સુધી તન-મનમાં કંપન
. પડઘાયે રાખે…
સુધ-બુધ જાયે, આવે, જાયે,
હું ખુદને જડતી ના ક્યાંયે,
ફરી ફરી ઇચ્છું છું આ યે-
. ફરી મને ચાખે.
જગ આખું લાગે છે પોકળ,
ખુશબૂથી પણ કોમળ કોમળ
મારા આ તન-મનની ભોગળ
. કોણ હવે વાખે ?
-વિવેક મનહર ટેલર
લયસ્તરોના સર્વે વાચકમિત્રોને વેલેન્ટાઇન ડે પર ખોબલો ભરીને વધામણાં… ગુજરાતી ભાષામાં જેનું બહુ જૂજ ખેડાણ થયું છે એવું અંજનીકાવ્ય આ નિમિત્તે પ્રસ્તુત કરું છું… અંજનીકાવ્ય વિશે વિગતે માહિતી મેળવવા ઇચ્છતા જિજ્ઞાસુ મિત્રોને અહીં ક્લિક કરવાથી એ માહિતી મળી રહેશે…



Ami said,
February 14, 2026 @ 12:03 PM
Saras
jagdip nanavati said,
February 14, 2026 @ 12:04 PM
સુંદરતમ..
jagdip nanavati said,
February 14, 2026 @ 12:05 PM
સુંદરતમ…
Vrajesh Mistri said,
February 14, 2026 @ 12:26 PM
વાહ… કાવ્ય તો સરસ જ઼, પણ અંજનીકાવ્યનું સ્વરૂપ સરસ સ્પષ્ટ કરાવ્યું.
ભારતી વોરા said,
February 14, 2026 @ 12:47 PM
Vah
Reena Parikh said,
February 14, 2026 @ 1:05 PM
ખૂબ સરસ રસપ્રદ માહિતી અંજની કાવ્યની,
પ્રથમ વખત જાણ્યું અંજની કાવ્ય વિશે!
Jigisha Desai said,
February 14, 2026 @ 1:10 PM
Vahh…
DILIPKUMAR CHAVDA said,
February 14, 2026 @ 3:16 PM
સરળ સહજ પ્રેમભરી રચનાં
Lata Hirani said,
February 14, 2026 @ 5:24 PM
મધુર મધુર.. નમણું કાવ્ય…
લતા હિરાણી
kavyavishva.com
Kishor Ahya said,
February 14, 2026 @ 5:37 PM
જીવનમાં પહેલીવાર સભળેલો કોયલનો ટહુકો! આકાશમાંના સૌંદર્યની જેમ જીવનને પણ ભરી દેતું આકાશી ઇન્દ્રધનુષ! વ્હેતા ઝરણાનું સંભળાતું સુમધુર સંગીત, ઘટાટોપ વનની છાયામાં બેસી કલરવ કરતા પક્ષીઓ.. અહા.. કેવા સુંદર દ્રશ્યો..પણ આ સુંદરતા અને જીવનની બધી ખુશીઓ થી ઉપરની કોઈ ખુશી- અનુભવ હોય તો એ છે જિંદગીનો પહેલો પહેલો પ્રેમ ! જિંદગીમાં મળેલું પહેલું પહેલું આલિંગન! શરીરને થનકાવતું એક ચુંબન! બે હૈયાનું મિલન થતા પોતાનું હોવાપણું ભૂલાય જાય, બંનેના શરીરમાંથી સુગંધની લહેરખીઓ ઉડે ને એમ થાય કે આ રીતે બસ ભીડાયેલા જ રહીએ.
કવિએ આવા મધુરા પ્રેમ પછીની અવસ્થાનું સુંદર વર્ણન કર્યું છે
“સુધ-બુધ જાયે, આવે, જાયે,હું ખુદને જડતી ના ક્યાંયે,ફરી ફરી ઇચ્છું છું આ યે-. ફરી મને ચાખે.”
નાયિકા કહે છે મારી સુધ બુધ ખોવાય જાય, હું પણ ખોવાય જાવ,એમ થાય કે આવો અનુભવ ફરી ક્યારે મળશે?
“જગ આખું લાગે છે પોકળ,ખુશબૂથી પણ કોમળ કોમળમારા આ તન-મનની ભોગળ. કોણ હવે વાખે ?”
પ્રેમના આ સુંદર અનુભવ પછી નાયિકાને જગતમાં કઈ સાર દેખાતો નથી. નાયિકા કહે છે ખુશ્બુ થી પણ કોમળ મારા તન અને મનની પીડા હવે કોણ વાંચશે?
આજે વેલેન્ટાઈન ડે નિમિતે શ્રી વિવેકભાઈ એ સ્વ રચિત સરસ અંજની ગીત મૂક્યું છે સરસ મજાના ભાવ અને સરસ શબ્દો સાથેનું આ ગીત ખૂબ ગમ્યું
શ્રી વિવેકભાઈનું એક બીજું અંજની ગીત પણ એટલુજ રોમાંચિત કરી દે છે તેમનાજ શબ્દોમાં…
… “આલિંગનનો રોમાંચ, એનું મીઠું સ્મરણ- આ બધું ઓગળી- ઓળંગી ગયા પછી ? જ્યારે કશું ન રહે એ ક્ષણ જ પ્રેમના સાક્ષાત્કારની ક્ષણ છે…”
અંજની ગીત
પગની નીચે ધરતી ક્યાં છે ?હું ત્યાં ત્યાં છું, તું જ્યાં જ્યાં છે,પ્રેમની મારા મનમાં, પ્રિયતમ !. બસ, આ વ્યાખ્યા છે.
ક્યા પાયા હૈ, ક્યા થા બોયા ?જ્યોં જ્યોં પાઉં, ત્યોં ત્યોં ખોયા,સફળ મનોરથ, સકળ તીરથ મેં. તારામાં જોયા.
-વિવેક મનહર ટેલર.
(vmtailor.com)
એમનુંજ એક વધુ અંજની ગીત ખુબજ સરસ શબ્દોમાં વાંચવા મળે છે.આજે વેલેન્ટાઈન ડે નિમિતે …
ગીત..
લાખો ઘોડા દડબડ દોડે,સમદર મોજાં પથરાં તોડે, … ઘાસ પવનમાં એમ રૂંવાડા. જાતને ઝંઝોડે.
अहं ब्रह्मનું ગાન ગગનમાં,તોયે સૂન્ન સૂન્ન શું મનમાં,હું પીગળી ગઈ પહેલા-વહેલા. .. . આ આલિંગનમાં.
– વિવેક મનહર ટેલર
(vmtailor.com)
શ્રી વિવેકભાઈને આજે વેલેન્ટાઈન ડે નિમિતે સરસ મજાનું સ્વ.રચિત પ્રેમગીત ‘પહેલું પહેલું આલિંગન’ બ્લોગ પર મૂક્યું છે ,એ બદલ ખૂબખૂબ અભિનંદન.
🌹🌹🌹🌹
Aasifkhan Pathan said,
February 14, 2026 @ 6:18 PM
વાહ ખૂબ સરસ ગીત
Jyoti Patel said,
February 14, 2026 @ 9:45 PM
a perfect selection for valentine’s day! shows simple romance to profound vulnerability that comes with deep love.
વિવેક said,
February 15, 2026 @ 11:03 AM
પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર….
Dhaval Shah said,
February 17, 2026 @ 2:58 AM
જગ આખું લાગે છે પોકળ,
ખુશબૂથી પણ કોમળ કોમળ
મારા આ તન-મનની ભોગળ
. કોણ હવે વાખે ?
– saras !
Jayesh bhatt said,
February 18, 2026 @ 9:26 PM
Vah, srs git
વિવેક said,
February 19, 2026 @ 11:14 AM
ફરી એકવાર મિત્રોનો આભાર
Poonam said,
March 30, 2026 @ 4:32 PM
મારા આ તન-મનની ભોગળ
કોણ હવે વાખે ? Waah !
-વિવેક મનહર ટેલર –