કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે,
જિંદગી છે આ દીવાનેખાસ જેવું કંઈ નથી.
– મધુમતી મહેતા

આવો અગર ન આવો – નિરંજન ભગત

આવો અગર ન આવો જેવી તમારી મરજી,
જો કે સદાય આવો એવી અમારી અરજી!

આવ્યા અનેક વેળા, આનંદ શોય એથી
કે ‘આવશો સદા’ એ સપનું ગયા છે સરજી!

ને જો હવે ન આવો તો શું થશે અમારું?
કેવી રીતે જીવાશે? -એવા અમે ન ગરજી!

આવો અગર ન આવો જેવી તમારી મરજી,
જો કે સદા ય આવો એવી અમારી અરજી!

– નિરંજન ભગત
(મે ૧૯૫૭)

ગુજરાતી કવિતામાં એક યુગ નિરંજન-રાજેન્દ્રનો ગણાય છે. કવિતાની નીચે નિરંજન ભગત જેવા યુગપ્રવર્તક કવિનું નામ લખ્યું હોય ત્યારે ભાવક સહેજે સાવધ થઈ કાવ્યપ્રવેશ કરે. પણ મોટા ગજાના કવિનેય ગાંઠે તો એ વળી કવિતા શાની? આ સંદર્ભમાં કાવ્યસર્જનની પ્રક્રિયા વિશે સિતાંશુ યશશ્ચંદ્રનું સ્મરણ થાય છે: “કવિતા કઈ રીતે રચાઈ છે એની કવિને જરા જેટલી જ ખબર હોય છે. પહેલા પાંચ પંદર શબ્દો એની કલમમાંથી ટપકી પડે એની બીજી જ ક્ષણથી કવિતા એનો કબજો લઈ લે છે ને ‘બૅકસીટ ડ્રાઈવિંગ’ કરીને એને દોરી જાય છે, કાવ્યની યદૃચ્છાગતિ આગળ કવિની પૂર્વનિર્ધારિત યોજના અવળી પડી જાય છે. પ્રવાસરેખા- બિલકુલ કોન્ફિડેન્શિયલ હોય છે જેની જાણકારી હોય તો હોય છે કેવળ કવિતાને, કવિને તો નહીં જ. એટલું નક્કી. એ માન્યતા ભૂલ ભરેલી છે કે કવિ કવિતા compose કરે છે, ખરેખર તો કવિતા જ કવિને compose કરે છે.”

સાચે જ, હૃદયની ઊર્મિ કવિના મગજને કોરાણે મૂકીને સીધી કાગળ પર જ ઢોળાઈ જાય ત્યારે અને ફક્ત ત્યારે જ આવું સહજ-સાધ્ય ગીત આપોઆપ લખાઈ જાય. કવિએ ગીત લખવા માટે ગઝલનો દ્વિખંડી છંદ પ્રયોજ્યો છે એ વાત પણ ધ્યાનાર્હ છે.

14 Comments »

  1. દીપક વાલેરા said,

    August 21, 2025 @ 1:16 PM

    વાહ

  2. વ્રજેશ મિસ્ત્રી said,

    August 21, 2025 @ 1:24 PM

    વાહ… મરજી કા. જવાબ નહી!

  3. Aarti Antrolia said,

    August 21, 2025 @ 2:14 PM

    એવા અમે ન ગરજી.
    વાહ! કવિની ખુદ્દારી.

  4. Parbatkumar nayi said,

    August 21, 2025 @ 2:20 PM

    વાહ મજાનું ગીત

  5. Dr. Vrajlal Savaliya said,

    August 21, 2025 @ 6:02 PM

    વાહ શું શબ્દોનો પ્રાસ અને અર્થ, અદ્ભુત!!

  6. Dr. Vrajlal Savaliya said,

    August 21, 2025 @ 6:04 PM

    કવિની કારીગરી માટે શબ્દો નથી.

  7. જયેશ ભટ્ said,

    August 21, 2025 @ 8:15 PM

    સરસ રચના

  8. Poonam said,

    August 21, 2025 @ 8:45 PM

    આવો અગર ન આવો જેવી તમારી મરજી,
    જો કે સદા ય આવો એવી અમારી અરજી! Kyaa baat !
    – નિરંજન ભગત – (મે ૧૯૫૭)

    Aasawad pan swadisth sir ji 🙏🏻

  9. Ramesh Maru said,

    August 21, 2025 @ 9:17 PM

    વાહ…

  10. Dhruti Modi said,

    August 22, 2025 @ 7:27 AM

    વાહ, નાનકડી પણ ગજબની કવિતા !
    આવો કે ના આવો તમારી મરજી
    જોકે સદાય આવો એવી અમારી મરજી
    વાહ, 👌👌👍

  11. Pragna vashi said,

    August 22, 2025 @ 7:43 AM

    ખૂબ સરસ ગીત
    કવિની અને એ પણ નિરંજન ભગતની , વાહહહ
    સરળ શબ્દોમાં સાવ સહજ રીતે એમની વાત મુકી આપી.

  12. Aasifkhan said,

    August 22, 2025 @ 11:58 AM

    વાહ

  13. Dipak Peshwani said,

    August 24, 2025 @ 6:04 PM

    વાહ વાહ વાહ..

  14. Sejal Desai said,

    August 25, 2025 @ 4:04 PM

    વાહ વાહ
    એવા અમે ન ગરજી 👌👌

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment