આગથી પ્રગટ્યું, ન વાયુથી ઠર્યું,
કેવું મૌલિક તેજ ફૂદડાને વર્યું!
સ્નેહી પરમાર

વીણેલાં મોતી – વિનોદ ઓઝા

કેવો બન્યો બનાવ, કશું જાણતો નથી,
કોણે કર્યો છે ઘાવ, કશું જાણતો નથી.

આકાર શોધીએ કે નિરાકાર શોધીએ,
શબ્દો મહીંથી કોઈ મદદગાર શોધીએ.

શાંત જળમાં કેમ આ ઊઠ્યાં વમળ?
કોણ ફેંકે છે નજર આ જળ તરફ?

એક, કેવળ એક પળની શોધમાં,
મીટ માંડી છે સતત હર પળ તરફ.

ડાળ પરથી પાંદડું નીચે ખર્યું હશે,
એ ક્ષણે એ ડાળને શું શું થયું હશે?

હાથમાં લીધાં કલમ કાગળ હવે,
જોઈએ શું થાય છે આગળ હવે.

આ હવામાં જેટલાં રજકણ હતાં,
શબ્દને પણ એટલાં કારણ હતાં.

આયનો તોડી કદી હું નીકળી શકતો નથી,
એટલે ક્યારેય હું ખુદને મળી શકતો નથી.

જો બારણાં હો બંધ તો ખોલી શકાય છે,
ખુલ્લી હવાની કેદ ક્યાં તોડી શકાય છે?

જિંદગીભર બોજ જેનો ઊંચક્યો,
છેવટે એ ખાલી થેલો નીકળ્યો.

એમ નહીં ભૂલી શકો સહેલાઈથી,
આ ગઝલ છે, આજનું છાપું નથી.

તું હવે વરસી પડે તો માનશું,
ખૂબ સાંભળ્યું છે તારું ગાજવું.

જિંદગીની એ જ છે સાચી મજા,
સ્મિતનું આંસુની સાથે આવવું.

– વિનોદ ઓઝા

લયસ્તરો પર આજે એક ‘તાઝા કલમ’ અને ‘તાઝા કલામ’ને સસ્નેહ આવકારીએ… કવિ વિનોદ ઓઝાના ગઝલ સંગ્રહ ‘કશું જાણતો નથી’માંથી પસંદગીના કેટલાક શેર મમળાવીએ….

15 Comments »

  1. GIRISH POPAT said,

    July 31, 2025 @ 11:46 AM

    Wah wah

  2. Beenita kantharia said,

    July 31, 2025 @ 11:54 AM

    ખૂબ સુંદર રચના….. અદભૂત અવલોકન ક્ષણો નું…

  3. Shilpa said,

    July 31, 2025 @ 12:20 PM

    ખૂબ સરસ

  4. Hiren K Mungla said,

    July 31, 2025 @ 12:49 PM

    અવિસ્મરણીય શેઅર

  5. મધુસૂદન પટેલ said,

    July 31, 2025 @ 1:14 PM

    વાહ! સરસ… સ્વાગત છે.

  6. RAMESH JOSHI said,

    July 31, 2025 @ 2:01 PM

    ખૂબ જ સુંદર દિલ સ્પર્શ રચનાઓ

  7. Vinod Manek 'Chatak' said,

    July 31, 2025 @ 2:10 PM

    સરસ શેર, લાજવાબ ગઝલ સંગ્રહ
    આવકાર,રાજીપો,શુભેચ્છાઓ મિત્ર

  8. Nirja parekh said,

    July 31, 2025 @ 3:52 PM

    ખુલ્લી હવાની કેદ…વાહ..
    આ ગઝલ છે , આજનું છાપું નથી…વાહ, વાહ..

    ઉત્તમ

  9. Nirja parekh said,

    July 31, 2025 @ 3:53 PM

    ખુલ્લી હવાની કેદ…વાહ..
    આ ગઝલ છે , આજનું છાપું નથી…વાહ, વાહ..

    ઉત્તમ..અતિ ઉત્તમ

  10. વ્રજેશ મિસ્ત્રી said,

    July 31, 2025 @ 7:51 PM

    આવકાર

  11. Shailesh Gadhavi said,

    July 31, 2025 @ 8:53 PM

    આનંદ, સ્વાગત 💐💐

  12. Nita Sompura said,

    July 31, 2025 @ 9:54 PM

    ખુબ સરસ રચના

  13. Vrajesh Dave said,

    August 1, 2025 @ 8:17 AM

    ખુબ ગહન વાત અત્યંત થોડા શબ્દોમાં વ્યકત કરવાની કળા કવિ શ્રી વિનોદ ઓઝા ધરાવે છે.
    એ ભલે કહે કે કશું જાણતો નથી પણ તે ઘણું બધું જાણે છે.
    તેમના વધુ એક ગઝલ સંગ્રહની આતુરતા સાથે પ્રતીક્ષા છે

  14. Lata Hirani said,

    August 4, 2025 @ 6:47 PM

    સરસ કવિતા

  15. Poon said,

    October 10, 2025 @ 6:47 PM

    જિંદગીની એ જ છે સાચી મજા,
    સ્મિતનું આંસુની સાથે આવવું. Ji
    – વિનોદ ઓઝા

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment