મારા હોવાનું સખા, કારણ છે તું !
તારા હોવાની છું હું સંભાવના.
ઊર્મિ

Daddys Bed Girl – એલિઝા ટોરિસ (અનુ.: વિવેક મનહર ટેલર)

‘તું કેટલી ડાહી દીકરી છે!”
વ્હિસ્કીવાળો ખાટો શ્વાસ મારા ગાલ પર ફરી વળે છે.
“તને આ જોઈએ છે ને?”
શ્વાસ લેવા મથતી, હું માથું ધુણાવું છું, ચિલ્લાવા ચાહું છું ના! મને નથી જોઈતું!
“હા, તને જોઈએ છે, મારી ડાહી દીકરી”
ના, મને નથી જોઈતું!
“તું મારી ડાહી દીકરી બનશે ને?”
હું વચન આપું છું કે હું તમારી ડાહી દીકરી બનીને રહીશ, વચન આપું છું, બસ, ફરી આ નહીં કરતા.
“તું મારી ડાહી દીકરી છે.”
પપ્પા, પ્લીઝ નહીં.

– એલિઝા ટોરિસ
(અનુ.: વિવેક મનહર ટેલર)

ડાહીડાહી વાતોથી ટેવાઈ ગયેલી ગુજરાતી કવિતાઓમાં જીવનની વરવી કડવી વાસ્તવિક્તાઓ પ્રમાણમાં ઓછી જ નજરે ચડે છે. લયસ્તરો પર પિતૃવિશેષ શ્રેણી પ્રગટ કરી હતી, ત્યારથી આ એક નાનકડી રચના મનમાં ઘુમરાયા કરતી હતી. આપણને માતા-પિતાને હંમેશા ભગવાનના સ્થાને મૂકીને પૂજવાની ટેવ પડી ગઈ છે, પણ હકીકત એ છે કે આ રચનામાં રજૂ છે એવા પિતા (માતા પણ!) આપણા સમાજમાં ઉપસ્થિત છે જ. સગા મા-બાપ પોતાના જ સંતાનો માટે શા માટે હેવાન બનતાં હશે એ સવાલ મને સતત પીડી રહ્યો છે. જવાબ પણ અંદરથી જ પ્રાપ્ત થાય છે – ઉછેર, પરિ-આવરણ, સંજોગો અને જનીન –આમાંથી જ એકાધિક પાસા અવળા પડતા હશે ને!

કવિતાના શીર્ષકનો અનુવાદ કરવું મને ઉચિત નથી લાગ્યું. ‘Daddys Bed Girl’ માં ‘Bed’ એટલે આમ તો ‘શય્યા’ જ પણ દસ પંક્તિની નાનકડી રચનામાં પાંચ-પાંચવાર ‘ડાહી’ શબ્દનું પુનરાવર્તન  કરાયું હોવાથી ‘ખરાબ’નો કાકુ પણ સતત ધ્વનિત થતો અનુભવાય છે. દીકરીને ખરાબ ગણી લીધી હશે ત્યારે જ બાપ દુષ્કૃત્ય કરવા પ્રેરાતો હશે ને!

Daddys Bed Girl

“you’re such a good girl.”
Sour whiskey breath spread against my cheek.
“do you want this?”
I shook my head, trying to breath, to scream the words no! I don’t!
“yes, you do, my good girl”
no, I don’t!
“will you be my good girl?”
I promise I will be your good girl, I promise, just please don’t do it again.
“you’re my good girl.”
daddy, please stop

– Alyssa Torres

11 Comments »

  1. Mukur Petrolwala said,

    May 17, 2025 @ 11:30 AM

    Moving poem n translation

  2. Neha said,

    May 17, 2025 @ 11:44 AM

    સમાજની એક વરવી બાજુને યથાતથ રજૂ કરતી કવિતા.

    આપણાં શાસ્ત્રોમાંય કહ્યું છે કે દીકરી યુવાન થાય પછી
    બાપ કે ભાઈ સાથે એકાંતમાં ન રહેવું. આજનાં યુગમાં એ
    વાતને કઈ રીતે મૂલવવામાં આવે એ નક્કી નહીં, પણ આ કવિતા
    વાંચીને લાગે છે કે પ્રત્યેક યુગની સમસ્યાઓ સમાન જ રહી છે,
    ત્યારે જ જુદાજુદા સ્થળે અને સમયે સમાન અભિવ્યક્તિ થઈ છે.

  3. Nirja parekh said,

    May 17, 2025 @ 12:10 PM

    કડવું સાંભળવું ન ગમે એવું સત્ય.. અદ્ભુત વર્ણન..સુંદર ભાષાંતર..શુભેચ્છાઓ
    નીરજા

  4. Leena said,

    May 17, 2025 @ 12:42 PM

    A big dislike for this piece. That’s the only thing can one feel.

  5. વિવેક said,

    May 17, 2025 @ 2:13 PM

    @Neha Purohit

    શાસ્ત્રોના નિષેધ સાથે સહમત થઈ શકાય એમ નથી કારણ કે શાસ્ત્રો રચનાર બધા પુરુષો જ હતા. શાસ્ત્રોમાં સ્ત્રીઓ માટે નિષેધ લખવાના બદલે પુરુષોએ શું શું ન કરવું જોઈએ એના આદેશ હોવા જોઈતા હતા

    સરસ મજાના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર

  6. વિવેક said,

    May 17, 2025 @ 2:21 PM

    @Leena:

    We all not only dislike this kind of incidences, but despise them… But this comes from the scciety only. Just two days back, I read a news in our local newspaper about a father abusing her 17 years old daughter since 6 years…Means he was molesting her since she was just 11.

    This an art work… We would appreciate it more if the comment is about the poetry and not about the subject we all hate…

    Thanks a ton.

  7. Kishor Ahya said,

    May 17, 2025 @ 4:29 PM

    : કેટકેટલીવાર – મેરી હૉવે (અનુ. વિવેક મનહર ટેલર)
    December 2024 માં એક અછાંદસ કાવ્ય મુકાયેલ. જે પર કવિ અને ડોક્ટર શ્રી વિવેક મનહર ટેલર ના શબ્દો ખુબજ માર્મિક છે જેથી નિર્દેશ કરુંછું.

    “પ્રસ્તુત રચના ઇન્સેસ્ટ (incest) વિશેની છે, ઇન્સેસ્ટ અર્થાત્ ગૌત્રગમન એટલે કુટુંબના નજીકના સગાઓ વચ્ચે થતો વ્યભિચાર. મા-બાપના પોતાનાં જ સંતાનો સાથેના અનૌરસ સંબંધને દુનિયાની કોઈ જ સંસ્કૃતિએ કદી પણ બહાલી આપી નથી. પણ આ અવૈધ સંબંધ પણ કદાચ માનવજાત જેટલો જ જૂનો છે. ઝેનોફોનના ‘મેમરાબિલિયા’માં સોક્રેટિસ હિપિયાસને કહે છે કે ઈશ્વરના આ વણલખ્યા નિયમમાંથી જેઓ ચ્યુત થાય છે, તેઓ ખરાબ સંતતિ સ્વરૂપે સજા પામે છે. પ્લેટો પણ ‘લૉઝ’માં એક એથેન્સવાસી દલીલ કરે છે કે વણલખ્યો કાનૂન અને લોકમતની તાકાત મા-બાપને સંતતિ સાથે સૂતાં અટકાવે છે.”

    અહીં મુકાયેલ કાવ્ય Daddys Bed Girl – એલિઝા ટોરિસ (અનુ.: વિવેક મનહર ટેલર)પણ કઈક આજ પ્રકારની વ્યથા વેસ્વતુ કાવ્ય છે.

    મનુષ્યને ઈશ્વરે જીવવાની પરમ સ્વતંત્રતા આપી છે માનવી ઈચ્છે તો ધ્યાન અને પ્રેમ ભક્તિની ભાવનાઓ લઈ સ્વર્ગના આકાશમાં ઊડી શકે ને ન ઇચ્છતો હોય તો પણ પોતાના કર્મો દ્વારા કરેલા પાપ થકી નર્કની ખીણમાં ધકેલાય જાય. આવા પશું યોનીમાં હોય તેવું વર્તન કરતા મનુષ્યો ફકત કહેવા ખાતર મનુષ્ય હોય છે.

    ઈશ્વરે મનુષ્યને આપેલી આ સ્વતંત્રતાનો ઉપયોગ કંઈ રીતે કરવો તે મનુષ્ય ઉપર અવલંબે છે અને આજ ખરી સ્વતંત્રતા છે. જે કર્મ મનુષ્ય ને ઊંચાઈ આપે તે પુણ્ય અને દુઃખ માં ધકેલે તે પાપ એવું કહી શકાય અને નિશ્ચિત પણે કવિતાનો વિષય અને થયેલું કૃત્ય નીચી માનસિક અવસ્થા વાળા તમામને નર્કાકાર અવસ્થામાં ધકેલે છે.

    કવિ અહી કવયિત્રી એલિઝા ટોરિસ ‘મારી ડાહી દીકરી વારવાર આ શબ્દો દ્વારા એક નરાધમ કૃત્યને કાવ્ય દ્વારા રજૂ કરે છે. આવા સંવેદનશીલ વિષય ઉપર કવિતા લખવી એ માટે કવયિત્રી એલિઝા ટોરિસની હિંમત ને દાદ આપવી પડે.

    વિવેકભાઈએ સરસ અનુવાદ અને આસ્વાદ પણ ખૂબ સરસ આપ્યો છે.

    🌹🌹

  8. વ્રજેશ મિસ્ત્રી said,

    May 17, 2025 @ 5:10 PM

    વરવી વાસ્તવિકતા… સાયકીલોજીકલી ક્લાસમાં ચર્ચિશ.. સરસ ખોળી લાવ્યા…! કોઈ જ કલ્પનો વગર સીધી સટ સોંસરી ઉતરી જાય એવી એસીડીક રચના

  9. વિવેક said,

    May 17, 2025 @ 5:46 PM

    @ કિશોર આહ્યા:

    આપના સવિસ્તર પ્રતિભાવો નિયમિત વાંચું છું… બધાના પ્રત્યુત્તર આપવા શક્ય બનતું નથી, પણ આપ જે રીતે લયસ્તરોના ખજાનામાંથી આનુષંગિક રચનાઓ અને આસ્વાદ શોધી લાવો છો, એના માટે સલામ… મારા ખ્યાલથી ભાગ્યે જ કોઈ વાચક રજૂ કરેલ રચના વાંચવાથી આગળ વધતો હશે…

    આપની કાવ્યપ્રીતિને હૃદયપૂર્વક નમન…

  10. Kishor Ahya said,

    May 17, 2025 @ 7:41 PM

    વિવેકભાઈ, આપની લાગણી બદલ ખૂબ ખૂબ આભારી છું.

  11. Tanu patel said,

    May 18, 2025 @ 7:28 AM

    સમાજની કડવી અને વરવી વાસ્તવિકતા..

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment