તારા વિચારમાંય કોઈ તડ પડી ગઈ
મોજું સભાનતાનું અટકતું નથી હવે
– જવાહર બક્ષી

ચપટી ચોખાનું ગીત – નવનીત ઉપાધ્યાય

ચપટી ચોખા ને ચપટી કંકુ રે લાવો,
મારી આતુરતાનો દરિયો… વધાવો.

ડાળખીને ફૂટું ફૂટું ફાગણનું રૂપ,
જોઈ એને વાયરાનું મન મીઠું ચૂપ,
રુમઝૂમતો પંખીનો છાંયો રે લાવો,
મારી આતુરતાનો દરિયો… વધાવો.

આણીકોર્ય ઓલીકોર્ય બેય કોર્ય હાલું,
ટહુકે છે રસ્તા હું કેમ મને ઝાલું,
ગીતોના મઘમઘ સાથિયા પુરાવો,
મારી આતુરતાનો દરિયો વધાવો.

– નવનીત ઉપાધ્યાય

એવો કવિ તો ક્યાંથી ગોતવો જેણે ફાગણનાં ગીતો ન ગાયાં હોય! ફાગણ માટેની આતુરતા તો દરિયા જેવી અસીમ-અપાર છે. પણ એની વધામણી ચપટીક કંકુચોખાથી ચાલી જશે… વામન અને વિરાટ વચ્ચેના આ વિરોધાભાસ, અને ઉભયને વળી અડખેપડખે રાખી આગળ વધતું હોવાથી ગીત પ્રારંભે જ આપણને ગમી જાય છે. એકદમ લાઘવ સાથે સરળ પ્રતીકો અને સહજ બાનીમાં રજૂ થયું હોવાથી ગીત વાંચી લીધા બાદ પણ લાંબા સમય સુધી આપણી ભીતર ક્યાંક રણઝણતું રહી જાય છે…

11 Comments »

  1. Vrajesh said,

    March 6, 2025 @ 11:45 AM

    વાહહ

  2. લતા હિરાણી said,

    March 6, 2025 @ 11:54 AM

    સરસ ગીત

  3. DILIPKUMAR CHAVDA said,

    March 6, 2025 @ 2:08 PM

    ચપટી ચોખા ને ચપટી કંકુ રે લાવો,
    મારી આતુરતાનો દરિયો… વધાવો.
    ગીતના ઉઘાડમાં જ મોહી પડાય એવું સરસ ગીત, અભિનંદન સર્જકને

  4. રીટા જોષી said,

    March 6, 2025 @ 2:10 PM

    સુંદર ફાગણના ટહુકા,મન ઝૂમી ગયું

  5. Ramesh Maru said,

    March 6, 2025 @ 2:39 PM

    સુંદર ગીત…

  6. જયેશ ભટ્ said,

    March 6, 2025 @ 4:19 PM

    સરસ ગીત

  7. જયેશ ભટ્ said,

    March 6, 2025 @ 4:19 PM

    સરસ ગીત

  8. જયેશ ભટ્ said,

    March 6, 2025 @ 4:20 PM

    સરસ ગીત

  9. Sharmistha said,

    March 6, 2025 @ 5:33 PM

    સુંદર ગીત..

  10. Varij Luhar said,

    March 7, 2025 @ 1:26 PM

    વાહ.. સરસ ગીત..

  11. Poonam said,

    March 11, 2025 @ 12:29 PM

    મારી આતુરતાનો દરિયો વધાવો.
    – નવનીત ઉપાધ્યાય – Waah !

    Aasawad saras !

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment