નહીં ફાવે અવતરવાનું – વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’
બીજ મહીંથી વૃક્ષ થવાનું, ઉગવાનું ને ખરવાનું?
ખર્યા પછીની પોકળ પીડા પૂછે, ‘પાછું ઉગવાનું?’
નહીં ફાવે ભઈ, નહીં ફાવે આ શ્વાસો વચ્ચે બળવાનું
દિલનો ખાલી ખૂણો ભરવા આખું જીવન તપવાનું?
છળવું કે છેતરવું ખુદને, અમને માફક નહીં આવે
રહેવા દો આ હરવું ફરવું, આંખોમાં વિસ્તરવાનું
બે રસ્તા છે આંખો સામે, અટકી જા કાં આગળ વધ,
સંશયની તોડીને સાંકળ, બોલ હવે શું જપવાનું?
આ જન્મે તો પીડા નામે મોક્ષ થયો છે ‘ઝરમર’નો
હવે ફરીથી પીડા નામે નહીં ફાવે અવતરવાનુ
– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’
લયસ્તરો પર સર્જકના ગઝલ સંગ્રહ ‘હાથ જાજમ થઈ જતા’નું સહૃદય સ્વાગત છે… સંગ્રહમાંથી એક સરસ રચના આજે માણીએ…
કિશોર બારોટ said,
January 13, 2024 @ 11:58 AM
આનંદ, આવકાર, અભિનંદન.
બાબુ સંગાડા said,
January 13, 2024 @ 4:06 PM
ખૂબ ખૂબ અભિનંદન
આવકાર સાથે આનંદ
DILIPKUMAR CHAVDA said,
January 13, 2024 @ 5:04 PM
સારી રચના છે
મક્તા મોજ
Poonam said,
February 2, 2024 @ 12:52 PM
બીજ મહીંથી વૃક્ષ થવાનું, ઉગવાનું ને ખરવાનું?
ખર્યા પછીની પોકળ પીડા પૂછે, ‘પાછું ઉગવાનું?’ AaH(aa)
– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’ –
Subhkamnao 🌸