સંભવે જો આ યુગે તો આ રીતે જ એ ચીખશે:
હેં સુદામા, જે મળ્યું તે બેય હાથે લઈ લીધું ?
વિવેક મનહર ટેલર

ત્રણ લઘુકાવ્ય – પ્રીતમ લખલાણી

(૦૧)

એક પનિહારીએ
નદીને
માણસ વિશે
એવું તે શું કહ્યું
કે
નદી
કદી દરિયા સુધી ન ગઈ?

(૦૨)

પનઘટે
પનિહારી વિચારે
કે
જો
હું
રોજરોજ આમ
બેડા
ભરતી રહીશ
તો
નદી બિચારી
કયે દિવસે
દરિયે પહોંચશે!

(૦૩)

રોજ બિચારો
દરિયો પૂછે નદીને
અરે!
પનિહારી કેવી હોય?

– પ્રીતમ લખલાણી

પનિહારી, નદી અને દરિયા -ત્રણેયને સાંકળતા ત્રણ મજાના લઘુકાવ્ય. સાવ સરળ અને સહજ ભાષા પણ દીર્ઘકાળ સુધી ચિત્તતંત્રમાં અનુરણન થયે રાખે એવા કલ્પન…

13 Comments »

  1. preetam lakhlani said,

    July 8, 2022 @ 12:41 AM

    અભાર દોસ્ત કવિ શ્રી વિવેકભાઈ…..

  2. Kavita bhatt raval said,

    July 8, 2022 @ 11:18 AM

    વાહ પ્રિતમદાદુના કાવ્યો

  3. Varij Luhar said,

    July 8, 2022 @ 11:29 AM

    વાહ.. સુંદર કાવ્યો માણવા મળ્યા

  4. રિયાઝ લાંગડા(મહુવા). said,

    July 8, 2022 @ 1:55 PM

    ખૂબ સુંદર…👌

  5. સંદીપ ભાટિયા said,

    July 8, 2022 @ 2:18 PM

    ખૂબ સરસ લઘુકાવ્યો…

    લઘુકાવ્યોના ગુરુ પ્રીતમ ભાઈ લખાણી 👌🏻👌🏻🌹

  6. સંદીપ ભાટિયા said,

    July 8, 2022 @ 2:22 PM

    ⬆️ઉપરની ટાઇપો ભૂલ બદલ ક્ષમસ્વ 🙏🏻

    * પ્રીતમભાઈ લખલાણી

  7. pragnajuvyas said,

    July 8, 2022 @ 7:55 PM

    સરસ લઘુકાવ્યો

  8. Indu Shah said,

    July 9, 2022 @ 12:33 AM

    સર લઘુ કવ્યો.

  9. Indu Shah said,

    July 9, 2022 @ 12:36 AM

    ખૂબ સરસ લઘુ કાવ્યો

  10. Bharat Trivedi said,

    July 9, 2022 @ 3:19 AM

    મને ત્રીજું લઘુકાવ્ય વિશેષ ગમ્યું . પ્રીતમ લખલાણીનાં આ કાવ્ય તેનાં સિગ્નેચર કાવ્ય કહી શકાય . ઈકોનીમી ઓફ વૉર્ડસ- જરૂર હોય તેનાથી એક પણ શબ્દ વધારાનો નહીં અને પાણીમાં કંકર નાખો ને તે સીધો જ તળિયે જઈ પહોંચે તેમ અહીં કાવ્યનો મર્મ યથાસ્થાને
    પહોંચી જતો લાગ્યો. ત્રણ કાવ્યની રચના તિથિ કદાચ અલગ હોય પણ તેમને એક સૂત્રે પરોવવાનું કામ પણ સારું લાગ્યું.

  11. BHADRESHKUMAR P JOSHI said,

    July 9, 2022 @ 4:10 AM

    let me please receive further discussion on this…

  12. Anila Patel said,

    July 9, 2022 @ 2:29 PM

    અતિ સુંદર

  13. હર્ષદ દવે said,

    July 11, 2022 @ 6:31 PM

    પ્રકૃતિ સાથે માનવ વૃતિનો વિરોધાભાસ સંયોજીને સર્જેલા આ ત્રણ લઘુકાવ્યો ભાવક ચિત્તને સહજ રીતે અને સરળતાથી સ્પર્શે છે. કવિને અભિનંદન.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment