આભમાં આઘા ભમો તો,
ગીધડાં ! બે પળ ખમો તો..
તાજું સગપણનું મરણ છે.
વિવેક મનહર ટેલર

ખુદા આવે – ‘કામિલ’ વટવા

હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,
કસમથી આપની જીભે સદા સો-સો દુઆ આવે.

તમારી હોય જો ઇચ્છા વધાવી લઉં હું એને પણ,
સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ ૫૨ જો વ્યથા આવે,

સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે.

જરા ઘૂંઘટ હટાવી ઝાંખવું નજરો બચાવીને,
અમારી જાન જાએ ને તમોને તો મજા આવે.

તમારા વાયદાઓ છે કે રેતી ૫૨ મિનારાઓ,
તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.

નજર દિલ પર પડે છે તો આ જખ્મો એમ ફૂલે છે,
કે પથ્થર જાય પાણીમાં ને ઉ૫૨ બુદબુદા આવે.

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે.

શિકાયત શું કરે દિલ કોઈ ના આવે ગજું શું છે?
મોહબ્બત હો જો ‘કામિલ’ તો ખુદ પાસે ખુદા આવે.

– ‘કામિલ’ વટવા

આ ગઝલ ઘણા લાંબા સમય પછી વાંચી – આ ગઝલ સાથે એક દિલનો નાતો મુગ્ધાવસ્થાથી જ છે….. “ એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે “ – આ પંક્તિ વીંધી નાખતી… આજે પચાસની ઉંમરે પણ આ પંક્તિ વીંધી નાંખે છે….

જીતવું સહજ/શક્ય ભલેને હોય, પણ ક્યાંક હારી જવામાં જ સાર હોય છે.

6 Comments »

  1. Sandip Pujara said,

    July 14, 2021 @ 12:50 AM

    આ ગઝલ સાથે એક દિલનો નાતો મુગ્ધાવસ્થાથી જ છે….. “ એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે “ – આ પંક્તિ વીંધી નાખતી… આજે પચાસની ઉંમરે પણ આ પંક્તિ વીંધી નાંખે છે…. Same Feeling….જો કે હું નિયમિત રીતે આ સાંભળું જ છું…. મનહરભાઈના કંઠમાં -પણ એમાં બધા શેર નથી આવતા 

  2. pragnajuvyas said,

    July 14, 2021 @ 9:04 AM

    કવિશ્રી – ‘કામિલ’ વટવાની સુંદર ગઝલ
    શિકાયત શું કરે દિલ કોઈ ના આવે ગજું શું છે?
    મોહબ્બત હો જો ‘કામિલ’ તો ખુદ પાસે ખુદા આવે.
    શું બેખુદી
    અદભુત મક્તા

  3. saryu parikh said,

    July 14, 2021 @ 9:24 AM

    વાહ્! ખુબ સરસ.
    મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
    ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે…વિશેષ ગમી.
    સરયૂ પરીખ

  4. લલિત ત્રિવેદી said,

    July 14, 2021 @ 12:22 PM

    વાહ વાહ

  5. લલિત ત્રિવેદી said,

    July 14, 2021 @ 12:24 PM

    ….. એ પાનું ફેરવી લેજો જયાં મારી વારતા આવે…. અદભુત મિસરો… વાહ વાહ વાહ

  6. Dipak Peshwani said,

    March 30, 2022 @ 4:42 PM

    આ કવિની બીજી કોઈ ગઝલ ધ્યાનમાં હોય તો પોસ્ટ કરવા એડમીન પેનલને‌ વિનંતી છે…આ ગઝલ ધોરણ ૧૨થી સાંભળી રહ્યો છું… હજું એટલી તાજગીસભર લાગે… બાકી પાના જવાબ નથી એ વાત ૧૦૦૦% સાચી…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment