થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.

(પી ગયો છું) – રાજેશ હિંગુ

દર્દ ઘોળી પી ગયો છું,
એટલે જીવી ગયો છું.

આપ તો સપનું હતા, બસ!
હું હવે જાગી ગયો છું.

પગ હજીયે છે ધરા પર,
આભને આંબી ગયો છું.

તું ભલેને ના બતાવે,
વેદના વાંચી ગયો છું.

એટલે મસ્તી ચડી છે,
પ્રેમરસ ચાખી ગયો છું.

– રાજેશ હિંગુ

ટૂંકી બહેરમાં સ-રસ કામ…

15 Comments »

  1. Vineschandra Chhotai said,

    September 9, 2021 @ 8:13 AM

    સરસ રજુઆત
    ગમી ગઈ વાત

  2. pragnajuvyas said,

    September 9, 2021 @ 9:01 AM

    ટૂંકી બહેરમાં સ-રસ ગઝલ
    એટલે મસ્તી ચડી છે,
    પ્રેમરસ ચાખી ગયો છું.
    વાહ

  3. Pravin Shah said,

    September 9, 2021 @ 9:02 AM

    સરસ..

  4. saryu parikh said,

    September 9, 2021 @ 9:40 AM

    સરસ. આપ તો સપનું હતા, બસ!
    હું હવે જાગી ગયો છું.

  5. જયેન્દ્ર ઠાકર said,

    September 9, 2021 @ 12:15 PM

    પ્રેમ રસ ચાખવાની આ નિશાની કે ઉડતા ભલે હવામાં હો પણ પગ તો ધરા પર સ્થાયી રહે!

  6. Janki said,

    September 9, 2021 @ 10:24 PM

    Waah

  7. Dilip Shah said,

    September 9, 2021 @ 11:08 PM

    સરસ

  8. MaheshchandraNaik said,

    September 10, 2021 @ 12:26 AM

    ટુકી બહરની સરસ રચના….

  9. Maheshchandra Naik said,

    September 10, 2021 @ 12:26 AM

    ટુકી બહરની સરસ રચના….

  10. Rajesh Hingu said,

    September 11, 2021 @ 1:12 AM

    લયસ્તરો જેવી ગુજરાતી કવિતાની ઉત્કૃષ્ટ વેબસાઈટ પર મારી ગઝલ સ્થાન પામી એનો આનંદ અવર્ણનીય છે. હાર્દિક ધન્યવાદ ટીમ લયસ્તરો

  11. Aasifkhan said,

    September 11, 2021 @ 1:28 AM

    Vaah saras

  12. મયૂર કોલડિયા said,

    September 12, 2021 @ 6:16 AM

    ટૂંકી બહરમાં ખૂબ સુંદર કામ….

    આપ તો સપનું હતા, બસ!
    હું હવે જાગી ગયો છું.
    -વાહ…. કેટલા આયામો ખુલી જાય છે

  13. મિત્ર રાઠોડ said,

    September 18, 2021 @ 9:20 PM

    ખૂબ સરસ

  14. Bharati gada said,

    September 27, 2021 @ 12:39 AM

    વાહ ખૂબ સુંદર ટુંક બહરની ગઝલ 👌👌

  15. ડૉ.રાજુ પ્રજાપતિ said,

    September 27, 2021 @ 12:43 AM

    નાની બહેરમાં સરસ .. મઝાની ગઝલ .. અભિનંદન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment